________________
શ્રી વીરતત્ત્વ પ્રકાશક મડળ-શિવપુરી
૧૦૩–શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ–શિવપુરી
( એક આદર્શ જૈન સંસ્થા)
૨૩૩
ગયા જાન્યુઆરી મહિનામાં હું એક મિત્રના પુત્રની જાનમાં શિવપુરી (ગ્વાલિયર) ગયા. શિવપુરી મહારાજા સિ ંધીઆનું નિવાસસ્થાન છે. અહીં મહારાજા સાહેબે પ્રચૂર ધનવ્યય કરીને જંગલમાં મોંગલ કરી દીધું છે, એક ધણા મેટા જ'ગલને રમણીય પાર્ક તરીકે પરિવર્તિત કરી દીધું છે અને કૃત્રિમ બધાદ્વારા જલરાશીને જલાશય, ઝરણાં તથા મદગામિની નદીના રૂપમાં પ્રવાહિત કરેલ છે. અહી વિવિધ પ્રકારનાં સુંદર વહાણા, દનીય ટીમરે। અને ખેટ તથા નાવડાં દેખાય છે. બગીચાની અંદર ચારે તરફ ઘણી સુંદર સકા છે અને ઉચિત સ્થાનેા ઉપર -સુસજ્જિત બંગલા અને મેાટી કાઠીએ શેાભાયમાન છે.
મહારાજા સાહેબનાં માતાજીની સ્મૃતિમાં એક વિશાળ મંદર અનાવ્યું છે, જેમાં તેમની શાંતિમયી મૂર્તિ સ્થાપિત છે. તેની દેવમૂર્તિના જેવીજ પૂજા અને માનતા થાય છે. માતાપ્રતિ પુત્રના જીવતા જાગતા પ્રેમસમ્માનનુ. આ પ્રમાણ છે.
મહારાજા માધવરાવ સિંધીઆ, જેમના અકાલ મૃત્યુએ આ દિવ્ય સ્થાનને વૈધવ્યરૂપ આપી દીધું છે, તેઓ હમેશાં માતાના મંદિરમાં જઇ સવિનય અને શ્રદ્ધાપૂર્ણ પૂજા કરતા હતા. આજ મંદિરની સામે તેમની સ્મૃતિમાં પણ એક વિશાળ અને દિવ્ય મંદિર ખની રહ્યું છે. આની લાગત લગભગ ૧૦-૧૨ લાખ રૂપિયાની થશે. ભારતવર્ષમાં મૂર્તિપૂજા ક્યારે અને કેવી રીતે ચાલી આ પ્રશ્નના ઉત્તરાભિલાષી પુરુષ આ સ્થાનમાં આવીને સ્વય' જોઇ શકે છે.
શિવપુરીમાં રાજમહેલ પણ મેટા ટાવાળા છે; અને અહીં કચેરીએ તથા અનેક મનેવિનાદનાં સ્થાતેની ઇમારતા ધણી શાભાયમાન છે.
શિવપુરી રેલ્વે સ્ટેશનની પાસે એક અત્યંત સુંદર અને દિવ્ય જૈન સંસ્થા છે, જેનું વિસ્તૃત વર્ણન આ લેખને વિષય છે.
આ સંસ્થાનું નામ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મડળ છે. સાત વર્ષથી આનું અસ્તિત્વ છે. આના જન્મદાતા રવીય શાસ્ત્રવિશારદ જૈન આચાર્ય શ્રી. વિજયધર્માંસુરી છે. આ સંસ્થાના ઉદ્દેશ્ય સંસ્કૃતના ધુરંધર વિદ્વાનેા, ત્યાગી, સચ્ચરિત્રશાળી, ઉચ્ચાશયી તથા ધર્માપરાયણ ઉપદેશક અને સંચાલક ઉત્પન્ન કરવા, એ છે. પહેલાં આ સસ્થા મુંબઇમાં હતી. તે પછી બનારસ ગઇ, ત્યાંથી
ગ્રે અને હવે ત્રણ વર્ષથી શિવપુરીમાં છે. આ સંસ્થા જૈનસમાજની સહાયતાથી સ્થાપિત થઇ છે અને પ્રધાનતઃ જૈનેની સહાયતાથી ચાલી રહી છે. એટલામાટે અને જૈન સંસ્થાજ કહેવામાં આવે છે. અત્યારે આમાં ૪૫ વિદ્યાર્થી છે. શિક્ષણક્રમમાં ૯ કક્ષા રાખવામાં આવી છે. ૬ કક્ષાએ વિદ્યાલયની અને ૩ મહાવિદ્યાલયની. વિઘાલય વિભાગમાં સંસ્કૃત, અ'ગ્રેજી, ધાર્મિક, ગણિત, હિંદી આદિ વિષયેા છે અને મહાવિદ્યાલય વિભાગમાં સંસ્કૃત અને અ ંગ્રેજી. શારીરિક વ્યાયામ અને વિભાગમાં આવશ્યક છે. ચરિત્રસુધાર મુખ્ય વિષય છે. ચાર અધ્યાપકા વૈતનિક છે. એ એક આજ સંસ્થાના ઉત્તીર્ણ વિદ્યાથી અને કેટલાક જૈન સાધુ-એ અહીં રહે છે–આ કાર્યમાં દત્તચિત્ત ચને સહાયતા કરે છે. જૈન સાધુઓના સાથે રહેવાથી વિદ્યાર્થીએના ચારિત્ર ઉપર મેટા પ્રભાવ પડે છે.
પાઠશાળાની સાથેજ ખેાડીંગ હાઉસ પણ છે, જેમાં વિદ્યાથી એની રહેણી-કરણી અને ખાનપાન પ્રાચીન ગુરુકુલ પદ્ધતિ પ્રમાણે હાઇને એક પ્રાચીન આદર્શોનું સ્મરણ કરાવે છે. શિક્ષણમાં તથા અન્ય વિષયામાં પણ પ્રાચીન અને નવીન આદર્શોનુ' મિશ્રણ છે.
વિદ્યાથી આને ખાનપાન, કપડાં, પુસ્તક વગેરે આજ સંસ્થા તરફથી અપાય છે. આમે માટે વાર્ષિક ખર્ચી દશ-અગિયાર હજારનું લગભગ છે. સ્થાન રમણીય છે તથા હવાપાણી ઉત્તમ છે. એટલા માટે વિદ્યાથી ઓની તંદુરસ્તી સારી રહે છે. દેશી ખેલેાદ્વારા તેઓની પાસે પૂરી કસરત
કરાવવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com