________________
AAAAAA
ગીતાજયંતિ-દિવસ
૨૪૫ ગીતામાંથી કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરે ચિત્રવિચિત્ર ફળો ક્યાંથી નીકળી શકત ?
એક દિવસે રામન જાતિનું નામ સાંભળતાં જ યુરોપની જાતિઓ ભીંજાયેલી બિલીની પેઠે
હતી: એક સમયે બેબીલેનિયનોના ડરથી યુરોપીયનો થરથર કંપતા હતા; એક જમાનામાં યુરોપ, એશિયા અને આફ્રિકામાં ઇઝશિયનનો દમામ ચાલતો હતો અને કોઈ સ્મૃતિગમ્ય કાળમાં ગ્રીકેની ધાક સમસ્ત યૂરોપમાં ફેલાઈ હતી; પરંતુ તે જોરાવર જાતિઓ પણ કાળરૂપી સમુદ્રમાં ક્યાંની કયાંય વિલીન થઈ ગઈ અને હિંદુજાતિ-એ હિંદુજાતિ કે જે કાસ્પિયન, ઝલ, બલ્ક, હિરાત અને ત્રિવિષ્ટપ(તિબેટ )માંની જાતિઓથી પણ ઘણું કાળ પહેલાં ધર્મક્ષેત્ર-કુરક્ષેત્રમાં. સરસ શ્રતિ-મંત્રની લહરિમાં અવગાહન કરતી હતી તે આજપર્યત શી રીતે અચલઅટલ રહી શકી છે? અમારા અભિપ્રાય પ્રમાણે તેનું જબરદસ્ત કારણ તેનું ઉદાત્ત સાહિત્ય છે; અને એ વાત પણ સત્યજ છે કે, તે સાહિત્યનું મંથન કરીને યોગેશ્વર શ્રીકૃષ્ણચંદ્ર ગીતામાં તેનું હૃદય એવી સુંદર રીતે ગોઠવી દીધું છે, કે જેથી કરીને સંસારમાં આર્યજાતિ યા હિંદુજાતિની પ્રતિષ્ટા અને મહિમાને પ્રચાર કરનાર ગીતા જે બીજે કોઈપણ ગ્રંથ નથી.
આજે હિંદુજાતિ ગુલામ છે, દરિદ્ર છે અને છિન્નભિન્ન છે. તેને ધૂર્ત જાતિઓ “કપિલા ગાય” માને છે; પરંતુ જ્યારે તેઓ ગીતાની અભય વાણી તરફ કાન માંડે છે, ત્યારે હિંદુજાતિને ભૂખ્યા વાધ જેવી માને છે અને તેમનાં ગાત્ર ઢીલાંઢબ થઈ જાય છે. જ્યારે આ જાતિઓ જુએ છે કે, ફ્રજીએ ફારસીમાં, આબુ સુલેહે અરબીમાં, સ્લેગને લેટિનમાં, ડિમિટ્રિયસે ગ્રીકમાં, બનું ફે ફેંચમાં, લોરિંજરે જર્મનમાં, સ્તાનિસલસ ગેટીએ ઈટાલીમાં અને ડ્રમ્સન, આર્કેડ, ડેવિસ' તથા ચાર્લ્સ વિકિન્સને અંગ્રેજી ભાષાઓમાં અનુવાદ કરીને ઘણી ખરી નીતિન્ય જાતિએમાં સદાચાર શાસ્ત્રનો પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એ પ્રજાઓ શરમની મારી મસ્તક નમાવે છે અને હિંદુજાતિને આદિગુરુ, આદિસભ્ય, આદિવીર, આદિનીતિજ્ઞ અને આદિશાસક માની લે છે. પછી ભલેને તે માન્યતા પેટમાંજ સંતાડી રાખીને તેઓ સ્વાર્થસાધનાને ખાતર મિસ મેયો જેવી સ્ત્રીઓને માયાજાળ ફેલાવવામાં છૂટે હાથે મદદ કર્યા કરે! લ્સિ વિકિન્સને ગીતાનો જે અનુવાદ કર્યો છે, તેની ભૂમિકા પૈરન હેસ્ટિંગ્સ સાહેબે લખી છે. એ ભૂમિકામાં તેમણે મુક્તકઠે સ્વીકાર્યું છે કે કઈ પણ જાતિને ઉન્નતિના ઉચ્ચ શિખરે ચઢાવવામાં ગીતાને ઉપદેશ અદ્વિતીય છે. અમેરિકાને સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર એમર્સન તે ગીતાના પુસ્તકને પોતાની દષ્ટિ સમક્ષજ રાખતા હતા; કેમકે ગીતાને તે સમગ્ર વિશ્વના સાહિત્યમાંનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ અને માનવના ચિંતનની તથા અનુભવની સૌથી મહાન સંપત્તિ માનતો હતો. જ્યારે તે ગીતાના “સર્વભૂતેષુ રામાનં સર્વ મૂતાનિ વારમાિ એ લોકને વાંચતો, ત્યારે તેનું આખું શરીર પુલકિત થઈ જતું, તેનું હૃદય નાચી ઉઠતું અને તે કલાકોના કલાકો સુધી આનંદાશ્રુ વહાવતે ! તે પિતાના ગીતા-પુસ્તકને ઇષ્ટદેવની મૂર્તિ સમાન ગણતા હતો અને તે પુસ્તક અદ્યાપિપર્યત ન્યુયૅકની એક લાયબ્રેરીમાં સુરક્ષિત છે. ચીની ભાષામાં ગીતાને અનુવાદ કરનાર માણસ શ્રીકૃષ્ણના જ્ઞાન ઉપર એટલો બધો મુગ્ધ હતા કે તે દરરોજ ત્રણ–ચારવાર પ્રેમ-રુદન કરતો હતો ! ચીનાઓએ તેનું નામ “ કિષનજી '' (કષ્ણજી) પાડયું | હતું અને આજપર્યત ત્યાં એજ નામથી તે ઓળખાય છે અને તેનું અસલ નામ લુપ્ત થઈ : ગયું છે ! બાલી અને જાવા બેટની “ કવિ-ભાષામાં ગીતાના કેટલાયે ગદ્ય-પદ્ય અનુવાદ છે અને ફિલમોમાં ગીતાનાં બધાં દશ્યો દેખાડવામાં આવે છે. આ વિશાળ ભારતમાં તે ગીતાની પ્રતિષ્ઠા વેદો કરતાં પણ વધારે છે.
આપણે ત્યાંની તો વાત જ જુદી છે. અહીં તે જેણે ગીતા ઉપર કંઈ પણ લખ્યું ન હોય તે સમર્થ વિદ્વાન કે આચાર્યજ ગણાતો નથી. તેમને કોઈ પણ મત કે સિદ્ધાંત એ હેત નથી, કે જેનું તેમણે ગીતાથી સમર્થન ન કર્યું હોય; અને એ જ કારણે અતવાદી શંકરાચાર્ય, વિશિષ્ટાદ્વૈતવાદી રામાનુજાચાર્ય, વિશુદ્ધાદ્વૈતવાદી વલ્લભાચાર્ય, દૈતવાદી મધ્વાચાર્ય અને દૈતાદ્વૈતવાદી નિમ્બાર્કાચાર્ય વગેરેએ અને તેમના અનુયાયીઓએ ગીતા ઉપર એટલાં ભાષ્ય, વ્યાખ્યાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com