________________
માટીને મહિમા
૩૧૯ લાગ્યો કે “મૂર્ખા ! તું તો ઉંટ વગેરે પશુએથી પણ ખરાબ છે.” એટલામાં પાસે ઉભેલા કેરડાના ઝાડે પણ ડાળીઓ હલાવીને કહ્યું કે “આ ઉંટ સાચું કહે છે.” ત્યારે મેં કહ્યું-“પ્રભો ! મને ઉંટના જેટલું તો આત્મબળ આપો.”
એવામાં આકાશમાં એકાએક વિજળી થઈ, વાદળાં ગાજવા લાગ્યાં, તેનાદ્વારા સાંભળનારે સાંભળ્યું અને કહેનારે કહ્યું કે –
મો સમ કૌન કુટિલ ખલ કામી, જેહિ તન દિયા તાહિ વિસરાયે; એસો નિમકહરામી, મા સમ કૌન કુટિલ ખલ કામી ? " કોઈએ કહ્યું કે, કહેનાર અને સાંભળનાર બનેય એક છે, કેઈએ કહ્યું કે એ તે અંતર્નાદ છે. આથી મેં પોતેજ બૂમ પાડીને કહ્યું કે મારા કરતાં તો સૌ સારાં છે.”
( “ત્યાગભૂમિ’ માર્ગશીર્ષ-૧૯૮૪ના અંકમાંના ઘનશ્યામદાસ બિડલાના લેખનો અનુવાદ.)
૧૪૧-માટીને મહિમા
આરોગ્યના મારા પુસ્તકમાં મેં માટીના ઉપચારાવિષે સારી પેઠે લખેલું. તે વાંચતાં માટીના પ્રયોગ કરનાર શ્રી. વિઠ્ઠલદાસ પુરુષોત્તમ લખે છે કે
નવજીવન’માં તમે માટીના ઉપચારવિષે લેખ લખેલ તે મેં વાંચે છે. તેમાં તમે મારી કપડામાં બાંધીને પેડ ઉપર લગાડવાનું લખેલ છે; પણ ખરી રીતે જે માટીના ઉપચારોથી ખરેખરો કાયદો મેળવવો હોય, તે માટીને ભીંજવી કપડા ઉપર મૂકી ત્યારબાદ પેડુ ઉપર અથવા શરીરના જે ભાગ ઉપર મૂકવી હોય ત્યાં સીધી ચામડી ઉપર મૂકવી; કપડાને ભાગ ઉપર આવો જોઇએ. મેં એડોલ્ફ જસ્ટના પુસ્તકનો સંપૂર્ણ અભ્યાસ કરેલ છે, અને “એપેનડાઇસીટીઝ’ જેવા રોગ ઉપર પણ તેનો ઉપયોગ કરી માત્ર ત્રણ જ દિવસે માં સંપૂર્ણ આરામ થાય છે, એમ જાતે અનુભવ્યું છે; તે આપ ‘નવજીવન’ મારફત ઉપર લખ્યા પ્રમાણે માટી ચોપડવા લખી જણાવશે, તો જે લોકોને માટીના પ્રયોગ કરવા હશે તેમને જરૂર ફાયદો થશે. કપડાં બગડવાની બીકથી કપડામાં માટી બાંધી પિટ ઉપર મૂકવાથી ફાયદો એ થવા સંભવ છે.”
“ વિશેષમાં આટલું પણ જણાવવાની જરૂર છે કે, જ્યાં દુઃખાવો થતો હોય ત્યાં તો માટી લગાડવી; છતાં પણ પેટ ઉપર તે માટી લગાડતાં નજ ભૂલવું જોઈએ. કારણ કે મૂળ રોગ થવાની જગ્યા પેટ છે. એટલે દુઃખાવો થતો હોય ત્યાં તેમજ પેટ ઉપર બને ઠેકાણે માટી લગાડવી જોઈએ અને ઘણા ખરા રે તે માત્ર પેટ ઉપરજ માટી લગાડવાથી સુરતમાં મટી જશે. મજકુર પ્રયોગ દરમિયાન અપવાસ કરવાનીયે જરૂર છે; અને જે અપવાસ ન થઇ શકે તે ફળ અથવા દૂધ ઉપર રહેવું જોઈએ.”
આ ઉપરથી પોતાનો અનુભવ જણાવવા મેં લખતાં તેમણે નીચને પત્ર લખ્યઃ
પેટનો દુઃખાવો તે એટલો સખ્ત હતા કે જમણા અથવા ડાબા પડખે પણ કરી શકાતું નહિ. ખોરાક બંધ કરેલ અને ત્રણ દિવસ અને રાત ચાલુ પેટ ઉપર માટી બાંધી રાખેલ. માટી દિવસના ભાગમાં બે બે કલાકે બદલાવતે, પણ રાતના તે સૂતી વખતે બાંધતો તે ઠેઠ સવાર સુધી - તેમજ રહેવા દેતો. દુ:ખાવો જે અસહ્ય હતું તે તો માત્ર બેજ કલાકમાં ઓછો થઈ. ગયો, અને પડખાભર ફરવામાં પણ તકલીફ નહોતી પડતી; પણ પેટની અંદરને રોગ તદ્દન નાબૂદ થઈ જાય તે માટે ત્રણ દિવસ સુધી પ્રયોગ ચાલુ રાખ્યો. મારા ડૉકટર મિત્રને મારા દુ:ખાવાની વાત કરી, એટલે તેમણે તો તે “એપેનડાઈસીટીઝ' જણાવ્યું અને તેમાં આવી રીતે માટીને ઉપયોગ કરવા માટે થોડે ઠપકો પણ આપ્યું. તે ભાઈને મળેલા જ્ઞાન મુજબ તેમણે જે ઠપકો આપે તે બદલ મેં તેમને ઉપકાર માન્યા; પણ છેલ્લાં આઠ વર્ષોથી હું જે કુદરતી ઉપચાર કરતો આવ્યો છું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com