________________
૨૩૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો - વિદ્યાથીઓની વ્યવસ્થાને માટે વિદ્યાર્થીઓમાંથીજ ૭ નિયતા નિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમાં પ્રત્યેકને છ-છ સાત-સાત વિદ્યાથી સુપ્રત કરવામાં આવ્યા છે. તે વિદ્યાથી એનાં કપડાં તથા અન્યાન્ય બાબતેને ખ્યાલ આજ નિયંતા રાખે છે. જે કંઈ વિશેષ આવશ્યકતા હોય તે નિયંતા સુપ્રીન્ટેન્ડેન્ટને સૂચિત કરે. વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવાનો અહીં પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. સંસ્થાના મંદિરની સફાઈ, દેવમંદિર તથા ગુરુમંદિરની સફાઈ, શાક લાવવું વગેરે ધણાં કામે વિદ્યાર્થીઓ જાતે કરે છે. જ્યારે રસોઈયો નથી આવતો, ત્યારે તેઓ પોતાની રાઈ પણ બનાવી લે છે. તેઓ સ્વયંપાકના અભ્યાસી થઈ ગયા છે. - આ વિદ્યાર્થીઓને દર રવિવારે વકતૃત્વ–કળાસંબંધી શિક્ષણ પણ આપવામાં આવે છે. આ કાર્ય પ્રસિદ્ધ વક્તા શ્રી મુનિ વિદ્યાવિજયજીએ પિતાના હાથમાં લીધું છે. ૪-૫ વિદ્યાથીં તે આ વિષયમાં સારી તરક્કી કરી ચૂક્યા છે.
આ વિદ્યાર્થીઓ ધર્મ–પતાકા નામનું એક હસ્તલિખિત માસિકપત્ર પણ કાઢે છે, જેમાં તેમના હિંદી, ગુજરાતી, સંસ્કૃત આદિમાં લેખે રહે છે. આવી રીતે એમની લેખનશક્તિને વિકાસ થાય છે.
વિદ્યાર્થીઓ કેવળ સ્થાનિકજ નહિ, પણ ઘણું દૂર દૂરથી આવે છે. ઘણા વિદ્યાર્થીઓ તે ગુજરાત પ્રાંતથી આવેલા છે.
હમણાં બે વર્ષોથી અહીંના વિદ્યાથીઓ કલકત્તા વિશ્વવિદ્યાલયની સંસ્કૃત પરીક્ષાઓ પણ આપવી જાય છે અને લગભગ બધાજ પાસ થાય છે. આ સંસ્થાની સાથે એક સારું પુસ્તકાલય પણ છે. અધ્યાપક અને વિદ્યાથીઓ આનાથી સારો લાભ ઉઠાવે છે. આ ઉપરાંત સંસ્થાના કમ્પાઉન્ડમાં એક સુંદર વાટિકા છે, જે હરી-ભરી અને ફળ-ફૂલી રહે છે. તેમાં વિદ્યાથીઓ ઉદ્યાન સંબંધી કળાનું શિક્ષણ પણ પ્રાપ્ત કરી લે છે.
આ સંસ્થાની વ્યવસ્થા બે કમિટિઓ દ્વારા થાય છે. એક કમિટિ શિવપુરીમાં છે, જેના સભ્ય થડાક વિદ્વાન રાજ્ય ઐફિસરો છે અને થોડા નગરના ગૃહસ્થ સજજન. બીજી કમિટિ મુંબઈમાં એડવાઈઝરી બર્ડ. * આ સંસ્થાને વાલિયર રાજ્ય તરફથી પણ સમયે સમયે સહાયતા મળતી રહે છે. ગયા વર્ષમાં આ સંસ્થાને રાજય તરફથી ૨૦૦૦ ની મદદ આપવામાં આવી હતી. સંસ્થાના બેડાંગ હાઉસમાટે જમીન પણ હમણું આપવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે, આ સંસ્થા તરફ રાજ્યની દૃષ્ટિ સારી છે.
આ સંસ્થાના સ્થાપક શ્રી વિજયધર્મસુરી હતા, કે જેઓને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તેઓ જૈનધર્મના પારંગત પંડિત અને પ્રસિદ્ધ ધર્માચાર્યા હતા. તેમનું નામ દૂર દૂર દેશમાં વિખ્યાત છે. યુરોપ અને અમેરિકાના વિદ્વાનો જેમને જૈનધર્મ સાથે પરિચય છે, તેઓ પ્રાયઃ તેમને લખ્યા કરતા હતા અને જૈનધર્મ તથા દર્શનસંબંધી પ્રનોનું તેમની સહાયતાથી સમાધાન કરતા હતા. આ રવનામધન્ય ધર્માચાર્યજીને સ્વર્ગવાસ શિવપુરીમાં સં. ૧૯૭૯ માં (૧૯૭૮માં) થયે. તેઓની પવિત્ર સ્મૃતિ સુરક્ષિત રાખવાને માટે જેનોએ એક સમાધિમંદિર બનાવ્યું છે. આ મંદિરની જમીન શિવપુરી સ્ટેશનની પાસે જે ઘણું મકાની છે, તે સિંધીયા સરકારે આપી હતી. મંદિર ઘણું સુંદર છે. એમાં ઉક્ત આચાર્ય મહારાજની દિવ્ય મૂર્તિ છે. આજ મંદિરની સાથે પૂર્વોક્ત સંસ્થાને સંબંધ છે.
શ્રી વિજયધર્મ સુરીજીના સ્વર્ગવાસ પછી આચાર્યના આસન ઉપર તેમના સુપ્રસિદ્ધ શિષ્ય શ્રી વિજયેન્દ્રરસુરી વિરાજમાન થયા, જેઓ આ સંસ્થામાં રહીને અથવા ભિન્ન ભિન્ન સ્થાનમાં જઈને ધર્મોપદેશ કરે છે. તેઓ સંસ્કૃત, હિંદી, ગુજરાતીના સારા વિદ્વાન અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યથી પણ સુપરિચિત છે. તેમની સાથે મુનિ વિદ્યાવિજયજી તથા જૈન દર્શન સાહિત્યના પ્રખર વિદ્વાન અને સુવિખ્યાત વક્તા અને અન્ય તપસ્વી સાધુ રહે છે, જેમના પવિત્ર ચારિત્રને પ્રભાવ આ સંસ્થાના વિદ્યાથીઓ ઉપર ઘણે સારો પડે છે. મુનિ વિદ્યાવિજયજીને આ સંસ્થાના આત્મા કહી શકીએ. તેઓ રાતદિવસ પરિશ્રમ કરીને સંસ્થાની દેખરેખ રાખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com