________________
૨૩૭
સેવાધર્મના સંન્યાસી ૧૫–સેવાધર્મનો સંન્યાસી
સંવત ૧૯૭૯ને હડહડતો દુષ્કાળ છે. મરેલાં ઢોરનાં ઠેરઠેર મુડદાને તો પારજ નહિ. દુષ્કાળે. રાડ બેલાવી છે. દલિતોના બાપાને કાને આ અવાજ પહોંચે છે અને આજ દુકાળમાં નવદીક્ષિત. થયેલા, સેવાની સાક્ષાત મૂર્તિસમા સુખદેવભાઈ સાથે ઝાલોદ તાલુકાની નિરીક્ષા માટે તેઓ સંચરે છે. ભગવાન સૂર્યનારાયણ આ પ્રદેશ ઉપર જાણે ખાસ ગુસ્સે થયા હોય તેમ, આકાશમાંથી ચોમેર અંગારા વરસાવી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં લૂખું સૂકું વેરાન, રસકસનું કયાંય નામ-નિશાન નહિ. આકડા દૂધવિહેણ સૂકાઈને ઉભેલા. જ્યાં જુઓ ત્યાં ઉકળાટ, ઉદ્વેગ અને આક્રંદ.
આવા વિકટ દેશકાળમાં સીમલાની શીતળ ટેકરી પરથી, ત્યાંની શીતળતા આ મભૂમિ પર પ્રસરાવવા મુદ્દામ આવી પહોંચેલા આ દેવ-પાર્ષદ શંકરપુરા નામના ભંડા-ભૂખ જેવા ગામને પાદરે આવી પહોંચ્યા, બપોરના ધગધગતા ધામમાં નરી કંગાલિયતના એાળા સમકંઈક સરી જતું જોયું.. એ શું હતું ? અન્નને અભાવે પેટ અને પીઠ જેનાં એક થઈ ગયાં છે, જળને અભાવે જેનું શરીર રસકસવિહોણું રૂક્ષ અને વસ્ત્રને અભાવે સાવ નગ્ન, એવું કેવળ હાડકાંઓનું એક માનવ-માળખું હતું. એ એક વૃદ્ધા હતી. ઢસડાતે પગે તે પસાર થઈ રહી હતી. બાપાને અણધાર્યો ભેટો થયો. આ. દશ્યથી બાપાની આંખે અંધારાં આવ્યાં, આખે હાથ દીધા અને પીઠે ફરી વસ્ત્રો પાછલે હાથે ડેસી તરફ ફેંકયાં. બાપાને પંચમહાલમાં આણી ભીલ સેવાની પ્રથમ દીક્ષા દેનારો આ પહેલે પ્રસંગ.
નીતર્યા બિલોર જેવું તમારી સામે એક સુંદર તળાવ કલ્પ. એની ઉપર મઝાની એક નાનકડી રામટેકરી અને એના શિખર જેવી ઉગતા સૂરજના રતુંબડા તાપમાં ખીલી નીકળતી એક સુરમ્ય ભીલશાળા. દાહોદથી ૧૬ માઈલ છેટે, અરણ્યમાં મૂડાહડા નામના ગામડાનું આ દૃશ્ય. વર્ષમાં ઘણી વાર આ શાળાના નિરીક્ષણ માટે બાપા આવે, તેમ આજે પધારેલા છે. હાથે પાણી લેવા ન ટેવાયેલા ભીલ બાળકને સુઘડ બનાવવા ભીલસેવામંડળની દરેક શાળામાં બાપાનું ફરમાન છૂટેલ. છે કે, શિક્ષકે જાતિદેખરેખ નીચે નિત્ય સ્નાન કરાવવું. એ પ્રમાણે આજે ભીલ વિદ્યાર્થીઓની એક ટોળી વૃદ્ધ બાપાને મેખરે રાખી સ્નાન માટે ઉતરી પડી. સૌ નહાવા લાગ્યા. એવામાં સડેલ માથાવાળું ગોબરું ભીલ બાળક બાપાની નજરે પડયું. બાપાએ એ બાળકને પ્રેમપૂર્વક ચી ચોળી ઘણી મિનિટ સુધી નવરાવ્યું-હાથ ધોયા, પગ ધોયા, ગરદન પણ ચોળી ચોળીને સાફ કરી. અને પેલું ગંધાતું માથું કશાએ સોવિના સાફ કર્યું. બાળક તો નાહી રહ્યું. તેને પિતે નહાય ત્યાં સુધી ટાઢમાં શી રીતે ભીનું રખાય ? એટલે કિનારા ઉપર પડેલો પિતાને સુઘડ ટુવાલ લઈ એ ભીલ બાળકને સારોય દેહ અને પેલું માથું ઘસી ઘસીને લૂછયાં; અને પછી બાકી રહેલું પિતાનું અડધું કોરું શરીર પાણીમાં ઝબોળી, બહાર આવી જાણે કશું જ ન બન્યું હોય તેમ તેજ ટુવાલે પિતાનું શરીર લુછયું.....સ્વામીશ્રી વિવેકાનંદજીના દરિદ્ર નારાયણ સાથે આવો અનેરો સાક્ષાત્કાર ખરેખર દુર્લભ...એ સુધરેલા વાચકો ! આ અભેદ દર્શનથી તમે શી લાગણી અનુભવો છે ? એ. એકાંતમાં તમારા અંતરાત્માને જરૂર પૂછી જોશે.
સંવત ૧૯૭૯ના આશ્વિનની વિજયાદશમી છે. ભલસેવા મંડળનું કામ હજી શરૂઆતનું છે. ૩૦ વિદ્યાર્થીઓ અને ૧૦ મેટેરા મળી ૪૦ જણ દેવગઢ બારિયાની દશેરામાં ભાગ લેવા, જેસાવાડેથી એક દિવસના લગભગ બાવીસ માઈલની ઘેર વગડાની મુસાફરી કરી લોથપોથ થઈ, એક, ઓળખીતાને મેડે પડ્યા છે. એ મેળાનું, એના “ફેસી ફેર'(જુગારખાના)નું અને એ મેળાને અંગે ઠેરઠેર મંડાતી દારૂની પરબનું વર્ણન પૂજ્યશ્રી ઠક્કર બાપાને વરદ હસ્તેજ, એક વખત “સૌરાષ્ટ્રમાં આવી ગયું છે, એટલે એ કથા અત્ર મોકુફ.
સંધ્યા વીતી ગઈ છે. સેંકડે ભીલ દંપતીઓ, ઘૂઘરમાળ બાંધી રેહવિના સૂર પૂરી, કલોલ, કરતાં, નાચતાં-કૂદતાં, સારાયે ગામમાં ઘૂમે છે. ત્યાં તે મોટી મોટી મશાલો સાથે બારિયાની “ભીલ-કાર” દેખાઈ, સવારી આવી લાગી. તાજેતરમાં જ ભીલ સેવા મંડળે છપાવેલું ભીલો માટેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com