________________
~~~~
~~~
~
~~
~
~~
૨૪૨
શુભસંગ્રહ-ભાગ ત્રીજો હસેન એ યઝીદની સત્તા તોડવા પિતાના ચુનંદા માણસ સાથે કુફા તરફ કૂચકદમ ચાલ્યા આવતા હતા. કકામાં હજરત મુસ્લીમ બીન અકીલ એમના એલચીતરીકે. પ્રજાને જુલમી સુલ્તાન સામે તૈયાર કરી રહ્યા હતા; પણ એવામાં ઓચીંતુંજ યઝીદનું લશ્કર કુફા ઉપર આવી પહોંચ્યું હતું અને કફા સર કરી, તમામ દરવાજા બંધ કરાવી સુલ્તાનના એ લશ્કરને સરદાર એાબદુલ્લાહ, મુસ્લીમ બીન અકીલની શોધ કરવા લાગ્યો હતો. કુફા સર થયું છે અને એટલે જ હજરત ઈમામ હસેનમાટે કુફા આવવું અતિશય જોખમભરેલું છે, એવી ખબર ઇમામ હુસેનને પહેચાડવા માટે કઈ પણ માગે નાસી છૂટવાને લાગ શોધતા હજરત મુસ્લીમ બીન અકીલ છુપાતા છુપાતા ફરતા હતા. બે દિવસના ઉપવાસને અંતે આજે તેમણે આ ડોશીને આશ્રય લીધો. એમને પકડવા માટે તો યઝીદના વિજયી સેનાપતિ અબદુલ્લાહે ઇનામે કાઢયાં હતાં. રાત અને દિવસ તેના સિપાઈઓ ઘરઘરનાં બારણાં ઠેકી મુસ્લીમ બીન અકીલની ખેજ કરતા હતા.
પથારીમાં પડ્યો પડ્યો બિલાલ ભયંકર વિચારમાં ગુંથાયે હતો, મુસ્લીમ બીન અકીલની આજે ઘણા દિવસોથી શોધ થાય છે, એ તે જાણતો હતો. તેની તલાસ આપનારને ભારે નજરાણા મળશે, એ પણ તેને ખબર હતી. તે વિચારના ઘોડાપર ચઢો.
હવે મારું દારિદ્ય ફીટી જશે. બસ, સવારમાં સહુથી પહેલી ખબર પહોંચાડી દઉં. ” પરોઢીઆના ચાર વાગ્યા, કુકડાના પ્રથમ અવાજે હજરત મુસ્લીમ બીન અકીલ પથારીમાંથી બેઠા થયા. બેઠા થઈને એમણે પરવરદિગારની બંદગી આદરી.
ખિલાલ પણ પથારીમાંથી ઉઠા. તેની મા ઉંઘમાં ઘોરતી હતી: એટલે તે મુસ્લીમ બીન અકીલની ઓરડી પાસે ગયો. બારીની ચીરાડમાંથી તેણે અંદર નજર નાખી જોયું તો હજરત આંખો મીંચી અંદગી કરતા હતા. ઘડીભર બિલાલને દિલમાં ડંખ થયો, પણ તેની નજર આગળ સરદાર એબયબ્રાહની મહેરબાની નાચવા લાગી. મકકમ પગલે તે ધરબહાર ચાલ્યો ગયો.
હજરત મુસ્લીમ બીન અકીલ તે ધ્યાનમગ્ન હતા. ખુદાની સાથે તે એકતાન બન્યા હતા. હાથમાં તસ્બી ધીમે ધીમે ફરતી હતી, બહાર કુકડે સવારની છડી પોકારતો હતો.
મલીમ બીન અકીલે વઝીફો-નમાજ પછીની દોઆ શરૂ કરી; એટલામાં બહાર રસ્તા પરથી સંખ્યાબંધ ઘેડાના દબડાટનો અવાજ આવવા લાગ્યો. એ અવાજ નજદીક આવતો હતો.
ડોશી પથારીમાંથી સફાળી ઉઠી.
સરતાજ ! નાસો, નાસ! કેઈએ દગો કર્યો જણાય છે. અલ્યા બિલાલ, ઓ બિલાલ!” પોતાના છોકરાને ડોસી બૂમ મારવા લાગી. પણ બિલાલ કયાંથી જવાબ આપે? ડોસીએ બિલાલની પથારી ખાલી જોઈ.
યા ખુદા ! મારા હરામી દીકરાએ ગજબ કર્યો ! એણેજ બાતમી આપી દીધી ! !” ડેસી કપાત કરવા લાગી.
એટલામાં તે ઘોડેસવારો ઘરના દરવાજા નજીક આવી પહોંચ્યા. નાસવાને લગારે સમય નહોતે. અચબુચ બખર પહેરી સમશેર અને ઢાલ લઈ તેઓ બહાર નીકળી પડયા.
એમની સામે સિત્તેર સ્વાર સમશેર ચમકાવતા ઉભા હતા. સવારના આછા અજવાળામાં એ સઘળા ભયંકર ભૂતાવળ જેવા લાગતા હતા.
ખુદા તાલાહનું નામ લઇને હજરત એમના ઉપર ત્રાટક્યા. પ્રથમ ઝટકેજ પહેલા સ્વારને ઉડાવી દઈ વિજળીના વેગે તે ધેડા પર કુદ્યા અને પછી કઈ હજાર હાથવાળા મહાવીરસ્તી જેમ સમશેરના ઝપાટા બોલાવવા લાગ્યા. રસ્તો સાંકડો હતો, એટલે એમને સામાવાળાએ ઘેરી શકે તેમ નહોતા. જેમ જેમ તેમની સામે સ્વારો આવતા ગયા, તેમ તેમ તે ધડથી માથાં જૂદાં પડવા લાગ્યાં. હજરત મુસ્લીમ બીન અકીલ એક અઠંગ લડવૈયા હતા. એમની તલવાર જેના પર પડતી તે ભયભેગા થતા હતા. સ્વારો પાછા હઠવા લાગ્યા. હજરતને અજાયબ શુરાતન ચઢયું. એ તો ભાજી મૂળાની જેમ શત્રઓને વાઢવાજ માંડ્યા. દિવસ ઉગ્યો એટલી વારમાં તો તે ગલીમાં મુડદાના ઢગલા થઈ પડ્યા અને લોહીની નદી વહેવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com