________________
^^^^^^^^^^^^^^
^^
^
^
^^^^^^^^
^^^^
^^^^^^^^
૩૧૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ચામડીમાં કાંઈક તેજી આવી શકે. આ “સ્કીન ડ” મેટા ભાગે સાધારણ ઍન્ટમેન્ટ કે મલમ હોય છે, કે જે ડુકકરની કે બીજી ચરબીમાંથી બનાવવામાં આવે છે અને તેને ખૂબ સુગંધીદાર કરવામાં આવે છે. એટલું જરૂર યાદ રાખજો કે, ચામડી ઉપર કાંઈ પણ દવા ધસવાથી કે લગા- ડવાથી તેમાં સુધારો થઈ શકવાનો નથી. ચામડી કાંઈ હાજરી નથી. ચામડી તો દમ લેનારી અને - બહાર કાઢી નાખનારી ઈદ્રિય છે. ચામડી બહાર કાઢે છે, તે જવલ્લેજ કાંઈ અંદ૨ લે છે. તે ભીનાશ પાતામાં લે છે, પરંતુ તે પણ ઘણાજ નાના પ્રમાણમાં. ધસારા(કીકશન)થી ચામડીનું સર્ક્યુલેશન સુધરે છે અને આવી રીતે તે પોતે પોતાના પિષણમાં મદદ કરે છે,
- જ્યારે ચામડીમાં કુદરતી તેલ અપૂર્ણ હોય છે, ત્યારે તેને કેઈક રૂપમાં દરાજ તેલ લગા- ડવાની જરૂર છે. ચામડી માટે સર્વથી ઉત્તમ ખેરાક નીચલી મેળવણીવાળું તેલ છે, જે ન્યુયૅકના ઘણુંજ પ્રખ્યાત ચામડીના ખાસ તબીબની બનાવટ ઉપરથી હું નીચે રજુ કરું છું:
લેનોલીન ૨ ઔસ, બેરો-ગલીસરાઈડ ૧ ઑસ અને સફેદ વેસેલીન સાથે બનાવેલી કોલ્ડ ક્રીમ ૧૬ ઔસ. આ મેળવણી ચામડી માટે તદ્દન સલામત સમજવી. જ્યારે ચામડી સૂકી માલમ પડતી • હોય અથવા તે તડતડતી હોય યા ફાટી ગઈ હોય, ત્યારે આ મેળવણી ચામડીને દરરોજ લગાડ
વાથી બિલકુલ આરામ થવાનો સંભવ રહે છે. જ્યારે ચામડી લાલ થઈ સૂજી આવી હોય, ત્યારે ' ઉપલી એકંદર મેળવણીના દર એક સે ૧૦ ગ્રેન કારબોલિક એસિડ અથવા મેન્થાલ ક્રીસ્ટ
૯સની મેળવણી ઉપલી મેળવણીમાં ઉમેરવી. ઘણીજ કીડ લાગતી હોય તે (૧૨૦ ડીગ્રી ફારેનહાઈટ) * જેટલું ગરમ પાણી તેને લગાડવું અને તે પછી ઉપલી ? મેળવણી જે મેનલીન કીમના નામથી - ઓળખાય છે, તે લગાડવાથી આરામ થઈ જશે.
હાજરીની મુખ્ય ફરજ શી છે? હાજરી અથવા જઠર શરીરના અન્નમાર્ગને એક ભાગ છે. અન્નમાર્ગમાં આ ભાગ ઘણે પહોળો છે. હોજરીનો ભાગ ખોરાક અને પાણીનો “રેઝરવૈયર' એટલે કે હજ કે તળાવ જેવો છે. તેનું કામ ખોરાકને છાશ જેવો બનાવવાનું છે. દાખલાતરીકે રોટલીને એક જ હાજરીમાં ઉતરે છે. હોજરીમાં તેના દાખલ થયા પછી થોડા જ વખતમાં તે આસપાસ હીલચાલ કરવાનું શરૂ કરે છે. આમ બનવું હાજરીની અદ્દભુત હીલચાલને આભારી છે. આ રોટલીના જથાને હોજરીના એક ભાગમાંથી બીજા ભાગસુધી હડસેલી દેવામાં આવતું હોવાથી આ ખોરાકમાં ફેરફાર થવા માંડે છે અને બે કલાકના અરસામાં તે છાશને મળતા આવતા પ્રવાહીમાં - બદલાઈ જાય છે. તબીબો તેને ચીમીના નામથી ઓળખે છે. એવી રીતનો ફેરફાર કરવા તે હોજરીનું મુખ્ય કામ છે.
હાજરીની શરીરના બીજા ભાગે સાથે અજબ હમદદ એટલે કે એકસરખી લાગણી હોય છે, પણ હાજરીને મગજ સાથે તે સર્વથી વધુ સંબંધ હોય છે. આ બાબતના સંબંધમાં હવે પછી ખુલાસાવાર લખવાને ઈરાદો રાખું છું.
| (દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com