________________
૧૫૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૬૭–નિવૃત્તશિક્ષણ
કાસની રાજ્યક્રાંતિની ઘટનાના સંબંધમાં આવતી વ્યક્તિઓમાં રૂસો અને વૈોરનાં નામે પ્રસિદ્ધ છે. આ લેખકની લેખનશૈલી તેજસ્વી, જીવંત અને ક્રાંતિકારક છે. આ લોકોની લેખિનીનો. જેટલો ધાક તે કાળમાં લોકોને લાગતો, તેટલો બળવાન રાષ્ટ્રોના શસ્ત્રબળનો ધાક લોકોને લાગતો ન હતો. કૅચ રાજ્યક્રાંતિ એ આ વ્યક્તિઓના લેખનું મૂર્ત પરિણામ છે. આ બંને ગ્રંથકર્તાઓમાં રૂસો વધારે ભાવનાપ્રધાન હતો. લેખ લખવા ખાતર તેણે કદી ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. એના વિચારે એટલા બધા વધી પડ્યા કે હૃદયની અંદર રહી ન શકયા. બહાર પડવા માટે એ વિચારો વાણીને અંદરથી ખૂબ ધકેલવા લાગ્યા અને તેથી તેની ઇચ્છા ન હોવા છતાં. પણ, જવાળામુખી ફાટીને જેમ અંદરથી ધગધગતે લાવા રસ નીકળે તે પ્રમાણે–તે કરતાં એ વધારે દાહક એવા તેના વિચારો લખાણુરૂપે બહાર નીકળ્યા. તેના લેખમાં તેનું હૃદય બોલતું હતું, અને તેથી જ એ લેખ બૌદ્ધિક ને તાર્કિક દૃષ્ટિએ શ્રેષ્ઠ ન કરે તો પણ તેના લેખાએ જાણે કે જીવંત અગ્નિ જેટલી અસર કરી એ વાત ઇતિહાસને કબૂલ કરવી પડે છે. મૃતજીવન કરતાં જીવંત મૃત્યુ વધારે શ્રેયસ્કર છે, એ તેના લેખનું સૂત્ર હતું. આવા પ્રભાવશાળી, પ્રતિભાવાન ગ્રંથકારના શિક્ષણવિષેના વિચારોનો વિચાર કરવો એ આપણું કર્તવ્ય છે.
રૂસોના મત પ્રમાણે શિક્ષણના ત્રણ વિભાગ પાડવા જોઇએઃ-(૧) નિસર્ગશિક્ષણ, (૨) વ્યક્તિ શિક્ષણ અને (૩) વ્યવહારશિક્ષણ. શરીરને દરેક અવયવ પૂર્ણ રીતે અને વ્યવસ્થિત રીતે વૃદ્ધિ પામે; ઇદ્રિય ચાલાક, ચપળ, કાર્યપટુ બને; જૂદી જૂદી મનોવૃત્તિઓનો દરેક રીતે સંપૂર્ણ વિકાસ થાય: સ્મૃતિ, પ્રજ્ઞા, મેધા, કૃતિ, તર્ક વગેરે બૌદ્ધિક શક્તિઓ પ્રગ૯ભ અને પ્રખર થાય; આ બધી નૈસર્ગિક ને પ્રાકૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ સોના મત પ્રમાણે નિસર્ગ શિક્ષણમાં થાય છે. આથી જૂદા શબ્દોમાં બેલીએ તે મનુષ્યની અંદર ને અંદરજ થતી શારીરિક, માનસિક અને બૌદ્ધિક વૃદ્ધિ-આત્મવિકાસ તેજ નિસર્ગશિક્ષણ કહી શકાય. તે જ પ્રમાણે માણસને બાહ્ય પરિસ્થિતિ ઉપરથી જે જ્ઞાન થાય છે, વ્યવહારમાં જે અનુભવ થાય છે, એ બધા પદાર્થજ્ઞાનને અથવા ભૌતિક માહિતીને રૂસો વ્યવહારશિક્ષણ” એવું નામ આપે છે; અને વ્યવહારજ્ઞાનની દષ્ટિએ નિસર્ગશિક્ષણને લીધે થયેલા આત્મવિકાસને બાહ્ય જગતમાં કેવી રીતે ઉપયોગ કરો. એ સંબંધે અન્ય મનુષ્યના પ્રયત્નથી જે વાચિક, સાંપ્રદાયિક કે શાલીન (શાળામાં અપાતું) શિક્ષણ મનુષ્યને મળે છે, તેને તેણે વ્યક્તિશિક્ષણ” એવું નામ આપ્યું છે.. એટલે તેની દષ્ટિએ વ્યક્તિ શિક્ષણ એ વ્યવહાર શિક્ષણ અને નિસર્ગશિક્ષણની વચ્ચેના અકેડો છે. વાસ્તવિક રીતે રૂસોએ શિક્ષણના વિભાગ કેટલા પાડ્યા છે, એ બહુ મહત્ત્વનો મુદ્દો નથી. અમુક વિષયના અમુક વિભાગ પાડવાજ જોઇએ એ કાયદો નથી. આ બધા પ્રશ્નો સગવડના છે. અર્થાત દૃષ્ટિભેદને કારણે વર્ગીકરણ ભિન્ન ભિન્ન જાતનું થાય, એ સ્વાભાવિક છે. રૂસએ પાડેલ ત્રણ વિભાગ અવશ્ય પાડવાજ જોઇએ, એવું નથી. કારણ વ્યક્તિશિક્ષણ અને વ્યવહારશિણ બંનેને માણસ બહારથી પ્રાપ્ત કરી શકે છે. ફક્ત નિસર્ગશિક્ષણજ અંદરથી મળે છે, એમ કહી શકાય. આ દષ્ટિએ જોતાં અંતઃશિક્ષણ અને બાહ્યશક્ષણ એવા બે વિભાગ પાડવામાં શું અડચણ છે?
પરંતુ આથી પણ આગળ જઈને એમ પણ કહી શકાય કે, બાઘશિક્ષણ કેવળ અભાવાત્મક કાર્ય છે, જ્યારે અંતઃશિક્ષણજ ભાવરૂપ કાર્ય છે; તેથી અંતઃશિક્ષણ એ એકજ ખરે અને. તાત્ત્વિક વિભાગ છે. આપણે જેને બાહ્યશિક્ષણ નામ આપ્યું છે, તે ફક્ત અન્ય માણસ મારફત કે શાળામારફત જ મળે છે, એવું નથી. આ અનંત વિશ્વના પ્રત્યેક પદાર્થમાંથી એ શિક્ષણ તો મળેજ છે. એમાં કદી ભંગ થતજ નથી. શેકસપિયરે કહ્યું છે તેમ વહેતા ઝરામાં પ્રસાદપૂર્ણ ગ્રંથ ભરેલા છે, પથ્થરમાં દર્શન છુપાઈ રહ્યાં છે અને યગ્રાવત પદાર્થોમાં શિક્ષણનાં બધાં તો ભરેલાં છે. વૃક્ષ, વનસ્પતિ, ભલે, નદીએ, પર્વત, આકાશ, તારા-એ બધી વસ્તુઓ પોતે દરેક .
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat