________________
ગુહા ઘટાડવાની રશિયાની અજબ રીત
૩૨૧
૧૪૨–ગુન્હા ઘટાડવાની રશિયાની અજબ રીત
રશિયાનાં બે શેવિક કેદખાનાંઓ વિષે મેં હજારો વાત સાંભળી હતી. સામ્રાજ્યવાદી વર્તમાનપત્રોએ એ જેલોનાં કાલ્પનિક ચિત્રો દોરી સોવિએટ રશિયાને શિરે કાળે ટીલો ચઢાવ્યો હતો. બાલ્સેવિક કારાગર એટલે ભયંકર અત્યાચારોનું સ્થાન, સાક્ષાત મલિનતા, સીતામગાર સત્તાધારીઓનું નબળાને કચડી નાખવાનું હથિયાર, એવા એવા છાપાશાહી ખ્યાલે બાંધીને હું રશિયામાં પ્રવાસે પહોંચી, અને મારી સૌથી પહેલી ઇચ્છી આવું એકાદ કેદખાનું જોવાની હતી.
જ અન જેલ તિલિસથી થોડે દૂર એક જીઅન કેદખાનું રશિયન સામ્યવાદની અબેલ છડી પોકારતું ઉભું છે. મોટરમાં બેસી હું બે-ત્રણ સખીઓ સાથે એ બાજુ રવાના થઈ. શહેરના મુસ્લીમ વિભાગમાં થઇને મેટર નીકળી ત્યારે મારા મરણપ્રદેશમાં ભૂતકાળનાં ચિત્રો ઘેરાયાં. તિકલિસ ઉ પ્રજાઓનાં વિકરાળ આક્રમણ થયાં હતાં. ઈરાનીએ, ગ્રીકાએ, આરએ, કઝારો અને મંગલેએ કેસિસ પર્વતની તળેટીના આ પ્રદેશની ઘણીય વાર ખાનાખરાબી કરી હતી. એ સૌને અંતે આવ્યું
શેવિક આક્રમણ: પણ એણે તે આગલા સર્વે હુમલાઓને શમાવી દઈ આ પ્રદેશ ઉપર જ્ઞાન અને વિકાસનાં અજવાળાંજ પાથર્યા છે.
રહીઆની સગવડ જેલના દરવાજે અમને કારાગારના કમાન્ડર ઉ૫રિ અધિકારી) મળ્યો. તેણે અમને અંદર દાખલ કર્યા. વિશાળ ચાલીની આસપાસ સુંદર બગીચે આવી રહ્યો હતે. નાના છોડ ઉપર પુષ્પો ઝળકી રહ્યાં હતાં. છુટા છુટા કયારાઓમાં માણસે ખુશમી જાજથી હરતા ફરતા હતા. સામાન્ય બાસમાં એક માણસ કમાન્ડર પાસે આવ્યા. મેં તેને પૂછયું-“તમે જેલરક્ષક-વૈોર્ડર છે ?”
મારું અનુમાન જુદું પડયું; કારણ કે એ તે ખૂનના ગુન્હા બદલ પાંચ વરસની સજા ભોગવતો કેદી હતો !
બગીચાને બીજે ખૂણે અમે જઈ પહોંચ્યાં. ત્યાં સ્વચ્છ વિશાળ સ્નાનગૃહો હતાં. એમાં ધારાસ્નાન(શાવર બાથ)ની રઢીઆળી સગવડ હતી. સૂર્યાસ્નાન માટે પણ એક ખુલ્લો રડે હતા. પૂછપરછ ઉપરથી મને જણાવ્યું કે, આ બધી ચીજ કેદીઓએ પોતાના હાથથી જ બનાવી હતી.
કેદમાં સારંગી અમે જેલને બરાબર નિરીક્ષણ શરૂ કર્યું. એક બાજુ રસોડાઓની હાર ખડી હતી, તેની પાસેજ નાની ઓરડીઓની કતાર હતી. પહેલાંના જમાનામાં એ ખેલીઓમાં કેદીઓને ગાંધી મૂકવામાં આવતા, પણ અત્યારે તે તેમાં “શાવર-બાથ” ગોઠવી દેવામાં આવ્યાં હતાં !
નીચલો ભાગ વટાવી અમે ઉપરને માળે ગયાં. તુરતજ અમારી આસપાસ ગુન્હેગારો કંડાળ બાંધીને ઉભા રહ્યા. અમે આગળ ચાલ્યા કે એ સૌ કેદીઓ પણ લહેરથી અમારી સાથે હીંડવા માંડ્યા. બંધબારણાની ઓરડીઓ, તાળાં કે ખેલીઓ જેવું ત્યાં કાંઈજ નહોતું. કેદીઓને પૂરી રાખવામાં આવતા નહિ. માત્ર મોટા મેટા સ્વચ્છ એારડા હતા. તેમાં કેદીઓ સૂતા-બેસતા અને વાંચતા. એમનાં બારણું ઉપર તાળાં કોઈ દિવસ લટકાવવામાં આવતાં જ નથી. કેટલાક ઓરડાએમાં તે સૌંદર્ય અને કળાનું વાતાવરણ દેખાતું. પુપેના સુંદર પ્યાલા અને છાબડીઓને કેદીઓ પોતાના ઓરડામાં ગોઠવી રાખતા. એક ઓરડામાં વળી બે-ત્રણ અપરાધીઓ સારંગી બજાવતા હતા ?
આ તે જેલ કહેવાય કે નિશાળ ? અમારી સંગાથે જીઅન સેલીસીટર જનરલ હતા. એને જોઈ એક કેદી ઉભો થયો અને ઉમળકાભેર હસ્તધૂનન કર્યું. એમની વચ્ચે બે ઘડી ધીમી ગષ્ટિ પણ ચાલી. વાત એમ હતી કે, પેલે કેદી આ સેલીસીટર જનરલનો નિશાળને ગોઠીઓ હતો. શુ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com