________________
શાહી સીતાની સામે સુઝનાર
૨૪૩ હજરત મુસ્લીમ બીન અકીલ અજબ જવાંમર્દીથી જંગ ખેલી રહ્યા હતા. એમનું ધ્યાન કેવળ સમશેર ચલાવી શીર જાદાં કરવામાંજ હતું. એવામાં થોડા જોડેસ્વાર જગમાંથી લાગ જોઈ નાસી ગયા. એમણે સેનાપતિને હજરતની કાતીલ બહાદૂરીની ખબર આપી. થોડી વાર થઈ કે તરતજ તાજા તાજા દોઢસે ઘોડેસ્વારો તબડાટી કરતા આવી પહોંચ્યા. એમણે આવતાંતજ હજરત ઉપર દરથી તીરાનો વરસાદ વરસાવ્યો, પથરાએાનો ધધમાર હલ્લો ચાલુ કર્યો, લડાઈના કાનનોથી ઉલટા જઈ એમણે આમ બેવફાઈથી જંગ આદર્યો, ત્યારે હજરત શાંત બનીને ઘોડા ઉપર બેઠા રહ્યા.
' જ સનનન ! ” કરતો એક જંગી કાળમીંઢ પહાણો આવીને હજરત મુસ્લીમ બીન અકીલના કપાળમાં ઑાંટો. તીરના સતત મારથી એમનું શરીર વિંધાઇને ચારણી જેવું થઈ ગયું. ઘોડા ઉપરથી આમ ડફ દઈને નીચે પડયા; પરંતુ ભીંતને ટેકો દઈ બેસી ગયા. ફૂટેલા કપાળમાંથી વહેતા લોહીથી તેમની સુરત લાલ ચણોઠી જેવી બની રહી.
ઓચિંતોજ એ દિવાલ આગળથી એક માણસ નીકળે. એણે પિતાની સમશેર સોઈ ઝાટકીને મુસ્લીમ બીન અકીલને લગાવી. હજરતનો હઠ લઈને તલવારનો એ ઘા ચાલ્યો ગયો. છેલ્લી ઘડીએ આમ ચારે કોરથી ઝટકા સહન કરતા તે દિવાલને ટેકે દઢ થઈ બેઠા રહ્યા. '
ઘોડેસ્વારોએ આવીને તેમને ઘેરી લીધા. તેમને મુશ્કે ટાટ બાંધી સાંટિયા ઉપર બેસાડીને જુલેમગાર સરદાર એબદુલ્લાહ પાસે લઈ ગયા.
મુસ્લીમ બીન અકીલને શ્વાસ રૂંધાતે હતો. એમની કાયા ઉપરના અપરંપાર ઝબ્બે -ડરતા હતા. મોત એમનાથી બહુ દૂર નહોતું. એમણે એબયદુલ્લાહને કહ્યું –
જાલીમના ઓ દૂત! યાદ રાખજે કે, આખરે સત્યનો જ વિજ્ય છે. કુફા અને શામના ખરા માલેક તે હજરત ઈમામ હસેન જ છે. થોડા વખતમાં તારા સીતમગાર સુલ્તાનના તખ્તનેએ તારાજ કરશે.
બદુલ્લાહ લાલચોળ થયા. એણે બરાડે નાખેઃ “નાપાક આદમી ! અત્યારે તને આરે ઉભે છે. છતાં તારું ગુમાન નથી જતું. તારી લાશને તો ગીધ–ગરજા આગળ ફડાવી નાખવી જોઈએ.' એમ કહીને તેણે પોતાના માણસને હુકમ આયો–
“આ બંડખોરને કોઠા ઉપર લઈ જઈ તેનું માથું વાઢી તેની લાશને નીચે ખાઈમાં ફેકી દો.” - મુસ્લીમ બીન અકીલને તો જીંદગીની પરવાહ નહોતી; પરંતુ એમને છેલ્લી એક બે ઇચ્છાએ રહી જતી હતી, એટલે એમણે કહ્યું – - “શયતાનના ઓ સાથી! હું આ જીદગીને ચાહત નથી, પણ મારે છેલ્લી વસિયત કરવી છે; માટે કોઈ કુરેશીને બોલાવી આપ.”
એબયદુલ્લાહે મુસ્લીમ બીન અકીલની આ છેલ્લી માગણીને સ્વીકાર કર્યો. કુરેશી આવ્યો. સૌને એમ થયું કે, મરતાં મરતાં પણ આ ઓલીઆને સ્વાર્થ સાંભરતા હશે, એટલે વસિયત કરવાનું તેને સૂઝયું છે. સૌ એકધ્યાન થઈ હજરત મુસ્લીમના છેલ્લા શબ્દો સાંભળવા ઉભા રહ્યા. મુસ્લીમ બીન અકીલે ચલાવ્યું–
અય કુરેશી ! મારા ઉપર સાતસો દરહમનું કરજ છે. ખરા મુસ્લીમ બચ્ચા ઉપર દેવું ન હોય. માટે મારી આખરી ભલામણ છે કે, મારું આ અજોડ બખ્તર વેચી નાખી, દેવાના પૈસા ભરી આપજે, એથી મારા જીવને શાંતિ થશે.”
તુરતજ મુસ્લીમ બીન અકીલને એક ચાકર કોઠા ઉપર લઈ ગયો.
એ વખતે આફતાબ મધ્ય આકાશમાં કડક તે જે પ્રકાશતો હતો. જાણે કે સત્યના સંબતી ઉપર ગુજરતો અન્યાય દેખી એને રીસ ચઢતી હોય તેમ તેની રોશની ઉગ્ર બળતી હતી, ખાઈમાં નીચે સમડીઓ ચીચીઆરી કરી રહી હતી. હજરત મુસ્લીમના જન્મમાંથી ધખધખ લેાહી વહેતું હતું. એમણે માથું નીચું નમાવી ખુદાતાલની પનાહમાં બંદગી ગુજારી
હે પરવરદિગાર ! મારા પ્યારા સરદાર હજરત ઇમામ હુસેનને તું આ ફક શયતાને ઉપર ફતેહ આપજે. એમના સર ઉપર દમાસ્કનો તાજ આપજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com