________________
૧૨
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
નથી, ઘીના છાંટાનું તે નામજ કયાંથી લેવાય ! દૂધાળા જાનવરોને નીચેવાય તેટલાં નીચેની મારીને પૈસાદારની હોજરીમાં એ ખૂન હલવવામાં આવે છે. શહેરમાં જેમ જેમ વસ્તી, પૈસે, હાલ-ચાની બદી વગેરે વધતાં જાય છે, તેમ તેમ ગામડાનું ગેરસ આ રીતે છડેચોક લૂંટાવા માંડયું છે. ગામડાંનું નૂર ચૂસી લઈ શહેરોમાં તેનું ઈનજેકશન’-પીચકારી-દેતી મુંબઈની લોકલ નેની આવૃત્તિ હાલ હાલમાં કેમ જાણે સિહોર, ભાવનગર અને જેતલસર-રાજકોટ ટ્રેનમાં થતી હોય એમ જણાય છે. જ્યાં હાડીસિવાય ઘી પીરસવામાં અવિવેક ગણાતા, ત્યાં હાલ ઘીનું પાવળે પણ ભાગ્યેજ ભરાય છે. જ્યાં તાંસળીઓમાં દૂધનાં દોણ હોંશે હોંશે લવાતાં હતાં ત્યાં - હાલ મોરનાં આંસુ જેવી આછીપાતળી છાશના સાંસા છે. અત્યારે તે બરડે આફ્રિકામાટે ‘ઝી રહ્યો છે અને વેરાવળનું બારૂ તો કેમ જાણે ગીરનું ગોરસ હણવા નિર્માયું હોય !
શરડી-ગોળનાં ગાડાં, ખડકડબનાં ભરો, અનાજવજેના ગંજે, કપાસમગફળીના ભડાં. અધિકારીઓની લુંટના ખજાના વગેરે એક પછી એક આપણને સામાં મળ્યા- જ કરે છે. ધૂળમાંથી ધાને પેદા કરનાર ધાન માટે વલખાં મારે અને ધાનમાંથી ધૂળ કરનારા ધાનમાં દટાઈ મરે છે એનો પૂરાવો જેને જોઈતા હોય તેઓએ અવશ્ય આ બધું જાતે જોઈને વિચારવું ઘટે. શહેરીઓનાં ખંજરોથી રૂંવે રૂંવે ભરાયેલ ગામડાંઓમાંથી લોહીની ધારાઓ વછૂટીને -આ માર્ગે વહી રહી છે. આ ઘા મન, વચન અને કર્મથી રૂઝવવા કોઈ પણ ભોગે પ્રયાસ કરવો - એ શું આપણે બધાનો ધર્મ નથી ?
ધણું, વાઘ અને ટોળાંમાંથી ખાટકીઓએ કતલખાનાંમાટે ખરીદીને વિખૂટા પડાવેલ ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે જ્યારે આપણને સામાં મળે છે, ત્યારે તો કાળમીંઢ હવે આંખ દાખ્યા છતાંયે આખમાંથી આંસુ સરી જાય છે અને અબુધ ગ્રામ્ય જનોની અપંગ દશામાટે લાગણીહીન હૃદયમાં પણ સહેજે લાગી આવે છે. આવાં દુઃખદાયક દૃશ્ય જોઈ જોઈને કંઈ પણ ધાડ માર્યાવિના પ્રભુએ બક્ષેલી લાગણીઓ વિકુંઠિત કરવી તેના કરતાં તો બહેતર છે કે, - શહેરોમાં જ દટાઈ મરવું. ઘરને આંગણે મૂલમારી નહિ મળતાં પોતાનાં બાળબચ્ચોને ભૂખ્ય પેટે અને ભળાવીને બહાર નીકળી પડેલ ગ્રામ્યજને જ્યારે અમભીની આંખે આપણને સામા મળે છે, ત્યારે અનુભવાય છે કે ગામડાંનો સોથ વાળવામાં આપણે સૌએ લગીરે મણે રાખી નથી.
આને માટે આપણે રાજાપ્રજા-તમામ ઈશ્વરના દરબારમાં પૂરેપૂરા જવાબદાર છીએ અને શ્રીમંત . - અને સંસ્કારી વિશેષ.
(૧૯૨૫ના “શારદા' માસિકના તંત્રીઅંકમાં લેખક–રા. ચંદુલાલ બહેચરલાલ પટેલ)
૭૮–સુલેહરક્ષક પોલીસમેન અને સ્વયંસેવકો કેવા જોઈએ!
=
==
=
=
જર્મનીસંબંધી આપને ઘણું લખવાનું મન થાય છે. એ દેશ જ મને કંઈ વિચિત્ર લાગે છે. આજે વળી બર્લિનસંબંધી ડું લખું છું. કંટાળો તો નથી આવતો ને?
હેમ્બર્ગથી અમે સીધાં બલીન ગયાં. યૂરેપના જૂદા જૂદા દેશની ભાષાનું અમારું અજ્ઞાન - અમને ડગલે ને પગલે નડવા લાગ્યું. જર્મનભાષા તે અમને કેઈને ન આવડે ! એટલે ઘણીયે વાર “ગીતાને બદલે ઘેટાં ' ની પુનરાવૃત્તિઓ થઈ. આપણા કઈ હિંદી ભાઈ મળી આવે તો - અમારો માર્ગ ઘણેજ સરળ થઈ જતે; એટલે અમે હેમ્બર્ગથી નીકળ્યાં તે પહેલાં બલીનમાં વસતા એક હિંદી ભાઈને પત્ર લખેલો. બલીનના સ્ટેશન પર અમે તે ભાઇની ઘણી શોધ કરી; પરંતુ કંઈક ગલતી થઈ જવાથી તે ભાઈ સ્ટેશને ન આવી શક્યા. બલિનની અમારી મુસાફરીમાં ખાસ નોંધ લેવા જેવી બીના તે ત્યાંની પોલીસસંબંધીની છે. અમારી પાસે પિલા હિંદી ભાઈનો ટેલીફોન નંબર હતો. અમે પોલીસના એક સિપાઈને અમારા ભાષાના અજ્ઞાનની જાણ કરી. સિપાઈ અમને જાહેર ટેલીફોનના મથક પાસે લઈ ગયો. અમે તેને નંબર કહ્યો; એટલે તેણેજ નંબર જોડીને વાત કરી લીધી. મુંગાં–હેરાં વાત કરે તેમ તેણે અમને નિશાનીઓથી સમજાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com