________________
૧૭૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
www
એ દિવસોમાં રાહત-પ્રવૃત્તિને કાર્યક્રમ ઘડવા કાર્યકર્તાઓની એક મોટી સભા મળી હતી. એ સભાના એક ખૂણામાં આ યુવક બેઠો હતે. સૌ સેવકનાં લાગણીભર્યા, દર્દભર્યા, રાહતપ્રવૃત્તિ વિસ્તારવાને માટે વિનવણી કરતાં ભાષણ સાંભળી લીધા પછી તે કલંગ મારીને ઉભા થઈ ગયો અને ત્રાડ પાડીને બોલવા માંડયો: “ના, ના; અમારે મદદ નથી જોઇતી. એ સાચો માર્ગ નથી. દુષ્કાળની દારતા ઓછી કરવા પ્રયત્ન કરવો એ ખોટો માર્ગ છે. એને અર્થ એ છે કે, તમે ઝારશાહીની જીવનદોરી લંબાવવા ચાહે છે. ખરી વાત તો એ છે કે, ભૂખમરો જેટલો વ્યાપક અને ઉગ્ર બનાવી શકાય તેટલો બનાવો; અને એ રીતે અસંતોષ જેટલો સળગાવી શકાય. તેટલો સળગાવો. તમે જે સંસ્થાનું-ઝારશાહીનું-નિકંદન ચાહો છે, તેનું નિકંદન કાઢવાનો એ એકજ માર્ગ છે. અને ઝારશાહીના નાશવિના, આ ગુલામીનો કદીજ અંત આવવાનો નથી.” એ જુવાન એટલા આવેશથી બોલ્યો અને એટલું પ્રભાવશાળી બોલ્યા કે આખી સભા પરવશ બની તેને સાંભળી રહી: પણ જ્યારે તે બોલી રહ્યો ત્યારે સભાપતિએ તેને ગાંડ માણસ ગણીને કાઢી મૂકે.
X
આ પ્રસંગ પછી, એ જુવાને, બરાબર અઠ્ઠાવીસ વર્ષ સુધી રશિયામાંથી દેશપારીની સજા ભોગવી અને એ અઢાવીસ વર્ષ તેણે તેના વિચારને અને જીવન-ફીસુરીને મૂર્ત સ્વરૂપ આપવા દિવસરાત કામ કર્યું-ભૂખમરો અને બીજી અનેકવિધ હાડમારીઓની વચ્ચે, પળે પળે ઝારના હત્યારાઓને હાથે જાન ગુમાવવાની ભીતિ વચ્ચે કામ કર્યું અને ૧૯૧૭ ના નવેમ્બર માસની ૭મી તારીખે તે પાછો સેન્ટ પીટર્સબર્ગ આવ્યો-હડધૂત થતા ગાંડા માણસ તરીકે નહિ પણ રાષ્ટ્રદેવતરીકે-પૂજા પામતા પ્રજાના તારણહારતરીકે.
અઢાવીસ વર્ષ પછી એ કરી વાર પ્રજાસેવકોના સંધ વચ્ચે. ખાસ ગેટલી ઉંચી વ્યાખ્યાનપીઠ ઉપર ચઢીને બોલવા ઉભો થયો અને જાડા, બાંધી દડીના, ખાસ આકર્ષણ ન કરી શકે એવા શરીરવાળો. આગળ નીકળી આવેલાં ગાલનાં હાડકાંથી અને ઉપસેલાં ભવાંથી લાક્ષણિક રશિયન જેવો લાગતો. વિશાળ ભાલ અને પર્વતશંગસમા મસ્તકથી સૌનું ધ્યાન ખેચતા, ઝીણી, કાળી, ચંચળ આંખ-કીકીઓથી સૌ કોઈને વશ કરી લેતો એ પુરુષ શું બોલ્યા ? તે માત્ર એટલું જ બોલ્યો કે “એ સાચે માર્ગ નહોતો. આ માર્ગ એ સાચો માર્ગ છે !’ ઝારશાહીનું ઉચ્છેદન કરીને સેવિયેટ-તંત્રનું ખાતમુહૂત કરતી મેદનીની તાળીઓથી અને હર્ષનાદથી સભામંડપ કયાંય સુધી ગાજી રહ્યો !
પ્રથમ ગાંડા માણસતરીકે અને પછી પ્રજાના તારણહારતરીકે રશિયાના ઇતિહાસમાં અમર બની જનાર એ પુરુષનું નામ લેનીન. I ઝારશાહીસમી માનવલોહીતરસી રાજ સંસ્થાઓને મીટાવવા, ઇતિહાસના તH ઉપર લેનીન સમા પુષવરોનું જ આગમન થવું જોઈએ છે.*
(તા. ૩-૧૨-૧૯૨૭ના સૌરાષ્ટ્રમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com