________________
તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ પાણી દીઠ એક ચમચો “સોડા બાઈકાર્બ નાખવો અને જ્યાં સુધી તેમની જરૂર પડે ત્યાં સુધી તેમાં બંને રાખી મૂકવાં.
(૬) આ પ્રમાણે દરરોજ એક વખત કરવું.
બાળકો અને એરડીકું તેલ નાનાં બાળકોને ઝાડે (જલાબ) લાવવા માટે માતાઓ મોટા ભાગે એરંડીઉ તેલ આપે છે, પણ માતાની આ ટેવ વખતના વહેવા સાથે બાળકને વધુ કબજીઆત બનાવે છે; અને પરિણામે ગરીબ બિચારાં નિર્દોષ બાળક વધુ હેરાન થાય છે. બાળકને જુલાબ લાવવા માટે એક જાણીતો જર્મન તબીબ ભલામણ કરે છે કે, બાળકને દૂધનો ખોરાક આપવાના વખતની વચ્ચે પાણી વધુ આપવું; તેમજ દૂધ આપ્યા પછી અર્ધા ચમચાથી એક ચમચા સુધી ઑલીવ ઑઇલ આપવું. | દર ચોવીસ કલાકમાં બાળકોને એકથી ત્રણ ઝાડા થવાની જરૂર છે. ઝાડો નરમ, સુંવાળો અને રાઈના રંગને હોવો જોઈએ, જે લચકાના રૂપમાં હોવો જોઈએ નહિ. તેમાં બંધાયેલા દૂધના ગાંગડા, મળ કે કફ હોવો જોઈએ નહિ. આવા ઝાડાએ બાળકની તંદુરસ્તીની નિશાની છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે સેનેરી સૂચના ગર્ભવતી સ્ત્રીઓ માટે એક જાણીતા અમેરિકન તબીબની નીચલી સૂચનાઓ દરેક બાઈએ લક્ષમાં રાખવી જરૂરી છે -
(૧) દરરેજ ઝાડો સાફ આવે તેમ કરવું. (૨) ગુરદો જોઈ સાફ રાખવા માટે બની શકે એટલું પાણી પીવું. (૩) બની શકે એટલાં તાજાં ફૂટ અને સરકારીને ખોરાક ખાવ.
(૪) ખાસ કરી બાળકને જન્મ આપવાના મહિનાઓમાં ભારે અને ચીકાશદાર ખોરાક લેવાથી પરહેજ રહેવું.
(૫) રાતનું ભોજન ભારી ખોરાકનું લેવું નહિ.
(૬) દરરોજ તાજી ખુલ્લી હવામાં ચાલવાની કસરત લેવી. આ ઉપરાંત દરરોજનું કામકાજ કરતાં રહેવું.
(૭) એારડાની બારીઓ ખુલ્લી રાખીને રાતે ઉંઘ કહાડવી, જે ઓછામાં ઓછી ૮ કલાકની હોવી જોઇએ.
(૮) દરરોજ નહાવાની અને ઍવટનાં અઠવાડીઓમાં ગરમ પાણીમાં બેસવાની તબેહ રાખવી. (૯) કોઈ પણ જાતનાં ટાઈટ તતરબંધ કે વજનમાં ભારી કપડાં પહેરવાં નહે. (૧૦) દાંતને પૂર તંદુરસ્તીમાં રાખવાનો મજબૂત પ્રયાસ કરવો. (૧૧) ચોક્કસ વખતના અંતરે ડોકટર પાસે પિશાબ તપાસાવવામાં ઘણો લાભ સમાયેલો છે. X
X મેલેરીઆને રામબાણ ઈલાજ-સાધારણ મીઠું જાણીતા તબીબ ડૉ. બ્રક જેણે મેલેરિયાને મારી હઠાવવાને ઘણાં વર્ષો સુધી હંગરી, અમેરિકા વગેરે અનેક સ્થળોએ સંખ્યાબંધ અખતરાઓ કર્યા છે, તેણે મેલેરિયાના સાધારણ નીમક (મીઠું) જેને તબીબી ભાષામાં “સોડિયમ રાઈડ' તરીકે ઓળખવામાં આવે છે, તે રામબાણ હોવાનું જાહેર કર્યું છે. આ ઈલાજ કઈ પણ પ્રકારના મેલેરિયાના તાવ ઉપર ફતેહમંદ પૂરવાર થવાની તે ખાત્રી આપે છે. આ તબીબ જણાવે છે કે, આ લિાજથી માત્ર ૪૮ કલાકમાં દર્દી સાજો થઈ શકે છે; એટલું જ નહિ પણ તેની ઉપર બીજી વાર તાવ હુમલો કરતો નથી. વધુમાં તે જણાવે છે કે, આ ઇલાજ દર્દી પર બે વાર જવલેજ અજમાવવો પડે છે. તે કહે છે કે, આ ઇલાજથી હંગરીમાં હજારો દર્દીઓ આ તાવના ચાલુ મારાથી સદાના બચી ગયા છે. અમેરિકાના ગરમ દેશે જ્યાં આ તાવ જેણે એક વાર ભારે ત્રાસ ફેલાવ્યો હતો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com