________________
૨૮૯
તંદુરસ્તી સાચવવા માટે ઉપાય-ઉપવાસ મારું સામાન્ય વજન ૧૬૦ રતલ છે, તે ઉપવાસમાં ૧૪૦ થઈ જાય છે. આપનું વજન તો, આપના ચિત્ર ઉપરથી જોતાં બહુ ઓછું જણાય છે, એટલે આપે સાત દિવસથી વધારે ઉપવાસ ન કરવા જોઈએ.
ઉપવાસમાં હું કશુંજ ખાતે નથી, માત્ર ૫ થી ૭ રતલ વરાળને ઠંડું પાડેલું પાણી પીઉં છું, જરૂર પડે તે સહેજ લીંબુનો રસ ઉમેરૂં. હું દરરોજ કપડાં વિનાના મારા શરીરનું વજન લઉં છું અને રાજ અર્ધી રતલ વજન ઓછું થાય છે. ૧૯૦૭થી હું ઉપવાસ કરું છું. શરીરની સામાન્ય સ્થિતિ અને મનને જરૂર જણાય તે પ્રમાણે, દર વર્ષે ૪ થી ૭ વાર, ૩, ૭, ૧૦ અને ૧૫ દિવસના ઉપવાસ કરું છું; એટલે વર્ષમાં ૪૦ થી ૬૦ દિવસના ઉપવાસ થાય છે. કેટલીક વાર ઉપવાસ કર્યો વિના ચાલતું જ નથી અને તે સમયે કાંઈ પણ ખાવું ભાવતું નથી, એટલે છેલ્લાં ૨૦ વર્ષમાં મેં
એક ઉપવાસને અનુભવ લીધો છે. ટુંકામાં ટૂંકા ૩ દિવસના અને લાંબામાં લાંબા ૧૬ દિવસના. હમણાં ઉપવાસવિનાના ત્રણ મહિના પછી મારું વજન ૧૬ ૦ રતલ છે અને મને ઉપવાસ
ઈરછા થઈ છે.•••••••••સામાન્ય રીતે ભાષણ આપવાને માટે લાંબે પ્રવાસે નીકળે : છું, ત્યારે હું ઉપવાસ કરું છું. કામ કરવાની તીવ્રતા ઉપવાસથી ઓછી થવાને બદલે વધે છે. હમણું મને થાક લાગે છે અને ઉંઘ જણાયા કરે છે; કારણ ૧૦૦ દિવસથી વધારે પ્રવાસ થઈ ચૂક્યો છતાં ઉપવાસ નથી કરી શક્યા..........શારીરિક વ્યાયામ માટે નવરાશ નથી મળતી; એટલે ઉપવાસ ન કરું ત્યારે વજન વધારા પડતું વધી જવાનો ભય રહે છે. સંભવ છે કે, વ્યાયામ એ છે મળવાને લીધે અને બરાક ઓછો ચવાવાને લીધે વજન વધી ગયું હશે. સ્વભાવે હું ઓછું ખાનારો નથી અને વારસે પણ મને એજ મળે છે. ખોરાક ઓછો કરતાં મને લાંબા સમયની તાલીમની જરૂર પડી અને આજે પણ ૬૫ વર્ષની ઉંમરે ખોરાક જીભને ગમે તો ખૂબ ખવાઈ જવાય છે. •••••••••પેટ સાફ કરવાનો મારો અર્થ એ છે કે, નીચેના ભાગ વાટે પાણી લેવું, જેમાંનું કેટલુંક મૂત્રાશયમાં ભરાઈ રહે છે અને બાકીનું થોડા વખતમાં અઢારે નીકળી જાય છે. એનીમા ૩ થી ૩ ફુટ ઉંચે રાખું છું. ખુલે શરીરે એનીમા” લઉં છું. અમુકજ પાણી પીવું એવી ભલામણ હું ન કરું. રચિ પ્રમાણે પીવાય. પહેલાં હું રા રતલ પાણી લઉં છું અને તે નીકળી જાય એટલે અનેક વાર પાંચથી સાત રતલ પાણી લઉં છું, તે એટલે સુધી કે આખરે પાણું તદ્દન સ્વચ્છ નિર્મળ નીકળે છે.........ઉપવાસના પરિણામમાં શરીરમાં વધારે સ્કૂર્તિ આવે છે; એટલુંજ નહિ પણ જે આત્મશુદ્ધિ માટે ઉપવાસ કરીએ તો અધ્યાત્મદષ્ટિ પણ ખુલે છે. મને જ્યારે હૃદય કે બુદ્ધિની ગુંચ આવે છે, ત્યારે હું ઉપવાસ કરું છું; કેાઈ વિરોધીની સામે ઝૂઝવાનું હોય તો હું ઉપવાસ કરું છું. ઉપવાસ અને પ્રાર્થનાથી અનેક મુંઝવણ અને વિટબણાએ ટળે છે.”
આ દિશામાં જે પ્રયોગ કરી રહ્યા છે તેવા વાચકને ઉપયોગી થાય એટલા હેતુથી આ કાગળ હે પ્રસિદ્ધ કરું છું. ઉપવાસની શરીર અને નીતિ ઉપર થતી અસર તે રોજ રોજ સ્વીકારાતી જાય છે. ઘણાંએ દર્દોમાં અનેક દવા અને ભયંકર ઇજેકશનોના કરતાં વિવેકપૂર્વક કરેલા ઉપવાસ વધારે અસરકારક ઇલાજ નીવડે છે. “ભયંકર ઈજેકશને કહું છું તે એટલા માટે નહિ કે તેથી દુઃખ થાય છે, પણ તેથી અનેક નવી ઉપાધિઓ વધે છે. દવાઓથી કેટલું નુકસાન થાય છે તેની આપણને પૂરી ખબર પડતી નથી; પણ ઉપવાસથી નુકસાન થવાના ઘણા દાખલા ભાગ્યેજ આપી શકાશે. ઉપવાસ કરનારાઓની કૃર્તિ વધ્યાનો તો લગભગ સૌનેજ અનુભવ છે; કારણ શરીર અને મનને સાચો આરામ ઉપવાસમાંજ મળી શકે છે. કેવળ કામ કરવાનું બંધ કરવાથી ભાગ્યેજ આરામ મળે છે, કારણ ઘણુ દાખલાઓમાં તે પાચનયંત્રના ઉપર ખૂબ કામને બેજે ૫ડેલા હોવાથી તેને જ આરામ આપવાની જરૂર હોય છે.
ઉપવાસની નીતિ ઉપર ઘણું અસર થાય છે, પણ તે એટલી જ સહેલાઈથી સિદ્ધ નથી થઈ શકતી; કારણ નીતિનાં પરિણામ આવાને માટે મનને પણ સહકાર જોઈએ અને ઉપવાસમાં આ
ણને ભય રહે છે. ઘણુ દાખલા હું જાણું છું, કે જેમાં આત્મશુદ્ધિઅર્થે વધારે પડતા ઉપવાસ કરવામાં આવ્યા હતા. અમુક હદ સુધી એ બહુ કિંમતી છે, જે ઉપવાસ કરનારને પોતાના શુ. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com