________________
૨૯૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
ઓછી તે કોઈના પર ઘણી માઠી અસર કરે છે, એટલે કે તંબાકુ દરેકને ઓછું-વતું નુકસાન તે. જરૂરજ કરે છે. તંબાકુની ટેવ છતાં ધણાકે પિતાનું જોર ટકાવી રાખે છે તે ઉપરથી એમ સમજવું જોઈતું નથી કે, તંબાકુ તેઓ ઉપર કદી પણ માઠી અસર કરી શકશે નહિ. આવા શખ્સો આ બુરી ટેવ છોડી દે તો તેઓ છે તે કરતાં વધુ તનમનથી આસુદા બનવા પામે. તંબાકુથી થતા નુકસાનની કસોટી કરવા માટે તંબાકનો એક યા બીજી રીતે વિયોગ કરનારાંઓ તંબાકુ છોડી દઈ પિતાની આગલી શરીરપ્રકૃતિ સાથે સરખામણી કરશે તે તેઓને આગલી કરતાં પાછલી સ્થિતિ વધુ સુખરૂપ લાગશે.
X
આટના ખોરાકની ખુબી. તબીબોને એવો અભિપ્રાય છે કે, એટમાં માંસ વધારનાર, ગરમી આપનાર અને ખનીજ ગુણ એટલો બધો તો સમાયેલો છે. કે એકલો એજ ખેરાક બીજા ખોરાકની ગેરહાજરીમાં જીવન ટકાવી રાખવાને પૂરતો થઈ પડે છે. ઘઉં કરતાં ઓટમાં વધુ ચરબી અને ખારનું તત્ત્વ હોવાથી તે ઘઉં કરતાં વધુ કિંમતી ખોરાક થઈ પડે છે. એટમાં નીચલા પ્રમાણમાં નીચલાં તો જોવામાં આવે છે:
પાણી ૧૫.૦, નાઈટ્રોજન ૧૩.૦, કાર હાઇડ્રેટસ ૬૩.૦, ચરબી ૬.૦, ક્ષાર ૩.૦
ઓટનું ધાન્ય પચવામાં પણ ઘણું સારું છે. તેમાં રેચકનો ગુણ છે. તે શરીરને પુષ્ટિ આપે છે, એટલું જ નહિ પણ તેના ચાલું ઉપયોગથી ડૉકટરનું ઘર જેવું પડતું નથી. આ ખારેક પારડજ (પાણી અથવા દૂધમાં ઉકાળી બનાવવામાં આવેલી કાંજી), પેટલી, કેક વગેરેના રૂપમાં લેવાથી ઘણે ફાયદાકારક છે.
એટલું તો ખરૂં છે કે, એટ દરેકને એકસરખી રીતે પાચન થઈ શકતો નથી. દાખલાતરીકે પેટમાં ઉત્પન્ન થતા વાયુવાળા દરદીઓને એટની પરીડજ (કાંજી) પચવી મુશ્કેલ થઈ પડે છે. એનું કારણ પિરીડજ બરાબર એટલે કે સંપૂર્ણ રીતે નહિ પકાવવાનો છે. અગર જે તે બરાબર ૫કાવવામાં આવેલી હોવા છતાં પણ પચી શકતી ન હોય તે સમજવું કે, આ ખોરાક એવા બીજા ખોરાક સાથે લેવામાં આવતો હોવો જોઈએ કે જે બંનેની મેળવણી તમારી પ્રકૃતિને અનુકૂળ થઈ પડતી નહિ હોય. આથી બીજી રાકની ભેળ નુકસાનકારક સમજવી, નહિ તો એટમીલ પણ તેને બરાબર પકાવી તે ધીમે ધીમે ખાવામાં આવે છે તે સહેલાઈથી પચી શકે છે અને તેના સંખ્યાબંધ લાભો થઈ શકે છે.
બહેરાપણાનાં કારણે કેનને બહેરાપણું લાગવાનાં ઘણાં કારણો છે. જેમાં નીચલાં મુખ્ય છે૧-સાધારણ શરદી જે નાક અને ગળાને લાગુ પડે છે તે કાનની ભુંગળી સુધી પહોંચવાના પરિણામે.
૨-કાનમાં મેલ થતાં તે ટાંચણી યા સોય જેવા નુકસાનકારક હથિયારવડે કાઢવાથી કાનના પડદાને નુકસાન થવાથી.
૩-ઇન્ફલુએઝી અને બીજા દરદની પાછલી અસરથી. ૪-ગળાના સોજા વગેરેની બિમારી દરમિયાન જંતુનો ચેપ લાગવાથી. પ-ભેજાને લગતા અને બીજાં દરદોના પરિણામે.
ઉઘને આશીર્વાદ-તે કેમ મેળવવો? ખુદાએ આપેલી અનેક બક્ષિસમાં તંદુરસ્ત ઉંઘને આશીર્વાદ ઘણેજ કિંમતી છે. ભરઉંઘ શરીરને તાઝગી આપનારી, આનંદ આપનારી અને કૌવત આપનારી છે. જે માણસ બિછાને જતાંજ ખુશનુમા ઉંઘમાં પડે છે, તે આ દુનિયાનાં અનેક પ્રકારનાં સુખેમાંથી એક મુખ્ય સુખને આશીર્વાદ મેળવે છે, સારી ઉંધ કૌવત આપનારી એક જાતની અકસીર દવા થઈ પડે છે અને એ ઉપરથી તેની તંદુરસ્તી અને સુખાકારીનું માપ થઈ શકે છે. દરદીઓને દવા કરતાં ઉંધ ઘણું સારી અસર કરે છે. આજકાલ ઘણુકેની ફરિયાદ થઈ પડી છે કે, તેઓ બરાબર ઉંઘી શકતાં નથી. જેઓ ઉંધી શકતાં નથી, તેઓ ઘણુક દર્દીને ભય પિતાને માથે ખેંચી લે છે. તેઓ ખાસ કરી મજાતંતુઓની બિમારીના ભાગ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com