________________
પીપળાનું લાકડું, ગુંદર અને ટીશીઓને ઉપયોગ
૨૫ ગોળીઓને દાંત નીચે દબાવીને સૂઈ જવું. આથી દાંત ઘણાજ મજબૂત થાય છે.
દાંતનું હાલવું-દશમૂળના ક્વાથમાં તેલ અથવા ઘીને પકાવીને દાંત ઉપર રોજ ચેપ-- ડવાથી દાંત હાલતા બંધ થાય છે. આ તેલ દાંતને મજબૂત બનાવવા માટે ઉત્તમોત્તમ ઔષધિ છે..
દંતમંજન-પીપર, સિંધવ, ઘેલું જીરૂ-એ ચીજે સમભાગે લઈ તેનું ચૂર્ણ દાંતોએ ઘસવાથી દાંત સાફ થાય છે.
ગુદા પાકે ત્યારે–પરવળનાં પાન, જેઠીમધ અને મહુડાને પાણીમાં રાંધીને તે પાણીથી ગુદા ધોવાથી પાકેલી ગુદામાં ફાયદો થાય છે. બીજી દવા-બકરીના દૂધમાં મધ અને સાકર મેળવીને ગુદા દેવાથી પણ ગુદાપાકમાં ફાયદો થાય છે.
વિંછી કરડે તેના ઉપર–અંજીરનું દૂધ ઘસવાથી ફાયદો થાય છે. ધોળા કાઢ ઉપર કાચાં અંજીરને વાટી કેટલાક દિવસ સુધી ચોપડવાથી ફાયદો થશે..
પથરી રેગ-તલસરની કુપળાને છાયામાં સૂકવી તેની રાખ કરવી અને ત્રણ માસા (પાવલીભાર) રાખ મધમાં રોજ ખાવાથી પથરીમાં ફાયદો થશે. બીજી દવા-મૂળાનાં પાનનો રસ કાઢીને એક અઠવાડીઓ સુધી પીવાથી પણ પથરી તૂટી જઈને બહાર નીકળી જાય છે.
ઉન્માદરેગ–મૂછ અથવા ઉન્માદ (ગાંડપણ) થાય ત્યારે ચૂનો અને નવસાર સમભાગે મેળવી સુંઘાડવાથી ફાયદો થાય છે.
દમગ-દમમાં નવસારની ધુમાડી પાવી ફાયદાકારક છે. જળ-સીરકામાં નવસાર મેળવી કોગળા કરાવવાથી ગળે ટેલી જળો બહાર નીકળી જાય છે. મેતી નવસારનું અંજન ફાયદાકારક છે.
પેટના કરમી આ–ઓછી પાચનશક્તિને લીધે બાળકના પેટમાં કરમીઆ થાય તો ડુંગળીને રસ પાને ફાયદાકારક છે.
નાકમાંથી લોહી નીકળવું–જે નાકમાંથી લોહી પડે તો અર્ધો તોલો ફટકડી એક તાલા પાણીમાં ઓગાળીને તે વડે નાક ધાવાથી અને તે પાણી સુંઘાડવાથી ફાયદો છે. બીજી દવા–સૂકાં આમળાં ઘીમાં શેકીને પાણી સાથે વાટી તેને લેપ કરવાથી પણ નાકમાંથી લોહી ૫ડતું બંધ થાય છે.
૧૨૭–પીપળાનું લાકડું, ગુંદર અને ટીશીઓનો ઉપયોગ
પીપળાના લાકડાને પ્યાલો બનાવી તેમાં રાત્રે પાણી ભરીને પ્રાતઃકાળમાં પીવું અથવા તેમાં થોડી વાર દૂધ ભરી રાખીને તે પીવાથી માથામાં તાજગી આવે છે અને વીર્ય દઢ થાય છે. તેમજ ચામડીનાં દરદો નાબુદ થાય છે. પ્રાચીનકાળમાં દેવતાઓ સોમરસ પણ પિંપળાના વાસણમાં પીતાં હતા.
પીપળાના ગુંદરમાં અને તેના ફળમાં પુત્પાદક શક્તિ હોય છે. પક્ષીઓ પણ તે બહુ ખાય છે. તે ખાવાથી પક્ષીઓમાં પણ કામશક્તિ જાગૃત થાય છે. પીપળાના ગુંદરને છાંયડામાં સૂકવી વાટીને તેનું ચૂર્ણ કરી રાખવું. તે ચૂર્ણને શીરો બનાવીને ખાવાથી શક્તિ ખૂબ વધે છે. પ્રદર. રોગમાં બહુ ફાયદાકારક છે, કમરનાં દર્દી અને મેંનાં ચાંદાં પણ મટી જાય છે; પીંપળાનાં ફળના ચૂર્ણમાં સમભાગે સાકર ભેળવી દૂધ સાથે ફાકવાથી અથવા મધની સાથે ચાટવાથી પણ શીરાના. જે ફાયદો કરે છે. નાનાં નાનાં બાળકે અને ગર્ભવતી સ્ત્રીઓને તે વધારે ફાયદો કરે છે.
પીંપળાનાં કોમળ પાન વાળી ટીશીઓને ઉકાળીને તે ઉકાળેલા પાણીમાં સાકરની ચાસણી કરી તેમાં બાફેલી ટીશીઓ નાખી તેને મુરઓ કરવો. આ મુરબ્બાથી વીર્ય મજબૂત થાય છેઅને તે બંગ (કલાઈ), લોહ અને સુવર્ણ ભસ્મ કરતાંયે વધારે શક્તિ આપે છે.
( સ્ત્રી ચિકીત્સકના એક અંકપરથી અનુવાદ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com