________________
www.
* શુભસંગ્રહ-ભાગ ત્રીજો પરંતુ આડકતરી રીતે-સન્માનતો તે નથી જ.આવા મજૂર-શિક્ષકોના હાથ નીચે કેળવણીના સંચામાંથી નીકળતા આપણું નવજાવાનાને-એમને નવજવાનોએ શા માટે કહીએ ? એમનામાં નવીનતા. નથી અને જાવાની નથી! એમનામાં વિવિધતા નથી, સ્વયં પ્રેરણાયે નથી. મજૂર-શિક્ષકે પાસેથી એકજ જાતની ભાવના મળેલી હોય છે, બીજે ગમે તે પ્રકારનો ભોગ આપીને જેટલું. બની શકે તેટલું સુખી જીવન ગાળવાની. એમનામાં એકજ જાતની આવડત છે અને તે માથું અને પેટ સલામત રાખવા માટે નાક જતું કરવાની !
આટલી સ્થિતિમાં કોઈ પણ ચિંતનશીલ વ્યક્તિને “આવતી કાલ’માટે નિરાશા અને શ્રદ્ધાં ઉપજે તેમાં નવાઈ શી ?
X
(‘ક્ષાત્રતેજ તા. ૧૧-૧૧-૧૭ ને મુખ્ય લેખમાંથી) •
૭૪–દેશને સાચે દરવના—તારણહાર કેવો હોય?
લૈકિક કીતિ કે અધિકાર સાચા પ્રભુપ્રેમીને ખપે નહિ. (“હંગેરીને તારણહારનું છેલ્લું પ્રકરણ-હંગેરીની પ્રજા વિજયોત્સવ ઉજવે છે.)
ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી આ વિજયોત્સવ ચાલુ રહ્યો. તેજસ્વી દીપમાલાએ રાત્રિદિવસ વચ્ચેનો ભેદ ભાંગી નાખ્યો. ડાન્યૂબ નદીના હરિયાળા કિનારા પર જનતાએ નૃત્ય, ગીત અને ભોજનના વિજય–કલ્લોલ પાથરી દીધા; પરંતુ આ માંગલિક અવસરમાં, આ જલસામાં ને આ નાટારંભમાં, આ જમણમાં કે બંદગીમાં એક-એકજ મેં ક્યાંય દેખાતું નથી. પ્રજાની લાખો આંખો અધીરી બનીને શોધે છે, પણ એ નરકેસરીનું ગગન-રમતું મસ્તક, ઝગારા કરતું આભ-કપાળ, ઘાટાં ભવાં ને ઝીણી આંખે કયાંયે જડતાં નથી. નાનાં બાળકો પોતાની માતાઓને પૂછે છે કે, અમને પૂલ ઉપર બેસાડી વાર્તાઓ કહેનાર ને મીઠાઈ આપનાર એ દોસ્ત કયાં હશે? ગરીબ પિતાને હમેશાં ખેરિઅત દેનાર હાથને શોધતા શોધતા પૂછે છે કે, એ દયાળુ ક્યાં છે ?
ડીક ક્યાં છે? તારણહાર ક્યાં છે ?
તારણહાર નથી આવ્યો. એ પિતાની નાની શી ઓરડીમાં બત્તી બુઝાવીને ઘૂંટણીએ પડી પ્રભની બંદગી ગુજારે છે. આવા ઉત્સવમાં ભળવાની એને આદત નથી. શેરબકારમાં સામેલ થવું એને ગમતું નથી. હર્ષાવેશને વશ થાય તેવી ક્ષદ્ર મનવૃત્તિ એ તારણહારની ન હોય. એ તો અંધકારમાં બેસી બંદગી કરી રહ્યો છે કે “ઓ પ્રભુ ! મારા વીર મગિયરોનો આ.વિજયોત્સવ શાશ્વત બનાવજે! આપીને પાછો લઇ ન લેતો ! મારી બહાદૂર જાતિને વિલાસમાં ન ડૂબવા દેજે! ત્યાગ અને સંયમ શીખવજે !”
તારણહાર એવી પ્રાર્થના કરતો હતો. પ્રજાના એકેએક પાસે આવીને તારણહારને આજીજી કરીઃ “એ ડીક ! સર્વાનુમતે અમે તને “રક્ષક” પદે ચૂંટી કાઢયે છે; માટે તુંજ મહારાજાને મુગટ પહેરાવ !”
પણ એ ન માન્યા. “એ મહત્તાને હું અધિકારી જ નથી. મને ફૂલે ન ચઢાવો. મને મારા અંધારા ખૂણામાં પડયો રહેવા દો, આ કીતિનો તાપ મારાથી નથી સહેવાત.”
ડીકને તે ૧૮૪૮ના યુદ્ધમાં રણક્ષેત્રપર પોઢેલા પિતાના સાથીઓ સાંભરે છે. આસ્ટ્રીયન જલ્લાદની ગોળીવડે વિંધાઈ પ્રાણ છેડતી વેળાની છેલ્લી પલકે “અમર હો મારે પિતૃદેશ !” ની દુવા પુકારતો બાંધવા બેથેની–આસ્ટ્રીયન કારાગૃહના કાળા સીતમોથી પાગલ બની જઈને “મારી માતૃભાષા !” “મારી દેશભાષા!” એવી ઝંખના ઝંખતા અને ઘેલછીના તેરમાં મીઠી માતૃ–વાણીનાં વ્યાખ્યાનો રેલાવતા જુવાન ઝેકેનીનું કરુણાદ્ર દશ્ય–અને છૂટકારો મળ્યા છતાં દગલબાજીના સંદેહથી યૂરેપમાં દેશવટે રઝળનાર નિરાધાર વીર કેસ્પૃથ-એ બધા એની આંખે સન્મુખ તરે છે,
એ નામનું પુસ્તક “રાષ્ટ્ર કાર્યાલય,રાણપુર (ઠિયાવાડ) તરફથી બહાર પડી ચૂક્યું છે. મૂલ્ય એ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com