________________
ગામડાનાં દુ:ખદાયક દૃશ્યા
૭૭–ગામડાનાં દુ:ખદાયક દા
૧૧
પ્રાસ્તાવિક
કાઠિયાવાડનાં નાનાંમેટાં રાજ્યાનાં ઘણાં ગામડાંની યાત્રા કરતાં જે દુઃખદાયક દશ્યા ખેંચી રહ્યાં છે, તેના યત્કિંચત ચિતાર સહૃદયી સુજ્ઞ વાચકાને આપવાને આ પ્રયાસ છે. ગામડાંએ હિંદુસ્તાનરૂપી વિરાટ સ્વરૂપના હાથપગે છે અને તે હાલ હાલમાં રાજાપ્રજા ઉભયનાં કમભાગ્યે સૂકાવા માંડયાં છે. એ કાંઇ કરુણારસપ્રધાન કાવ્ય કે નાટક નથી, પરંતુ એ તે મહાત્મા ગાંધીજી કહે છે તેમ ખરે! ખેલ છે. હિંદને લાગુ પડેલ આ જીવલેણુ ક્ષયરેગનાં ચિહ્નો કાઇ ધન્વંતરીને વિગતે બતાવીને તેનું નિદાન કરાવવાની ભારે જરૂર છે; પણ આપણે તે બંધ આંખે આ ગામડાંઓમાં જઇએ છીએ અને એ બધું શૂન્ય હૃદયે સાંભળીએ છીએ.
શ્રીકૃષ્ણુ-સુદામાની દ્વારામતી, જાદવાનું જાદવાસ્થળ, નરસિંહ-મીરાંની પુણ્યભૂમિ, જાડેજાજેઠવાનાં જોમ, ગાહેલાનાં ગૌરવ, રાણકદેવીને જૂને ગઢ, મૂળુ-માણેકનાં ધીંગાણાં, ઘોડાનાં ધર્મસાણ, બાપુજીના ખરડા, ગેાવનભાઈનાં સુવર્ણગિરિનાં શૃગા, રણજિતભાઇનાં લેાકગીતા, કલુભાઇનાં ગેાપકાવ્યા, રાયચૂરાજની શૌય ભીની મ્હાનીએ અને કાકા કાલેલકરના ગ્રામ્યદેવતાએ અત્યારે મરી ખૂટયાં છે. કાર્ડિયાવાડને એક છેડેથી ખીજા છેડાસુધી ઢૂંઢી તૂટીને મરી જઇએ છતાંયે તેમાંનું કંઇ પણ દષ્ટિગાચર થાય તેમ નથી એ ખરૂં; પણ એ તે નિર્વિવાદિતજ છે કે, જો આપણે ખુલ્લી આંખે અને સહૃદય ભાવે ગામડાંઓની યાત્રા કરીએ તે પરાર્થે નીચેાવાઇને ભાંગીને ભુક્કો થઇ ગયેલી કરુણાની લાખા મૂર્તિ એમાં આપણને મહાપ્રભુજીના સાક્ષાત્કાર જરૂર થાય. ગામડે જતાં રસ્તામાં
શહેરામાંથી ગામડે જતાં રસ્તામાં મળસ્કામાંજ માથે લદાયેલી લાકડાંની ભારીએથી હાંડી. રહેલી અને ઊંધું ઘાલીને પરાણે પરાણે દોડી રહેલી બાહેાશ વણકર બહેના આપણુને સામી મળે છે. ‘ઢેઈડીએ’ના નામથી ઓળખાઈ રહેલી એ આપણી બહેનેાના ભાગ્યમાં કાંતવા–વણવાના ધંધા નાશ પામ્યા પછી માત્ર ભીખ, મજુરી અને ચારીજ રહેલી છે. લણણી વગેરેની મેાસમ ટાણે રાતદિવસ એ બહેનેાને ખેતરેામાં દુષ્ટ સાથીએની સંગે કલાકાના કલાકસુધી પેટને માટે એકાંતમાં તનતેડ મજુરી કરવી પડે છે. મેાસમવિનાના દિવસેામાં જંગલમાં આથડી આથડીને કે ચારી કરીને કે જંગલખાતાના કોઇ પાપીએના કદામાં સાઇને તેએ આ ભારીએ એકઠી કરે છે. શહેરામાં તે વેચવા જતાં બદમાશે। તેએની શી વલે કરે છે તે તેા એક દીનાનાથજ જાણે છે. આ સિવાય સડક ઉપર મજુરી કરીને કે છંદમાં પડીને તેએ પેાતાનુ ગુજરાન મહાતાબાએ કરે છે. મહાત્મા ગાંધીજી કહે છે તે પ્રમાણે ખરેખર “રેટીએ ખાળીને આપણે ભૂખ ને વ્યભિચાર વહેાર્યાં છે. એ તેા કહે છે કે “ ત્રીસ કરેાડની વસ્તીમાંથી એક પણ બહેનને ધંધા ન મળવાથી પેાતાની પવિત્રતા વેચવી પડતી હોય ત્યાંસુધી તમારે ને મારે-બધાયે શરમાવુ રહ્યું છે.
,,
જરા આગળ જતાં દૂધની તાંબડીએ લઈને રબારણે। અને ઘીનાં પારી લઇને ખેડુ . ગરાસીઆ શહેરમાં વેચવા જતા માલૂમ પડે છે. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ કહેતીનું રહસ્ય મહીઆરીએની મટુકી ઠીક સમજાવે છે. દૂધના લાભથી આ રબારણે, એકડાંમાત્રને જીવતાં રહેવાજ દેતી નથી. દિનપ્રતિદિન નિષ્ઠુર બની જઇ ભરવાડ લેાકેા આ બાપડાએને જન્મે કે તરતજ ત્યાં ને ત્યાં વાડેામાં ફેંકી દે છે અને તે ત્યાંજ ભૂખે તરફડીયાં મારી ઝુરી ઝુરીને મરી જાય છે. આ ખેડુત ગરાસીઓ પણ પાડાએ ને ધવરાવ્યાવિના સ્વધામમાં પહેાંચાડી દેવાનુ` મહાપાતક વહેારી રહ્યા છે; નહિ તે કઇ અધે પાડીઓનાં ખાડાં ને ખાડાં ય અને પાડે। કયાંય શેાધ્યા જડે નહિ એમ બને? આ પ્રાણીએ પ્રભુએ સરજ્યાં હશે, ત્યારે એમને સ્વપ્નુંયે હિ હેાય કે માનવજાતિને ખસેલી બુદ્ધિ કુદરતની કૃતિના સ્વાર્થને ખાતર આટલી હદે ગેરઉપયોગ કરશે. દૂધ વેચવું એ તે પ્રથમ પાપ મનાતું. હાલમાં તેા એ કમાણીનું સાધન થઇ પડયું છે અને તે એટલે સુધી કે પેાતાનાં પેટનાં બાળબચ્ચાંને પણ ટીપુંયે દૂધ આપી શકાતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com