________________
૧૬૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજો નો સહવાસ થયો. ભજનમંડળીઓમાં જવા લાગી. ત્યાં સંતાનાં ભજનની જમાતાના નાદ લાગ્યા.
મેધ, ધાર, તોરલ, રૂપાંદે, લખમો માળી અને માર્કડ'ની વાણી હું બરાબર ધ્યાનપૂર્વેક સાંભળવા મંડી. “ આવ્યા અભ્યાગતને ઓળખ” “ ત્યુને અજવાળે રે, રૂડાં દાન દીજીએ એવાં એવાં કેટલાંય ભજનો મેં મોઢે કર્યા,
એક વખતે મારા ગામમાં એક “બાપુની મંડળી આવી. સૌ સ્ત્રીસમાજ સાથે હું પણ તે બાપુ”ના ચરણસ્પર્શ કરવા ગઈ. એ દિવસને રંગ જૂદો હતો. “બાપુજી... એક તરણ–ચાકળાથી શણગારેલા નાજુક મંડપમાં ભગવાં વસ્ત્રો ધારી, પગે ચાખડી ચઢાવી, ઝુલા૫ર મંદમંદ હસતા ઝુલતા હતા. અમે સૌ નમ્યાં, ચરણસ્પર્શ કર્યા. “જે જે બેટા’ કહી “બાપુજીએ આશીર્વાદ આપ્યા. મારા સસરાનું નામ સાંભળી, મારા તરફ તો તેનું ખાસ ધ્યાન ખેંચાયું. કોઈ કોઈ ભેળી ધર્મઘેલી બહેને તે તે “બાપુજીની ચરણરજ માથે ધરવા લાગી. થોડા સમય પછી કથા ચાલી. મને યાદ છે કે, તેમાં જીવ, આત્મા, પુરુષ, પ્રકૃતિ એવું એવું ઘણું આવેલું. હું ત્યારે કશુંય ન સમજતી. એ કથા વંચાઇ રહ્યા બાદ હું ઘેર આવવા ઉભી થઈ ત્યાં તે “વહુ! બેસને, હજુ ખરી મજા તો બાકી છે' એમ કહી એક બુટ્ટીએ મને નીચે બેસાડી અને પેલા “બાપુજીના યુવાન અલમસ્ત સફેદ વસ્ત્રધારી બાવાઓએ રાસમંડળ શરૂ કર્યું. “ આશાભર્યો અમે આવિયાં ને મારે હાલે રમાડયાં રાસ રે' એવા એવા રાસ ગવાયા. એ સાંભળ તલ્લીન હતી, ત્યાં પેલી બુટ્ટીએ બીજો પાસો ફેંક્યો. તે બોલી કે “બેટા! જે તું ‘ગત્યમાં ભળશે, તે તો તને ખૂબ મજા પડશે અને “નિજ્યા’ ધર્મની વાતું તો સાયરપેટનેજ કહેવાય છે, બા ! એ તે હરચંદ-તારામતીનો ધરમ છે.” એ સાંભળી મેં તે ડોશીમાને તે નવી વાતે સર્મજવા ખૂબ પ્રશ્ન પૂછયા. પ્રત્યુત્તરમાં એ “માતાજી'એ મૂળમાં ઘા કર્યો:- બેટા ! નિર્વાણ ચઢીશ ત્યારે બધું સમજાશે. તું હરિ-ગુરુ-સંત-ની થઇશ, “આપપણું મટાડીશ ત્યારે ધરમનો મરમ સમજશે; અને તારી મરજી હોય, તો આજેજ વહેતી ગંગામાં નાહી લે. આજેજ ગત્ય મળવાની છે. તે કહે તે તને નિર્વાણુ ચઢાવીએ.”
મારી અપકવ બુદ્ધિ,યુવાવસ્થા અને એ અધમ નરનારીઓના સહવાસના પરિણામે હું વણસમયે તેમાં પડી. મને તે છોકરી નિર્વાણના સ્થાનમાં લઈ ગઈ. ત્યાં એક પુરૂ ઉભે હતું. તેણે કંઈક સાંકેતિક શબ્દ પૂછી, પેલી ડોશી સાથે હાથે હાથ મેળવ્યો. જે કે મને એથી ખૂબ નવાઈ લાગી, પણ ‘નિજયા’ ધર્મમાં “જ્યોત આપોઆપ પ્રકટે છે, રાવળમાતા, રૂપાંદે, હરચંદ અને તારામતી અને જેસલ-તોરલ જેવાં પણ આ ગયમાં ભળ્યાં હતાં. રૂપાએ કુંવર વાગે, માળા ને ફૂલ બતાવ્યાં, તોરલે જેસલને સજીવન કર્યો; વગેરે ચમત્કારિક વાતે તે ડોશીને મેઢથી મેં સાંભળેલી તેથી મને નિર્વાણ સમજવાની હોંશ થઈ. એથી મેં પેલી ચેષ્ટાની દરકાર ન કરી. હું અંદરગઈ. ત્યાં કેટલાંક સ્ત્રીપુરુષો બેઠેલાં. ત્યાં ભયપર પાંચ ખંડ પૂરેલા ને પાંચ ગાદીએ નાખેલી. બાજઠ પર એક પાત્રમાં ત” હતી તે પ્રકટાઈ. “હરનામ-હરનામ-હરનામ’ એવા ત્રણ અવાજ થયા. પછી નમણાની ક્રિયા થઈ. આ બધું મને પેલી ડોશી સમજાવતી. થોડા ચોખા અને એક પસે હાથમાં લઈ, અમુક ઢબે જ્યોત તરફ ફેરવી, નમણના મંત્ર ભણી, ત્રણ વખત ‘હરનામ” “ગ” ને બોલાવ્યું. પછી પીરગાદીને, ગણી ગાદીને, લાખીયા ગાદીને, વીરગાદીને વગેરે અનુક્રમે “% ગુરુજી' એ શબ્દથી શરૂ થતા ને “આખા ચઢાવું' એ શબ્દોથી પૂરા થતાં મંત્રવડે તે ક્રિયા પૂરી થઈ; અને ત્યાર બાદ આરાધ” શરૂ થયો. એક પુરુષ પાણીના છાંટા તે ટોળામાં છાંટવા મંડ્યો. જેને છાંટા પડે તે સ્ત્રીપુરુષ ઉડી ઉભા થાય, “ગત્ય’ને ‘પંજો' મેળવે (અંગુઠે અંગુઠા મેળવી ડાબો હાથ જમણે હાથ બરોબર સજજડ દાબવો તેને પંજો મેળવવો કહે છે ) ને પછી પડદા પાછળ જાય.મને પણ છાંટા પડયા. મેં તે નરપિશાચોના સહવાસમાં મારું અમૂલ્ય શિયળ લૂંટાવ્યું. જે આર્ય લલનાઓએ પોતાના મેરા શિયળની રક્ષા કાજ દેહલતાઓને અગ્નિમાં ઝંપલાવી છે, તે જાતિની હું આ રીતે ધર્મને નામે સર્વસ્વ ગુમાવી ચૂકી.
નિલજજ વ્યભિચાર આ વિધિ તે “પાટપૂજા.” એ અધમ વિધિમાં કેટલાય પુ પિતાની ગૃહલક્ષ્મીઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com