________________
૩૧૭
મારા કરતાં સૌ સારા ૧૪–મારા કરતાં સૈ સારાં
મને સવારમાં ફરવા જવાની ટેવ છે. પ્રાતઃકાળની શુદ્ધ હવા મનુષ્યોને નવજીવન આપે છે.. જ્યારે ત્યારે ઘેર હોઉં છું, ત્યારે સવારમાં ફરવા જવાનું તો એક પ્રકારના નિયમ જેવુંજ થઈ ગયું છે. એક દિવસ સવારમાં ફરવા નીકળ્યો, ત્યારે વાયુની પરમાર્થવૃત્તિ ઉપર વિચાર કરવા લાગ્યો.
પશ્ચિમને વાયુ વાત હતું. વિચાર્યું કે, કેટલી મહેનત પછી આ પવન અહીં આવ્યો. હશે ? કયાંથી આવ્યો, કેટલા ઉપકાર કર્યા, એનો અંદાજ કાણ કાઢી શકે ? ભારતના પશ્ચિમસાગર અહીંથી લગભગ ૬૦૦ માઈલ દૂર હશે; પણ તેની આગળ આફ્રિકા સુધી માત્ર સમુદ્રજ સમદ્ર છે. સંભવ છે કે ત્યાંથી પશ્ચિમના પ્રદેશે, પહાડ, નદીઓ, સમુદ્રો, મને ખ્યા અને જીવજંતુએને જીવન આપતો આપતો તે અહીં આવ્યો હશે અને હવે અહીંના લોકોને સુખ આપીને પિતાના કર્તવ્યપાલનને માટે શાંતભાવથી પૂર્વના દેશ તરફ આગળ વધશે. ' મેં વિચાર્યું કે, આ હવા આટલી બધી સેવા કરે છે, છતાં પણ વર્તમાનપત્રોમાં તેની ચર્ચા કેમ થતી નથી ? હવાને મેં કહ્યું કે “હવા ! તું સંસાર ઉપર આટલા બધા ઉપકાર કરે છે, પરંતુ તારી સેવાની પ્રશંસા હું વર્તમાનપત્રોમાં તે કદી પણ વાંચતા નથી. તું જે કંઈ કરે તેને મીઠું-મરચું ભભરાવીને વર્તમાનપત્રોમાં છપાવ્યા કરને.” ત્યારે હવાએ કહ્યું કે “કયું વર્તમાનપત્ર સારું છે ?” મેં કહ્યું-“જુદી જુદી ભાષામાં એવાં ઘણુય વર્તમાનપત્રો છે. તેમાં તારી પ્રશંસા છપાવ્યા કર.” હવાએ પૂછ્યું-“શું સૂર્ય અને ચંદ્રલોકમાં પણ તમારાં છાપાં જાય છે ?” મેં કહ્યુંત્યાં તો નથી જતાં.”
હવાએ મારી મૂર્ખતા ઉપર હાસ્ય કર્યું અને કહ્યું કે “તમે ખરેખર કૂપમંડૂક છે, તમારે મન થોડાજ લોકેનું બ્રહ્માંડ છે; મેં તો પ્રાણીમાત્રની સેવાનું વ્રત લીધું છે અને મારું વર્તમાનપત્ર તો મારા ઈશ્વરનું હૃદય છે. ત્યાં બધી ખબરો આપોઆપ પહોંચી જાય છે. સારી-ખાટી સૌ વાત ત્યાં છપાય છે. કોઈપણ વાતનો ત્યાં પક્ષપાત હોતો નથી. કાઇના કહેવાથી ત્યાં કોઈ ખબર છપાતી નથી. સાચી ખબરો તો ત્યાં આપોઆપ છપાઈ જાય છે. હું તમારા જેવી મૂર્ખ નથી કે વિજ્ઞાપનબાજીના વાડામાં ફસાઈ પડું. નિઃસ્વાર્થ ભાવથી ચૂપચાપ પ્રાણીમાત્રની સેવા કરવી, એજ મારો ધર્મ છે; અને મારા સ્વામીને પણ એજ પ્રિય છે. તમે પણ મારું અનુકરણ કરો તે સારી વાત.”
: હવાના આ સ્પષ્ટ શબ્દ મને બહુ ખરાબ લાગ્યા. હું શું હવા જેવી જડ વસ્તુનું અનુકરણ કરૂં ?! મનમાં તે થયું કે, એકાદ ભાષણ ભરડી મારૂં! વર્તમાનપત્રોમાં તે તેનાં મનોહર વર્ણન છપાશેજ; પરંતુ હવાને તો “લગન લગી પ્રભુ પાવનકી !” તેને મારું ભાષણ સાંભળવાની ફુરસદ ક્યાંથી મળે?તે તે “કામિ દુ:હત્તત્તાન જાળનાકાર્તિનાપાન=”એમ ગાતી ગાતી ચાલી નીકળી.
આથી પછી મેં તો મારો બધો ક્રોધ ઉંટ ઉપર ઢોળ્યો. વાત એમ છે કે, રસ્તામાં એક ઉંટ મહાશય થાક ઉતારવા માટે હાથપગ પછાડીને ધૂળ ઉછાળતા હતા. મેં તો ઉડતી ધૂળથી અકળાઈ જઈને ક્રોધપૂર્વક ઉંટને કહ્યું કે “તું ભારે ગમાર છે; પશ તો છે જ, પણ તારામાં જરા પણ અક્કલ નથી. અમે જે રસ્તે થઈને જઈએ છીએ, ત્યાં ગરીબ મનુષ્ય પણ એક બાજુ ઉભાં રહી નમીને પ્રણામ કર્યા કરે છે. અમે જ્યારે જ્યારે ફરવા જઇએ છીએ, ત્યારે ત્યારે અમારા ગ્રુધારી નોકરે રસ્તામાં ચાલનારાઓને નાકે દમ લાવી દે છે. તેં તો નમીને પ્રણામ કરવાનું તે વેગળું મૂક્યું, પણ ઉલટી ધૂળ ઉછાળવા માંડી! આથી માલમ પડે છે કે, તું ગમાર પણ છે અને ધૃષ્ટ પણ છે.”
આ ઉપરથી ઉંટે પિતાને વ્યાયામ તે બંધ કર્યો, પણ મારી વાત ઉપર ખડખડાટ હસી પડયું. તેણે કહ્યું કે “તમે મૂર્ખ તો છે જ, પરંતુ અભિમાની પણ છે. હમણાંજ તમે પવનને ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરતા હતા. પણ પવન તે આદર્શ સેવક છે અને ઈશ્વરભક્ત એટલે છે. તેણે તમને કંઈ કહ્યું નહિ. પરંતુ મારી સાથે એવી ધૃષ્ટતા નહિ કરતાં મનમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com