________________
૨૮૩ "
અનુભવેલા સાદા અને સહેલા ઉપાશે ૧૨૬–અનુભવેલા સાદા અને સહેલા ઉપાય
( “સ્ત્રીચિકીત્સક”ના આગસ્ટ સન ૧૯૨૬ ના અંક ઉપરથી અનુવાદ ) સર્વ પ્રકારની ખાંસીની ગોળી– કાળાં મરી અને પીપર એકેક તેલો, જવક્ષાર અર્થે. તેલો અને દાડમનાં છોડાં બે તોલા, એ ચાર ચીજોને ખાંડી ચૂર્ણ કરવું અને આઠ તેલા. ગાળમાં ભેળવીને ચાર ચાર માસાની ગોળી બનાવવી. આ ગાળી મેંમાં રાખીને તેનો રસ ઉતરવા. દેવાથી સર્વ પ્રકારની ખાંસી મટી જાય છે, એમાં કંઈ પણ શક નથી.
શ્વાસ રોગ માટે ગાળી–ભેરિંગણી, જીરું અને આંબળાં, એ ત્રણે સમભાગે લઈ તેને ખાંડીને ચૂર્ણ કરી તેમાં મધ મેળવી ચાર ચાર માસાની ગોળી બનાવી રાખવી. આ ગોળી મોંમાં. રાખીને તેને રસ પેટમાં ઉતરવા દેવાથી ઊંáવાયુ, ઉંચે ચઢતે શ્વાસ, મહાશ્વાસ અને તમકશ્વાસ, એ બધા રોગ જલદીથી મટી જાય છે.
શ્વાસ ચઢીને ખાંસી આવે તેની ગેળી-સુંઠ, મેટી હરડે અને નાગરમેથ, એ ત્રણે. ચીજોનું ચૂર્ણ કરી તેમાં બમણે ગોળ ભેળવીને ચાર ચાર માસાની ગોળી બનાવવી. આ ગોળી મોંમાં રાખી તેનો રસ ઉતરવા દેવાથી સર્વ પ્રકારની ખાંસી અને શ્વાસરોગ થોડાજ દિવસમાં નાબુદ થાય છે.
ખાંસીના સરળ ઉપાય-બહેડાંનું છે અને સિંધવની કાંકરી વારંવાર માંમાં રાખી તેને રસ. પેટમાં ઉતારવાથી ખાંસી (ઉધરસ) દૂર થાય છે.
મરડાની ગોળી-સુંઠના ચૂર્ણમાં ગોળ ભેળવી ચાર-ચાર માસાની ગોળી બનાવવી અને દિવસમાં ત્રણ વાર એક એક ગોળી ખાવાથી મરડામાં આરામ થાય છે.
અજીર્ણની ગોળી–ગળ અને પીપરના ચૂર્ણની ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી. અજીર્ણ મટી જાય છે.
મૂત્રકૃચ્છ ઉપર ગોળી--ગોળ અને વાટેલા જીરાની ગોળી બનાવી તેનું સેવન કરવાથી: મૂત્રકૃચ્છ મટી જાય છે.
હરસ ઉપર ગોળી–નાની હરડેના ચૂર્ણમાં ગોળ મેળવી ગોળી બનાવી તેનું સેવન કરવાથી હરસ નાબુદ થાય છે.
સર્વ પ્રકારના હરસ ઉપર ગોળી–સુરણને સૂકવીને તેનું ચૂર્ણ કરી તે ચૂર્ણ ૩૨ તોલા. લેવું. ચિત્રકનાં છોડાં ૧૬ તોલા, સૂંઠ ૪ તેલા અને કાળાં મરી બે તોલા લઈ બધાનું ચૂર્ણ કરી તેની બરાબર ગાળ મેળવી ગોળી બનાવી, તેનું નિત્ય સેવન કરવાથી સર્વ પ્રકારના. હરસ મટી જાય છે.
વહેતો ઘા, નાસુર અને ફેલા ઉપર મલમ-ચંબેલીનાં પાન, લીમડાનાં પાન, પરવળનાં પાન, હળદર, દારુહળદર, કડુ, મજીઠ, જેઠીમધ, મીણ, કણજીયાં, ખસખસ, અનંતમૂળ અને મોરથુથ, એ બધી ચીજો છ છ માસા ૯ઈ તેનું ચૂર્ણ કરી પાણીમાં ચટણીની જેમ લસોટવું અને તેમાં ચારગણું ગાયનું ઘી બરાબર ભેળવીને આખો દિવસ તડકામાં રાખી મૂકવું. બીજે દિવસે ધીરે તાપે તેને ગરમ કરવું અને સઘળું પાણી બળી જાય તથા માત્ર થીજ બાકી રહે એટલે તે ઉતારી લઇને શીશી અથવા ડબ્બીમાં ભરી લેવું.
આ ઘી નાસુરના ઘામાં ચેપડવાથી નાસુરનું ગમે તેવું દર્દ પણ થોડાજ દિવસમાં મટી જાય છે. દરેક જાતના લીલા ગંભીર ઘા કે જેમાંથી પરૂ વહેતું હોય, ખૂબજ દુઃખ થતું હોય, તેને પણ જલદીથી આરામ થાય છે.
સર્વ પ્રકારની દાદર માટે તેલ-હળદરને પાણી સાથે ચટણીની જેમ લટવી. તેનાથી ચારઘણા સરસવના તેલમાં તે લસેટેલી હળદર ભેળવી દેવી. પછી તેલ કરતાં ચારગણાં આકડાનાં પાનનો રસ નાખીને તેલને ધીમે તાપે ગરમ કરી બધું બળી જઈને તેલજ બાકી રહે ત્યારે ઉતારી લઈ ગાળીને શીશીમાં ભરી રાખવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com