________________
૨૫૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો બધુંયે જાણે કોઈ ગત જુગની વસ્તુ હોય તેને તે પૂજાય, પણ અમલમાં મૂકી ન શકાય એવી આજે મનોદશા પ્રવર્તે છે. આપણો જુવાન આજ રામાયણ-મહાભારત સાંભળતો નથી; અર્જુન અને ભીમનાં પરાક્રમો એના કાન ઉપર પડતાં નથી; એને ભાગ્યે આજે માણભટ્ટની કથાઓ નથી; એટલેજ આજે એની રમતોમાં એ અભિમન્યુના ચક્રાવા અદશ્ય થયા છે. તીરકામઠાં એ કોઈ પ્રદર્શન જેવી ચીજ થઈ રહી છે, એટલે જ એ આજે કઈ વૃદ્ધની ચાલે વાંકો વાંકો--માંદે માંદો ચાલે છે અને બીજા કોઈ સિપાઈની ચાલે ચાલતા હોય તેની મજાક કરવા દોડે છે.
જાણે આપણું મર્દાનગીના કિલ્લાના પહાણ ઉખડી ઉખડી પડી રહ્યા છે; જાણે આપણે આ દેશ કોઈ ઉંડી અને ઉંડી–પાછા નીકળી ન શકીએ તેવી અગાધ ખાઈમાં પડી રહ્યો છે. ડુંગરે ડુંગરાની કાંકરીએ કાંકરી સાથે દોસ્તી ધરાવનારા, જંગલોની ડાંખળીએ ડાંખળીએ બેસી એનાં પાંદડાં અને વનફળ ઉપર દિવસના દિવસે ગાળનારા, પ્રતાપ અને શિવાજી આજે ભૂલાતા જાય છે. આપણે ક્ષત્રીસમાજ પણ તેને ધર્મ ભૂલતે જાય છે. એ સમાજને પણ આજે સિપાઈગીરી કડવી, દરજજાને હાનિકારક લાગે છે. ભારતવર્ષનું ભાવી કોઈ કાળી, અતિ કાળી, અચળ, પાકાશને ગુણવાળી કાળી શાહીથી લખાતું જાય છે. ભારતવર્ષમાં એનાં બરાં-છોકરાંની આબરૂનું મર્દની માફક રક્ષણ કરવા જેટલી તાકાત પણ આજ નથી રહી; અને એના જુવાનની તો એવી " અરી દશા થઈ રહી છે કે એ જવાનની સંતતિ પશુની ગુલામી કરતાં પણ વિશેષ ગુલામી સહન કરવા તૈયાર થશે, એવી ભીતિ ખડી થઈ છે.
આવાજ ભય ઈટલીના ભાગ્યવિધાતાઓને આજથી ૭-૮ વર્ષ પહેલાં લાગ્યા. ટીલી તેમણે ગુમાવ્યું. યુરોપના મહાન યુદ્ધને અંતે તેનો દરજજે હલકો પડે. એ વખતે એના પુત્રામાં સાચી ભાવના જાગી. એમણે નાટકે અને સીનેમાં બંધ કર્યા; મોજશેખનાં સાધનો તરફ અભાવ ફેલાવ્યો: સમસ્ત જનતાને લશ્કરી તાલીમ તરફ દોરી. સિપાઈનાં કપડાં પહેરવાં, સિપાઈઓની ચાલે ચાલવું, સિપાઈઓની છાવણીમાં રખડવું, એ નવો આદેશ થયો. શ્રીમંત અને ગરીબ સૌ એ માર્ગે દોડજા, આખું ઈટલી જાણે લશ્કરી છાવણુસ્વરૂપ બની ગયું, ઈટલીની આખી જુવાની જાણે. છલકાઈ ઉઠી અને આજ સાત વર્ષમાં સમસ્ત યુરોપમાં ભય પેઠે છે કે, ઈટલી શું કરશે ? ઇટાલીએ એ વસ્તુને માત્ર આદશ-દૂર દૂરના ભવિષ્યના દિવસે અમલમાં મૂકવાની આકરી વસ્તુ ન માની, પણ તેનો તત્કાળ અમલ કર્યો અને આખો જીવનપલટો સાધી લીધો.
આપણું દેશની મનોદશા આપણે પણ ફેરવવાની છે. અક્ષરજ્ઞાન, વિદ્વત્તા, નોકરી, કોમળતા. એ બધું આજ આપણું દેશને કેાઈ ભયંકર મહામારી જેવું થઈ પડયું છે, તેને ફેંકી દેવાની જરૂર છે. ભલે ઘડી વાર આપણે ભણતર ભૂલી જઈએ; ભલે ઘડી વાર હેરાન થઈ જઈએ. આપણા દેશને સ્વતંત્ર બનાવવો હોય, આપણે ગુલામ મટવું હોય, આપણે આપણું સ્વાધીનતા જમાવવી હોય, તો તેને માટે તે સર્વત્ર અરાજકતાને માટે પણ તૈયાર થવું પડશે. આપણાં ધરબાર ભલે લુંટાઈ જાય, આપણે બધા જગતના ચોકમાં ભલે રખડતા થઈ જઈએ, આપણા કકડાબુકલા માટે આપણે જંગલનાં ફળફૂલ ઉપર આધાર રાખવાનું છો વખત આવે; એ બધું નહિ થાય ત્યાંસુધી, આ પરાશ્રયની ભ્રાંતિનો નાશ શી રીતે થવાનો હતો ? જ્યારે પોલિસનું રક્ષણ ન હોય, જ્યારે આપણી બુમ સાંભળીને મદદ કરવા દોડી આવનાર કોઈ સરકાર ને હય, જ્યારે આપણી તિજોરી. અને આપણે કુટુંબ આપણું પિતાના બાવડાના બળ ઉપરજ જીવી શકે એ સમય આવ્યે હાય:: ત્યારે જ આપણી શક્તિ-અશક્તિની સાચી પરીક્ષા થાય, ત્યારે જ આપણી આંખો ઉઘડે. આપણું દેશમાં પેઠેલા દર્દની સાચી પરીક્ષા તે દહાડેજ થવાની. આજ તો કોઈ એ દર્દની હયાતી પ્રત્યે લક્ષ આપતું નથી. પ્રભુને પ્રાથી એ કે, એ દર્દ સમજનાર આપણું થડા દેશહિતૈષીઓની બૂમ સંભળાય. ઠેર ઠેર અખાડા, ગબ્લર્સ અને સ્કાઉટની પ્રવૃત્તિ જોર પકડે, આપણે જુવાન એ ઘરનો ઉંદર નહિ, પણ અખાડાના પહેલવાન, છાવણીને સિપાઈ અને વેરાનમાં રખડનાર વીર બને, એવી ભાવના ચેતરફ ફેલાય, રાજકેટનું અનુકરણ ઠેર ઠેર થાય અને અક્ષરજ્ઞાનના ભ્રામક: પડદાઓ તૂટી આપણી સ્થિતિનું સાચું જ્ઞાન આપનારી નવી દુનિયા અમારા દેશને સાંપડે. પ્રભુ પાસે અમારી એ પ્રાર્થના છે, અમારાં ભાઈબહેન પાસે અમારી એ ભિક્ષા છે.
(“સૌરાષ્ટ્ર” તા. ૩-૩-૧૯૨૮ નો મુખ્ય લેખ),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com