________________
આજ અને કલ . ૭૩–આજ અને કાલ
કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતના પાયા ઉપર રચાયેલા હિંદુ તત્વજ્ઞાનના અનુયાયીઓમાટે “આજના કરતાં “આવતી કાલ” વધારે મહત્ત્વની હોય એમાં નવાઈ નથી. “આજ સાધન છે, “આવતી કાલ' સિદ્ધિ છે. “આજ' અસ્થિર, અનિત્ય છે; “આવતી કાલ’ સનાતન, નિત્ય, આદર્શ છે. હિંદુએ “આજ'ને માટે ન જીવે: “આવતી કાલ'ને ખાતર જીવે અને જરૂર પડયે “આવતી કાલ’ને માટે મરે પણ ખરા. “આજ'ના તમામ ધમપછાડા “આવતી કાલ'ની લક્ષ્યસિદ્ધિને અર્થે હોય; “આજની બધી વિળતા “આવતી કાલની પરમ શાંતિને અર્થે અનંત ભાસતું * ઘેર યુદ્ધ “આવતી કાલના ગૌરવાન્વિત વિજયને અર્થે હાય.
પ્રાચીન ભારતે “આવતી કાલના આ પ્રાણપ્રશ્નને બહુજ સરસ રીતે ઉકેલી નાખ્યો હતો. આજના જીવનને સંપૂર્ણ રીતે જીવી-જીરવી, “આજની ધાંધલમાંથી નિવૃત્ત થઈ બેઠેલા વાનપ્રસ્થ ઋષિઓના સુંદર આશ્રમમાં તે કાળે આપણી “આવતી કાલ’નું ચણતર થતું હતું. “આવતી કાલ’ના ૨વરૂપને સમજી તે પ્રમાણે તેને ઘડવાની તે ઋષિઓ પાસે શક્તિ હતી, ફુરસદ હતી અને સ્વતંત્રતા હતી. તેમની પાસે ફક્ત એકજ ધ્યેય હતું. આવતી કાલનું નિર્માણ તથા દેહિક અને ઐહિક વિટબનાવગરના એ ઋષિઓ એ નિર્માણકાર્યમાં બધી રીતે સ્વતંત્ર હતા. “આવતી કાલ” “આજના કરતાં વધારે ઉજજવળ બને, સુંદર બને, નિર્મળ બને અને ભવ્ય બને એટલી જ તેમની અભિલાષા હતી. અને એ અભિલાષામાંથી ભ્રષ્ટ, યુત થવું પડે એવું કોઈ જાતનું દબાણ તેમના ઉપર ન હતું. કેઈ સરકાર-દરબારને રીઝવવા માટે એ અભિલાષા ઉપર સીધી કે આડકતરી રીતે અંકુશ મૂકવાની તેમને જરૂર નહોતી. તેમના જીવનનિર્વાહને આધાર કોઈ સરકારદરબારોની મીઠી નજર ઉપર નહતો. તેઓ સમાજમાન્ય હતા; સમાજ તેમને અનિવાર્ય ગણતો; સમાજને મન તેઓ ભૂતકાળની જીવંત જ્યોતિસમા હતા; સમાજ તેમને પિતૃસ્થાને ગણું “પિતૃદેવો ભવ” એ સૂત્રમાં શ્રદ્ધા રાખી તેમને નિભાવતે; એટલું જ નહિ પરંતુ સન્માન અને પૂજાય
ખો. અને તેઓ પણ “સમાજકલ્યાણ એ એકજ સૂત્રને લક્ષ્યમાં રાખી, ભૂતકાળના પાયા ઉપર વર્તમાનના સંયોગને અનુલક્ષી “આવતી કાલે’નું ચણતર કર્યો જતા.
પરંતુ આજના વ્યવહાર ભણી વળીએ તે આથી કાંઈ ઉલટીજ વાત નજરે પડે છે. “આવતી કાલ’ના નિમૉણને માટે આજે આપણે કેટલી કાળજી રાખીએ છીએ ? કેવળ સંતાનોત્પત્તિ ઉપરાંત બીજું આપણે શું કરીએ છીએ ? “આવતી કાલ’ના વિધાયક એ સંતાનોને આપણા આદર્શો પ્રમાણે ઉછેરવા અને કેળવવામાટે આપણે દિવસને કેટલામો ભાગ નિયત રાખીએ છીએ?
આપણે દલીલ કરીશું કે, આધુનિક યુગ શ્રમવિભાગને યુગ છે; આધુનિક પ્રવૃત્તિની ગડમથલમાં એક ને એક માણસ અનેક ઠેકાણે પિતાની શક્તિઓને રોકી શકતો નથી. “ભવિષ્યની પ્રજા’ ઉત્પન્ન કરવી અને એ ઉત્પન્ન થયા પછી શાળાઓમાં જવાને ગ્ય થાય ત્યાંસુધી એમને જેમ તેમ જીવતી રાખવી, એટલું જ કાર્ય અત્યારે માબાપોએ કરવાનું છે, તે પછીનું બધું શાળાઓની અંદર શિક્ષકો કરી લેશે. આવતી કાલ'ના નિર્માણનું બધું કાર્ય શાળાઓ અને કૅલેજોનેજ સોંપવામાં આવ્યું છે ! ઇત્યાદિ. અને આ દલીલ પોકળ છે. એ વાતની શાખ તે આપણી શાળા-કોલેજોમાંથી દર વર્ષે બહાર પડતો ન–નમાલો ફાલ સચોટ રીતે પૂરે છે. આ નવી સૃષ્ટિ જૂનીના કરતાં વધારે મૂડીયાઉ, વધારે શક્તિસંપન્ન, વધારે આશાવંત તે નથી જ.
આજના આ યંત્રયુગમાં બીજી બધી બાબતોની પેઠે આ શિક્ષણમાંયે યંત્રથી કામ લેવાનું શરૂ થઈ ગયું છે અને અનેક ભિન્ન ભિન્ન મનવૃત્તિવાળાભિન્ન ભિન્ન સંયોગોમાં ઉછરતા બાળકે માટે એક જ પ્રકારની કેળવણી કાયદારૂપી સંચામાંથી તૈયાર થઈને નીકળે છે. “આવતી કાલ’ના ખરા શિક્ષકે તે આજે સર્જકે મટી, તે કેળવણીરૂપી મશીનના જૂદા જૂદા ચકકર ચલાવવાવાળા મજૂરો જેવા બની ગયા છે. પિતાના આદર્શાનુસાર સર્જન કરવાની તેમને છૂટ નથી: મોટા ભાગમાં તે શક્તિએ નથી, કદાચ આદર્શો જેવું કશું નથી. શિક્ષકવર્ગને સમાજ નિભાવે છે-પિતાની ઇચ્છાથી નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com