________________
MAAND
vw
કવિતાશિક્ષણ
૧૪૯ હતા, તેથી તેમનાં કાવ્યો બાળઢાળ સાથે બાલવસ્તુથી ભરેલાં છે. તેઓએ ટ અને ગધેડાની અને વાંદરા વગેરેની વાતો પણ કરી છે. '
અગાઉ લોકગીતની વસ્તુસંબંધે જે કહેવામાં આવ્યું, તે કાવ્યોને પણ લાગુ પડે છે. તેમાં પણ આપણે જે નથી માગતા તેની વાત ન જોઈએ. આપણે જે આદર્શ આજે નથી રહ્યો, તે પ્રેરનાર કાવ્યવસ્તુનો ત્યાગ કરીએ. બીજી બાજુ આપણા ભવ્ય અવાજ તથા ગંભીર અને પકળ આદર્શથી કાવ્યને ભારે કરી બગાડી ન નાખીએ. આજના બાળકના સહજ જીવનને પ્રેરક, પિષક એવી વસ્તુભય કાવ્યો એ આપણાં બાળકનાં કાવ્યો છે.
એક બીજો વિચાર પણ વિચારીએ. બાળક બને જાતનાં કાવ્યોમાં રસ લઈ શકે છે. એક વર્ણનવાળાં કે એક ભાવવાળાં અને એક કથનવાળાં એટલે કે એક વાત કે વાર્તાવાળાં. આમાંયે સાદાં વર્ણનકાવ્યો કે ભાવકા જેટલાજ ઉત્કૃષ્ટ કા બાળકની નજરે આખ્યાયિકા કાળે જણાય છે. આખ્યાયિકા કાવ્યો વાર્તારૂપ છે, તેથી વાત તેમને જેટલી ગમે છે તેટલાંજ, તે ગમે છે. ઘણી વાર તે તે ખૂબ ગમે છે. માટે તેવાં કાવ્યો આપણે શોધવાં જોઈએ. જુગતરામ જેવા તેવાં કાવ્યો વધારે ને વધારે રચે તે સારૂં. પ્રાથમિક માનસને લંબાણ અને વાર્તાકથન જેવું વધારે ગમે છે. નાનાં બાળકોને તેવાંજ ગમે છે. આપણે મોટા થયા છીએ, એટલે ઉર્મિકાવ્યો આપણને વધારે ખેંચે છે; છતાં ગામડામાં મોટાં નરનારીઓ સુદ્ધાં ઓખાહરણ ને નળાખ્યાન કે મહાભારત જેવડાં મહાકાવ્યો સાંભળતાં થાકતાં જ નથી. કાબે લાંબાં હોય પણ તેમાં બનાવની પરંપર હશે તે બાળકે ઝીલશેઃ જયારે એક નાનું કાવ્ય કેવળ ભાવપ્રધાન હશે તો નિરર્થક જશે.
આપણે બાળકને કાવ્યપરિચય આપીને બેસી રહીશું તો પણ તેમને કાવ્યશિક્ષણમાં ઘણું શીખવ્યું કહેવાશે. ખરું શિક્ષણ વસ્તુમાં તરબોળ થવામાં છે અને પરિચયથી તરબોળ થવાય છે. પછી અર્થ, અન્વય વગેરે ચૂંથણ તે સહજે સિદ્ધ થાય છે.
આપણે પરિચયની હિમાયત કરી. તે કેમ આપવો ? આગળ જરા કહી ગયા છીએ, છતાં અહીં પૂર્તિરૂપે જરા વિશેષ કહીએ. કાવ્યોનો પરિચય ગાઈને આપી શકાય. ગાવાની ઢબ, સુંદર રાગ, સરસ એગ્ય અભિનય, છટા, તાલ વગેરે સરસ પરિચય કરાવવામાં સારી મદદ આપનારાં
છે એટલે પરિચય. કાવ્ય ગેખાવાય નહિ, તે મોઢે કરી લેવરાવાય નહિ ને લેવાય પણ નહિ. તેને રવાદ લેવાય ને તેમ કરતાં કરતાં પિતાનું કરાય. -
પરિચય આપતી વખતે કાવ્યવિષે પ્રસંગેપાત કહેવાય, કાવ્યના વસ્તુવિષે જરા બે બેલ ચાલે, કાવ્યની અંદર રહેલ વાર્તાને મોઢેથી ટૂંકાવીને કીધી હોય તે કાવ્યમાં ઝટ પ્રવેશ થાય ને બાળકે વધારે રસ લે. પ્રથમ ભૂમિકા રચવામાટે કાવ્યવિષે કંઈક કહેવું ઉપયોગી છે. વચ્ચે વચ્ચે પણ કોઈ શબ્દને અર્થ કરી આવા કાવ્યની ખુબી કે અર્થ બહાર આણવાનું પણ જરૂરનું
છે. વખતે વખતે કાવ્યને ગધના રૂપમાં છટાથી બેલી જવું પણ કામનું છે. - જ્યારે બાળકો કાવ્ય વાંચતાં થાય, ત્યારે તે તેની સામે કાવ્ય પણ મૂકીએ તેમજ કાવ્યપાઠ પણ મૂકીએ. એટલે કે કાવ્યને પાઠના રૂપમાં ગોઠવીને તે મૂકીએ. ગીત પરત્વે ગીતાપાઠ કહીએ ને કાવ્યપરત્વે કાવ્યપાઠ કહીએ. ગીત અને ગીતાપાઠ સાથે વાંચતાં બાળકને કાવ્યને અર્થ સ્પષ્ટ થશે અને અવય વગેરેના આડકતરી જાણ થશે; પરંતુ આમ દરેક કાવ્યપરત્વે થવું જ જોઈએ એમ નથી. આ તે નમુનાતરીકે આપવાનું છે. કાવ્યશિક્ષણના વિષયમાં કાવ્યપરિચયવિષે કંઈક આમ કહી શકાય છે.
( કાર્તિક સં. ૧૯૮૪ ના દક્ષિણામૂર્તિના અંકમાં લેખક–ગિજુભાઈ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com