________________
૩૨૨
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
www w
wwww
તમામ કેદીઓએ એમનાં મૂળ કપડાં જ પહેર્યા હતાં. કેદીનો દરજજો બતાવવા માટે બીજા દેશોમાં જેમ અમુક જાતજ હલકો પિોશાક પહેરાવવામાં આવે છે, એવું કશું ધતીંગ આ રાશિયન કેદખાનામાં હોતું નથી. બીજા દેશોની જેલોમાં જઈએ તો કેદીએના વદન ઉપરની ગમગીન છાયા જોઈ, એમની નિરાશા કે ઝનુન જોઈ આપણને એવીજ લાગણી થાય કે, ગરીબોને જાલીમ કાયદાએ સમાજમાંથી બહાર તગડી મૂક્યા છે; પણ અહીં બે શેવિક તંત્ર નીચે ચાલતી જેલમાં તે તમામ કેદીઓ આનંદી, ઉત્સાહી અને ઉલ્લાસવંત ભાસતા હતા. પ્રાથમિક નિશાળમાં અભ્યાસ કરતાં બાળકો જેવો તેમને દેખાવ હતે. આખી જેલ સંસ્થા જોઈને મને એમજ લાગ્યું કે, અહીં જેલખાનું નથી, પણ શિક્ષણ શાળા અને ઉદ્યોગ-કારખાનાં ઉદાર વ્યવસ્થાપૂર્વક ચાલે છે.
જેલમાં ફાયદો ૨ કેદીઓ નિરક્ષર હોય તેઓ અહીં લખતાં-વાંચતાં શીખે છે. અભ્યાસની અનેક સગવડ અહી: પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગને પણ સંગીન શિક્ષણ અપાય છે. જેને જે ઉદ્યોગ માટે રસ હોય તેનાજ શિક્ષણની તેને સગવડો મળે છે, અને આ સૌને શિરે સગ ચઢાવે એવી અહીંની
વ્યવસ્થા તે એ છે કે, આ કેદખાનાના હુન્નરઉદ્યોગની ચીજોમાંથી જે કંઈ નફો થાય છે તેમાંથી ૫૦ ટકા કેદીઓનેજ મળે છે ! એમાંને ૨૫ ટકા નફે તે તેમને વેચાણની સાથે જ આપી દેવામાં આવે છે, કે જેથી જેલમાંજ તેઓ તેને ઉપગ આનંદ માટે કરી શકે. બાકીના પચીસ ટકા તેમને મુક્ત થયા પછી મળે છે, કે જેથી તેઓ આબરૂદાર અને વ્યવસાયી જીવન શરૂ કરી શકે.
કેદમાં પણ નાટક-સીનેમા ! કામ કરવાના ઓરડામાં અમે જઈ પહોંચ્યાં. સાંજ પડેલી હોવાથી કોઈ કેદી કામ કરતો નહોતો. મેં પૂછ્યું -“શું બધાજ કેદીઓ હુન્નર ઉપર દરરોજ કામ કરે છે?”
“બધા તો નહિ, ઘણા ખરા. વળી અમે કામ કરવા માટે તેમને પ્રલોભન પણ આપીએ છીએ. બે દિવસ કામ કરનાર કેદીને માટે જેલનિવાસના ત્રણ દિવસ પસાર થયા ગણાય છે. આ હિસાબે તેઓ કેદમાંથી નિયત સમયથી વહેલા છૂટી શકે છે.” જેલરે જવાબ આપ્યો.
જેલમાં નાટક-સીનેમાની પણ સગવડ પૂરી પાડવામાં આવે છે. એક જંગી હેલમાં રંગભૂમિ રાખી છે અને તે પર લેનીન તથા માકર્સની છબીઓ લટકે છે. રંગભૂમિ પર કેટલાક કેદીએ સીનેરી ગાઠવતા હતા. કેદખાનાની “નાટક મંડળીના તેઓ સભ્યો હતા.
પુસ્તકાલય જેલની લાયબ્રેરીમાં અમે સામ્યવાદી છાપાંઓ જોયાં. ઉપરાંત કેદીઓ પોતે પિતાનું જ એક વર્તમાનપત્ર ચલાવતા હતા. એ પત્રના વચલા પાનામાં કેદીઓની ફરિયાદો નોંધવામાં આવી હતી. કાગળે કેમ મોડા મળે છે, વેંડર બેદરકાર છે કે પોસ્ટ ઓફીસ શિથિલ છે, એ બાબતની તેમાં મુક્ત ચર્ચા હતી.
કેદીઓમાંથી ધારાશાસ્ત્રીઓ પુસ્તકાલયની બાજુમાં કેદીઓના કાયદાના સલાહકારો બેઠા હતા. એ સલાહકારો બહારથી નહેતા આવ્યા, પણ કેદીઓમાંથીજ કેદીઓએ ચુંટી કાઢેલા હતા. અઠવાડીઆમાં બે વખત કેદીઓના સંબંધીઓ જેલમાં મુલાકાતે આવી શકે છે. મુલાકાતદરમિયાન કોઈ પણ પ્રકારની જાતો રાખવામાં આવતો નથી.
જેલ-સ્વરાજ્ય તિફલિસના કેદખાનામાં કેદીઓ સ્વરાજ્ય માણે છે. તેમના પર સખ્તાઈ મૂકાતી નથી. જેલરક્ષક કહે છે કે, કેદીઓ પિતાની મેળેજ વ્યવસ્થા અને નિયમન પાળે છે. સત્તાધારીઓ એમના ઉપર અજબ વિશ્વાસ રાખે છે. રવીવારે જે કેદીઓની ઇચ્છા થાય તે તેમને પોતાનાં કુટુંબમાં મજા માણી આવવાની સ્ટ-પરવાનગી મળે છે. આ વાત અજાયબી પમાડે તેવી છે, છતાં સાવ સાચી છે. રશીઆમાં ગુન્હા અને અપરાધને ખરાબ સંગે અને એગ્ય શિક્ષણના અભાવનું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com