________________
૩૦૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૩૪-શંખ અને શંખનાદની ખાસ ઉપકારકતા
વિજ્ઞાનાચાર્ય જગદીશચંદ્ર વસુ મહોદયે સિદ્ધ કરી બતાવ્યું છે કે, શંખનો અવાજ જેટલા પ્રદેશમાં પહોંચે છે, તેટલા પ્રદેશમાંના અનેક રોગજંતુનો નાશ થઈ જાય છે. આથી જણાય છે કે, સવાર અને સાંજ બને વખત સંધિના સમયે મંદિરોમાં અને બીજી અનેક જગ્યા પર શંખ વગાડવાને માટે આ કારણથીજ પ્રથા પડેલી હોવી જોઇએ. આ વાત અત્યારે પણ જૂના વિચારના હિંદુઓમાં પ્રસિદ્ધ છે કે, સંધિના સમયે શંખ વગાડવાથી રાક્ષસ દૂર થઈ જાય છે; અને રાત્રિનો સમય રાક્ષસોનો જણાવેલ છે. સંધ્યાના સમયે કંઇ એક રોગોની વૃદ્ધિ થાય છે અને તે અર્ધરાત્રિપર્યત વધતી જ રહે છે. તે પછી તેમાં ઘટાડો થાય છે. એ રોગનું કારણું ઝીણા જંતુઓ છે. કે જે અમદશક યંત્રથીજ જોઈ શકાય છે. આપણે તે રોગીષ્ટ જતુને રાક્ષસ કહી શકીએ.
રાક્ષસ એને કહીએ છીએ, કે જેનાથી રક્ષા કરવી જોઈએ અને જેનાથી અલગ રહેવું જોઈએ. એવા અર્થમાં રોગજંતુને આપણે રાક્ષસ માનીએ છીએ. ઘણુ વિદ્વાન વૈદ્યો, રાક્ષસ શબ્દનો અર્થ રોગજંતુ માને છે. સંધિના સમયમાં રોગના જંતુઓ ઉત્પન્ન થાય છે અને તે વધીને આગળ ફેલાય છે, માટે તે સમયે શંખ વગાડવાથી આરોગ્યતાને ઘણો લાભ થાય છે. ફાટી નીકળતા રોગપ્રસંગે આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. આજકાલ વિજ્ઞાનનાઓ જે ચીજોની શોધ કરે છે, તે જોઈને સમસ્ત ભારતવાસીઓ આશ્ચર્યમાં પડી જાય છે; પરંતુ પિતે તે કાંઈ નથી કરતા. મુંગા માણસની સાથે શંખના પ્રયોગની વાત લઇએ. મારી માન્યતા પ્રમાણે મુંગા માણસને દરરોજ બે-ત્રણ કલાક શંખ વગાડવાનું કહેવું જોઇએ. આ પ્રયોગને વધારે પ્રમાણમાં અભ્યાસ કરાવતા જઈએ અને વાત કરવાનો પણ અભ્યાસ કરાવતા જઈએ તો મુંગે માણસ બોલવા માંડશે. વળી તેની સાથે સાથે શંખમાં–૨૪ કલાક સુધી પાણી ભરી રાખીને તે પાણી તેને પીવરાવીએ તથા શંખભસ્મને પણ પ્રયોગ કરી શકીએ તો અવશ્ય લાભ થાય છે. - પહેલાંના સમયમાં પણ નાના નાના છોકરાઓના ગળામાં પણ નાના નાના શંખમાં છિદ્ર પાડીને ગળે બાંધવાનો રિવાજ હતો. તેથી નાનાં છોકરાં જલદી બાલતાં શીખતાં હતાં; પણ આજ તે તે રિવાજ કાઢી નાખે છે. આ પ્રમાણે નાના શંખમાં છિદ્ર પાડીને મુંગા માણસને તેને હાર પહેરાવવાથી તેને બોલવાની શક્તિ જલદી આવી જાય છે.
કેમપૌથિક ડૉકટર જેવી રીતે રંગીન શીશીઓમાં પાણી ભરીને પીવડાવે છે અને રોગ દૂર કરે છે, એવી જ રીતે શંખમાં પાણી ભરીને પીવડાવ્યા કરે, તો જંતુરહિત રોગને જડમૂળથી નાશ થશે અને ગરીબ માણસને પૂરે ફાયદો પણ મળશે. શંખની ભસમ પણ બનાવે છે, એ વાત તો શાસ્ત્રોમાં પણ લખી છે. વિદ્વાન વદ-ૉક્ટરો અને અનેક રોગ ઉપર કામમાં લે છે, અને તેથી ફાયદો પણ થાય છે. આ પ્રયોગથી ઘેલછાના રોગમાં પણ વધારે ફાયદો થાય છે. મૃગી, બધીરતા, કર્ણરોગ, બંધકેષ, મંદાગ્નિ, નેત્રરોગ વગેરેમાં તેનાથી જલદી આરામ થાય છે. તેમાં વધારે પૈસાનો વ્યય કરવાની આવશ્યકતા રહેતી નથી અને અત્યંત લાભદાયક ચીજ છે. એના ફાયદાને લાભ આપણે જરૂર લેવો જોઈએ.
(તા. ૧૧-૧૨-૧૯૨૭ના “આય પ્રકાશ”માં લેખક શ્રી રામકૃષ્ણ વર્મા, બી. એસ. સી.એલ. એસ.એસ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com