________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો “હું કરી અને વાઈન કદી પણ પી નથી. કેંકીને એક જાતના “ગ” તરીકે જેઓ, ઓળખે છે, તેઓ સાથે હું બેલેબલ મળતે થાઉં છું. હું નાસ્તાતરીકે ફક્ત દૂધનું એક ગ્લાસ લઉં છું. હું દરરોજ ચાર ગ્લાસ દૂધ પીઉં છું. દૂધથી શરીરને મળતું પણ એટલું બધું તે, જાણીતું છે કે તેની તારીફમાં બોલવાની હું જરૂર જોતો નથી. બાળકોથી તે અઢાએ સલામત ખોરાક દૂધજ છે.” | મુસલીનીનું મુખ્ય જમણ બપોરે બે વાગે શરૂ થાય છે. તેનું રાતનું જમણ રાતે દશ વાગેનું છે, જે માત્ર દૂધનું એક ગ્લાસ અને કટનું બનેલું હોય છે. મુસલીની કહે છે કે “દરરોજને મારે આ ખોરાક મને ઘણેજ માફક આ છે; કેમકે એથી મારું મગજ સ્વસ્થ રહેવા સાથે. તંદુરસ્ત રહે છે અને જોઈતા પ્રમાણમાં તેનું પોષણ થાય છે. મારા શરીર ઉપર ખોરાકના વધારાનો સહેજ પણ બે પડતો નથી, જેથી મારું મગજ વિચારમાટે ચપળ રહે છે. વળી મારા શરીરમાં બિનજરૂરી ખોરાકનું ઉભાણું થતું નથી અને તેનું ઝેર રફતિ રફતે ચઢી મને બિમાર પાડતું નથી. હું દરરોજ એક કલાક કસરતમાં પસાર કરું છું. મારે દરરાજને ઉપલે. ખોરાક અને કસરત મને એટલાં બધાં તો માફક આવ્યાં છે કે મને એ જાતના સાદા ખોરાકનીજ જરૂર પડે છે, એથી વધુ નહિ.”
બાળક માટેના દૂધવિષે સૂચના ઇયિન રેડ Bસ સોસાયટી” તરફથી બાળકની માવજત” ના મથાળા હેઠળ જે સૂચનાઓ કરવામાં આવી છે, તેમાંની કેટલીક સૂચનાઓ જે આજની માતાઓ માટે આવકારદાયક થઈ પડયા સિવાય નહિ રહે તે હું નીચે રજુ કરું છું--
બાળકોને ચોક્કસ વખતે ખોરાક આપવાની ખાસ સંભાળ માતાઓએ રાખવી. રડયું કે ધવરાવ્યું યા બહારનું દૂધ પાયું-માતાની આ તબેહ ગરીબ બિચારાં નિર્દોષ બાળકો માટે બહુજ નુકસાનકારક છે. આ બુરી તબેહથી ઘણીક વાર બાળકોનાં મરણ નીપજેલાં નોંધાયા છે. જે બાળકને માતાના દૂધનો કુદરતી ખોરાક મળતું ન હોય, તે બાળકના ખોરાકના સંબંધમાં માતાઓએ ખાસ કાળજી રાખવાની અવશ્ય જરૂર છે. બાળ માટેનું દૂધ તાજું અને મીઠું હોવું જોઈએ. તે વાસી નહિ હોવું જોઈએ. કેમકે દૂધમાં થતાં જતુઓ તેમને પુષ્કળ નુકસાન કારક થઈ પડે છે. બાળકને દૂધ આપવાના વખત વચ્ચે માતાઓએ ઉકાળી ઠારેલું પાણી પાવાને ભૂલવું જોઈતું નથી. બાળકે દૂધમાટે જેટલાં રડે છે તે કરતાં પાણી માટે વધારે રડે છે, એ દેશી માબાપે સમજતાં નથી. બાળકો માટેનું દૂધ હમેશાં ઢાંકેલું રાખવું અને તે પણ ઠંડી જગએ. તે આઈસ બોક્ષમાં રાખવું વધુ લાભકારક થઈ પડે છે, પણ આઈસ બસ ન હોય. તે દુધ બાટલીમાં યા બરણીમાં રાખવું અને તે ઠંડા પાણીમાં ઉભી મૂકવી. ખૂબ ધ્યાને . રાખવું કે, આ વખત સુધી બાળકો માટેનું દૂધ ઠંડુ રાખવું.
વળી યાદ રાખવું કે, બાળકને દૂધ આપવા આગમચ બાટલી અને બોટણી (નીલ) ઉકાળ-. વાને ભૂલવું નહિ. એ માટેની રીત નીચે મુજબ છે.
બાળકો માટેના દૂધની શીશી કેમ ઉકાળવી બાળકો માટેના દૂધની શીશી અને તેની બોટણી કેમ ઉકાળવી તે બાબત ઉપર હું આવું છું.. (૧) દૂધની શીશીમાં આગલા ખોરાકનું દૂધ વધ્યું હોય તે ફેંકી દેવું. (૨) શીશી બિલકુલ સ્વચ્છ થાય ત્યાંસુધી તેને ઠંડા પાણીથી ખૂબ વીછળવી.
(૩) એ પછી ગરમ પાણીમાં બાઈકાર્બોનેટ ઍફ સેડાની ચમચી નાખી તે વડે શીશીને સાફ કરવી. “બાઈકાર્બોનેટ ઍફ સેડા” ન હોય તે લાકડાંની રાખ પણ ચાલી શકશે.
(૪) એવીજ રીતે બોટણીને અંદરથી અને બહારથી સાફ કરવી. (૫) શીશી અને બટણી એ બંનેને ઉકાળેલા પાણીના વાડકામાં મૂકે, પાણીમાં દર શેર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com