________________
૨૪૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો પણ તૈયાર થયું; પણ પેલું છે. ધોળા ફેંટાવાળું લાંબું સરખું પ્રૌઢ સડકપર શું દેખાય છે ? વિઘાથીઓમાં ને શિક્ષકોમાં બાપા આવ્યાની ચર્ચા ઉલ્લાસભેર ચાલી. સડકથી આશ્રમ સુધીનો અડધો માઈલ વટાવી બાપા આવી પહોંચ્યા. આશ્રમમાં આવી વસ્તુસ્થિતિને પામી ગયા. કશું બોલ્યા નહિ. આમ ફર્યા તેમ ફર્યા, ત્યાં તો ભીલ બાળકને રસોડે જમવાનો સમય થયો. ઘંટ. વાગ્યો અને આસનો ગોઠવવામાં આવ્યાં. યુવાન શિક્ષકોએ જોયું કે, એ પંગતમાં બાપા પણ સામેલ છે. તેઓ બાપા પાસે આવ્યાં, કાલાવાલા કર્યા. પોતાની મહેફીલમાં ભાગ લેવા ખૂબ, સમજાવ્યા; પણ ઉંડા મૂક ગુસ્સાથી રાતાચોળ થઈ ગયેલા બાપા એકના બે ન થયા તે નજ થયા. આખરે, પપૈયાનું મનમોહન સિકંજબીન ભીલ બાળક સમસ્તમાં થોડું પૈડું વહેંચાયું, ત્યારેજ બાપાએ થોડું ચાખ્યું. ભીલોમાં ભીલ જેવા-એમની માફક મકાઈની થુલી, પાનીયા રેટલા ને અડદની ’ દાળ ખાતા. ત્રણ થીંગડાંવાળું ખાદીનું કરકરી કુમાશનું પહેરણ પહેરતા, ભીલેમાં ઓતપ્રોત થઈ જતા એમને જેવા એ તે આ સેવાયુગનું એક દર્શન છે.
* “બાપા, જાવ નહિ હો. આખી રાત વરસાદ વરસ્યો છે અને નદી-નાળાં બે કાંઠે ભરપૂર હશે ને હજી માં વરસાદ નથી આવતું !” આમ જન્મથીજ મીશનરીનું ઉપનામ મેળવનાર એક કુમળી વયના, પણ પુખ્ત એઠો ધરાવનાર જાંબુઆ શાળાના આચાર્યું કાકલુદીભર્યા અવાજે બાપાને વિનવ્યા. - “મગન, ગઈ કાલે તો આખો દિવસ તેં મને રોકી રાખ્યો. આજ તો ગયેજ છૂટકે.” વહેલા વહેલા ઉઠી, મીઠાનું દાતણ કરી, બકડીનું દૂધ પી, દાહોદથી તેર માઈલ દૂર, મુંબાઈ ઇલાકાને અને માળવાને છુટા પાડનારી બરાબર હદ ઉપર આવેલા આ રમણીય અર્ધા આશ્રમ : માંથી ઝટપટ બાપાએ ચાલવા માંડયું. ઘનઘોર વાદળ, મેધલી સવાર, ઝરમર ઝરમર વર્ષે મેહ, સાગરશસ્યામાંથી મહત્વના કામ માટે દોડી આવેલા નારાયણસમા વૃદ્ધ બાપાના હાથમાં લાંબો દંડ અને વરસાદ ખાળવાને શેષણ જેવી કામળીની ભીડી ઇમટી અને આસપાસ વરસાદમાં ન નીકળવા આગ્રહપૂર્વક વિનવતું પણ કહ્યાગરું સેવકવૃંદ-આ બધું કોઈ પણ પ્રકારનાં દિલને પલાળવા પૂરતું હતું. કાદવમાં લદબદ થતા, પલળતા ધીમે ધીમે બાપા આગળ વધ્યા. ખરેજ, નદીની બસ પર આવતાં જોયું તો નદી બે કાંઠે પૂરપાટ વહી જતી હતી. આ ગાંડી જંગલી નદી ભલભલાના છક્કા છોડાવી દેવા સમર્થ છે. તીરે આવેલા એક વૃક્ષ નીચે બેસી જઈ કંઈક વિચાર કર્યો અને ફરી ઉઠયા. નદીના મૂળ તરફ આગળ જતાં ક્યાંક ઉતરાશે એવી આશામાં બાપા આગળ ને આગળ ચાલવા મંડયા. ત્યાં તે કઈક જમાના પહેલાંના દુષ્કાળને એમને પુરાણે સાથી નામે રણજિત પોતાની ઝુંપડીની બાદશાહત માણતો એમને લાધી ગયેા. શિષ્ટાચાર પ્રમાણે રામરામ થયા. અનુકંપાની લાગણીઓથી આ નાનકડું ભીલ કુટુંબ આ મેધલી આફતમાં વિચરી રહેલા આ મહાપુરૂ તરફ બાધાની જેમ જોઈ રહ્યું. નદી પાર ઉતરવાના આ વૃદ્ધના દઢ, નિશ્ચયને નમતું આપી, ચાર-પાંચ પડ્યા ભીલ સાથીઓને લઈ ભીલ રણજિતે બાપાને સાથ દીધા. ઘણું ચાલ્યા બાદ, કેડ સમાણા પાણીમાં ધસમસતી ઘુઘવતી નદી વટાવી, સવારના છ વાગ્યાના નીકળેલા પાણીથી તરબોળ થઈ ગયેલે કપડે બપોરે અગીઆર વાગ્યે પાંચ કલાકે પાંચ માઈલ વટાવી, આપણું બાપા જાંબુઆથી ગરબાડા આવી પહોંચ્યા. અનેક આફતની વિકટ નદીઓ અગર જે એમના કાર્યમાં વિદન તો નાખતી હશે, તો પણ તેને તરી જવા એ ખચિતજ શક્તિમાને છે, એ પૂરવાર કરી આપવા આટલો એકજ બનાવ પૂરતો છે. આ બનાવ પછી ઘણા દિવસ સુધી વૃદ્ધ કેડ દુ:ખી છે, સારૂં બદન કર્યું છે, પણ હજી કોઈ દિવસ કાઈ સાથીને ગરભાડેથી જાંબુઆ જતાં, નદીપરનું પેલું ઝાડ વચમાં આવતાં, બાપા પુલકિત ચહેરે “આજ તે. ઝાડ” કરી નિર્દેશ છે.
(સૌરાષ્ટ્ર તા-૨૦-૧-૧૮ ના અંકમાં લેખક શ્રી. ઈશ્વરલાલ વૈધ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com