________________
૧૬૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ઠેકરનું પાત્ર મટીને હંગેરી જોતજોતામાં તે વિસ્મય, વાહવાહ અને અનુકરણનું અધિકારી બની ગયું. પ્રજા-શરીરના અંગેઅંગમાં નવું રુધિર ભરાયું અને પિતાનીજ આંખે પ્રજાને આ વિસ્મય. કારી વિકાસ નિહાળીને એ વીરનર, રાજદ્વારી સંગ્રામની અણદીઠ યુદ્ધકલાને એ શેધક, અવિદ્વાન : અને ગામઠીઓ છતાં ભાવિ તકદીરના તામ્રલેખ ઉકેલનારો એ યુગાવતાર ઈ. સ. ૧૮૭૬માં તેતેર વર્ષનું તપસ્વી આયુષ્ય ખતમ કરી પ્રભુજીના દરબારમાં શાંતિ પામવા સીધાવી ગયે.
એ દિવસે હંગેરીની દશે દિશાઓ પડી ગઈ હતી. પ્રજા કદીયે નહોતી રડી તેટલી તે દિવસે રડી-છાતી ફાટ રડી. બચ્ચાંઓ ને માતાઓ, તમામ રડી પડયાં. એટલાં બધાં આંસુ ઝર્યા, કેમકે લાખે આખોનો એ તારો હતો. લોકે એને સીધેસીધા ઓળખતાં હતાં. હંગેરી માતા વિલાપ કરતી જાણે પિતાના યારા બેટાના મૃતદેહ ઉપર ઝુકતી હતી.
એની પાયદસ્ત પાટનગરના માર્ગો પરથી નીકળી, ત્યારે પગથી ઉપર પ્રજાજને ઘુંટણીયે પડતાં હતાં અને હૃદયને બહુ બહુ રોકવા છતાં પણ ચોધાર રડી પડતાં હતાં. એના કરીને, ઉપર મહારાણીજીનાં નેત્રાએ પણ સાચાં મોતી જેવાં આંસુ સાર્યા અને એનો જીવનભરનો કટ્ટર રિપુ રાજ જોસેફ પણ અફસોસ કરીને ઉચારી ઉઠે કે “ આજે આપણે ઉમદામાં ઉમદા ને મહત્તમ માનવી ખેવાયો છે !”
તારણહાર કહી ગયો હતો કે “મારી આરામગાહ સાદામાં સાદી કરજે. હું જીદગીભર. જનતાના જેવીજ ઢબબથી રહ્યો છું, તે મને મૃત્યુ પછી મારા ગરીબ ભાંડુઓથી જૂદો. ન પાડતા. ” એ આખરી માગણીને માન આપી પ્રજાએ સાદી કબરમાંજ એના શબને સુવાડી દીધું.
( ૧૯-૧૧-૨૭ ના “સૌરાષ્ટ્રમાંથી)
૭૫-કેટલાક ભેખધારીઓમાં ચાલતા પિશાચેને પંથ
(ધર્મને નામે કેટકેટલા પ્રકારના દંભે અને અનાચારે ચાલે છે? ધર્મનું લાંબું તિલક તાણનારા “સાધુરા’ ગાફિલ દુનિયાને કેવી કેવી રીતે પોતાની પાપજાળમાં ખેંચે છે ? આજના શિક્ષિત, સુધારક, નીતિશીલ જનસમૂહમાંથી કેટલાક આ પ્રશ્નોના ઉત્તર આપી શકે તેમ છે ? ગામના મધ્યકની વચ્ચે પ્રવર્તતા ધાર્મિક અનાચારપર કેટલાક શિક્ષિત સજજને સાચી માહિતી ધરાવે છે? આપણે ગામડે ગામડે ઉંડાં મૂળ નાખીને જામેલે માગીપંથ એ આજે પ્રવર્તમાન એવા અનેક ધાર્મિક સડાઓમાં એક સાથી વિશેષ
વ્યાપક સડે છે, એની આપણા શિક્ષિત નેને છેડી જાણ કરવા આજને આ લેખ છે. x વાચક એ વાંચે, વિચારે અને આપણાં અધ:પતિત સમાજ ઉપર લાલ આંખ કરી,એ અધ:પાતનાં કારણોને નાબુદ કરવા દૃઢનિશ્ચય કરે.)
(તંત્રી “સૈારાષ્ટ્ર) ભારતવર્ષનું સત્યાનાશ વાળવાનું માન આપણા ધર્મધુરંધરો-વિવિધ પંથની ધીકતી દુકાન ચલાવનારાઓને જાય છે, અને તેમાંય રામનામને અપવિત્ર બનાવતા, ભગવાં ને સફેદ વસ્ત્રો નીચે કાળાં કૃત્ય છુપાવતા, સેવા અને સંસ્કારમાં ડીમડીમ્ બજાવતા, પિલા માર્ગીપંથે-મોટા પંથે તે હિંદુસમાજને ઘોર દાટ વાળ્યો છે. એણે ધર્મને નામે અનેક ભોળી ભગિનીઓને ભ્રષ્ટાચારને માગે વાળી સમાજને ભયંકર કોલ કર્યો છે. એ પિશાચી માગપંથમાં ધર્મના નામે કેવાં કેવાં કાળાં કૃત્યો થાય છે-થઈ રહ્યાં છે, એ સમાજ જાણે ને આંખ ઉઘાડે. એ સેતાનોને ઓળખી એ કહેવાતા ધર્માને દફનાવે, એ કહેવાતા ધર્મના બુરખા નીચે સમાજના શ્રેયને જલાવી દેનાર રાક્ષસોને-કહેવાતા સાધુઓને ઓળખી તેનાં પગલાં ટાળે, એ માગપંથની ભયાનકતા તાદશ્ય બતાવતા એના ખાસ ઉત્સવથી જનતા પરિચિત બને.
પાટપૂજા અને શંખાઢાળ - માગસાધુઓના મોટાપંથ-વામમાર્ગમાં પાટપૂજા અને શંખાઢાળ, એ ઉત્સવ પ્રધાનપદ ભોગવે છે. એ મહોત્સવમાં એવી અધમ વિધિઓ છે કે તે સાંભળી કઠોમાં કઠેર હદય પણ કંપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com