________________
દાંત અને મેઢાના રક્ષણ માટે ઉપયોગી સૂચનાઓ
૩૦૫ હે તો તેને બરાબર ચાવીને (પાણી જેવા પાતળા મેઢામાં થઈ જાય ત્યારેજ ) ગળે ઉતારે.
૨૦--કંઇ પણ ખાધા પછી દાંતને બરાબર સાફ કરો.બાળકો પાસે પણ આ નિયમ ખાસ પળા.
૨૧-જે માણસ બરાબર ચાવીને ખાય છે, તેને જ ખોરાકને કુદરતી સ્વાદ જણાય છે; અને તે પિતાનું પિષણ છેડા ખેરાકથી મેળવી શકે છે.
૨૨–બાળકોના મોઢામાં ચૂસવા માટે આંગળી કે બીજું કંઈ પણ આપવું નહિ. કેમકે એથી બાળકની તંદુરસ્તી વધારે ખરાબ થવા પામે છે ને તેમનો ચહેરો પણ એથી ખરાબ થાય છે.
૨૩–બાળકના દાંતમાં કંઈ પણ ખામી જેવું જણાય તો તરતજ કેાઈ સારા દાંતના ડોકટરને બતાવીને તેનો ઉપાય કરવો જોઈએ.
૨૪–બચપણમાં દાંતની કાળજી હશે તે પાછળના આવેલા દાંત અંદગી સુધી ટકી રહેશે. બીજી વારના દાંત ઘણે ભાગે ફે-સાતમે વર્ષે આવે છે. જેના દૂધીઆ દાંત ખરાબ હશે, તેને એ દાંત પણ ખરાબ જ મળશે, માટે માતાએ બાળકોના દાંતનું બરાબર રક્ષણ કરવું.
૨૫–ઘણાં માબાપ પોતાનાં બાળકોને મેટું સાફ રાખવાનું બરાબર શીખવાડતાં નથી અને તે તરફ બેદરકારી રાખે છે તે ઠીક નથી. નાનાં બાળકોને દાતણ કરતાં, મોટું સાફ રાખતાં અને વારંવાર તેને બરાબર ધાતાં અને દાતણ કરી સાફ રાખતાં નાનપણથી જ શીખવાડવું જોઈએ.
ર કહેવાય છે કે, જાના વખતમાં માણસને ૪૪ દાંત હતા. ત્યારપછી તંદુરસ્તી ઘટી જતાં તે ૩૨ રહ્યા. હવે તેથી પણ વધારે ખરાબ તંદુરસ્તી થઈ જતાં ૨૮ થઈ જવા આવ્યા છે. આ સર્વે ધીમે ધીમે ઘટવાનું કારણ દાંતની સંભાળ ઓછી છે.
૨૭-મેઢામાં સારા દાંત હોવાથી ખૂબસુરતી સારી રહે છે, બરાબર બોલી શકાય છે અને ખોરાકને ચાવવામાં તથા પચાવવામાં ઘણી જ મદદ મળે છે.
૨૮–સડેલા દાંત અને અસ્વચ્છ મેટું એ ક્ષયરોગને આમંત્રણ આપનાર સ્થિતિ ગણાય છે. માંસના ખોરાકથી પણ દાંતને કેહવાટ લાગે છે, માટે તે બરાક પણ ખાવો જોઈએ ન
૨૯–સડેલા દાંતને સારા કરવા પાછળ થતા ખર્ચા કરતાં તેને સડતા અટકાવવાનો ખર્ચ ઘણેજ ઓછો આવે છે.
૩૦-~જમ્યા પછી સંતરાં, લીંબુ, મેસંબી, પીચ, સફરજન, પેર વગેરે ચીને ખાવાથી દાંત સહેલાઈથી સાફ થઈ જાય છે, માટે તમે તમારાં બાળકોને એવી ટેવ પાડો કે જેથી થોડાજ ખર્ચમાં દાંત સાફ રહી શકે.
૩૧–તમારું મોટું સ્વચ્છ હશે તો તમારું શરીર પણ નિરોગી સમજજે.
૩૨-વાસ મારતું મેટું કોઈને પણું ગમતું નથી. જે માણસને સ્વમાન છે, તે કદી તેમ થવાજ દેતો નથી. આવા વાસ મારતા મેઢાવાળાં માણસે મેળાવડામાં હોવાં એ એક ભયસમાન ગણાય છે, માટે તમે પણ તેમ થવાજ ન દેશો. (“નવું ચેતન”ના દીપોત્સવી અંકમાંથી. સંગ્રાહક-વૈદ્ય ગોપાલજી ઠકકર,સંપાદકઃ “આરોગ્યસિંધુ-કરાંચી)
શુ. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com