________________
૩૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
જે શ્રદ્ધા તેમાં બેસી ગઈ છે, તેમાં કઇ ફેરફાર મજકુર ભાઈ ન કરાવી શક્યા. પાંચમે દિવસે ઘેાડી ઘેાડી છાશ અને નાર્ગીથી અપવાસ તેડવા અને આસ્તે આરતે ચાલુ ખારાક ઉપર આવી ગયા. આ રાગથી મારી કેટલાક દિવસની મનની મુરાદ પાર પડી. મને અન્નના ત્યાગ કરી ફળ, શાક, દૂધ અને છાશ ઉપર રહેવાનું કેટલાયે વખતથી થયા કરતું હતું; પણ તે બાબતમાં ચાસ ઠરાવ નહિ કરેલ અને મારા આ અપવાસ પણ મારી આજ દિવસની જીંદગીમાં પહેલવહેલાજ હતા. ખારાકમાં ફેરફાર કરવાની તક સારી મળી ગઈ, એટલે મે' તેજ દિવસથી અન્નને! ત્યાગ કર્યો છે. ખજૂર, મગફળી, ખુદામ, કીસમીસ, શાકભાજી, દૂધ અને છાશ ઉપર રહું છું; અને જે લાંબા વખતથી કબજિયાત રહ્યા કરતી તે હવે નથી. વખતસર દિશાએ જવુ પડે છે, × ૪
X X*
તાવ ઉપર:-બે વર્ષના છે!કરાના પેટ ઉપર માટી ખધેલ, તેના ઉપર ઉનનું કપડું બાંધેલ; ખારાકમાં માત્ર ગરમ પાણી અને સ્વાદને ખાતર ઘેાડુ' મધ. એજ દિવસ આ ઉપચાર કરવાથી તદ્દન આરામ થઇ ગયા.”
શરદીમાં પણ માત્ર પેટ ઉપર પાટા બાંધવાથી મને પેાતાને આરામ થયેા છે; પણ તે દરમિયાન ખારાક તે જરૂર બંધ રાખતા-અપવાસ કરતા.’
‘ખરજવુ’:-એક ભાઇને લાંબા વખતથી મજકુર રાગ હતા. તેમના એક મિત્રે ડુંગળીને લેપ કરવા જણાવ્યું; પણુ લેપથી તે આરામ થવાને બદલે વેદના વધી. આંગળી પાકી અને વેદના તા એટલી હદ સુધી વધી પડી કે રાતના ઊંધ પણ ન આવે. એ દિવસ બાદ તેમણે મને વેદનાની વાત કરી. મેં તેજ વખતે લેપ ખાલાવી માટી અંધાવી. માત્ર બેજ કલાકમાં ઠંડક વળી ગઈ. સપૂર્ણ રૂઝ વળતાં ૧૫ દિવસે લાગ્યા. મજકુર ભાઈ તેલ-મરચાંનેા છૂટથી ઉપયાગ કરે છે, એટલે નહિ જેવી અસર હજી રહી ગયેલ છે. તે જો તેએ મૂકી દે તે રાગ જડમૂળથી જાય.''
આ બન્ને પત્રેાની સૂચનાના ઉપયેગ ઘણાં દરામાં તે છૂટથી થઈ શકે તેમ છે. જ્યાં જખમ થયેા હેાય અથવા ચામડી ઉતરી ગઇ હેાય ત્યાં તેા માટી ખુલ્લી નજ મૂકાય, એમ મારા અભિપ્રાય છે. પેડુ ઉપર જરૂર છૂટી માટી મૂકી શકાય છે; અને કપડાંમાં મૂકેલી માટી જેને લાભ ન આપે તે છૂટી માટીના પ્રયાગ કરી જુએ. હાલ પણ માટીના સામાન્ય પ્રયાગા હું કરૂંજ છું અને તેના ફાયદા અનુભવું છું. એ ઈલાજ એવા સહેલે, સસ્તા અને સાદા છે કે બધાએ મર્યાદામાં અજમાવવા યેાગ્ય છે. પેટ ઉપર માટી મૂકવાના પ્રયાગ ભૂખે પેટેજ થાય એ યથાર્થ છે. માટી હમેશાં ચાખ્ખી જગ્યાએથી લેવી જોઇએ, એ યાદ રાખવાની આવશ્યકતા છે. માથાના દુઃખાવામાં અને તાવમાં બરફને ઉપયેગ કરવામાં આવે છે, ત્યાં માટી બરફના કરતાં સામાન્ય રીતે વધારે સારા જવાબ આપે છે. માહનદાસ કરમચંદ ગાંધી
(તા. ૮–૧–૧૯૨૮ ના ‘નવજીવન'માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com