________________
૧૬૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ભગવાનદાસ જાણે ભગવાન ન હોય, તેટલી લોકપ્રિયતા તેણે મેળવી લીધી. તે તટસ્થ વિચારના હાઈને જાહેર જનસમાજના કામકાજમાં પણ મક્કમ રહેતા અને સરકાર તથા પ્રજાપક્ષ બનેને સીધે રસ્તે દોરતા. સરકાર-દરબારમાં “જી, હા” કરવાને સ્વભાવ ન હોવાથી તેટલા આદરને પાત્ર ? હતા, તો પણ લોકોમાં તેનું માન ઘણું હતું. દરેક જાહેરસમાજના મેળાવડામાં ભગવાનદાસને બેલાવવાની ફરજ પડતી હતી. મીલમજુરો અને ગરીબ લોકોના “ભગવાન”ના અવાજે, જેમ શ્રી મુરલીધરની બંસીએ ગોપીઓને મુગ્ધ કરી મૂક્યા હતા, તેમ મેહમયી મુબાપુરીના મનુષ્યોને પણ મુગ્ધ કરી મૂક્યા હતા ! ! ! પરંતુ જયારે એક બાજુ લક્ષ્મીદાસ લખપતિ થઈ ગયા હતા, મોટર અને બે ઘડાની ગાડીઓમાં સહેલ કરતા હતા–ત્યારે બીજી બાજુ તેનો બાળનેહી ભગવાનદાસ આર્થિક સ્થિતિમાં તદ્દન ગરીબ હતો અને મજુરોની ચાલીઓમાં–ગરીબનાં ઝુંપડાંમાં રાત્રિદિવસ ફરતો હતો.
આજે મીલો બંધ હતી. મારે મીલપર કામ કરવા જવાને બદલે સેન્ડરર્સે રેડપર ભગવાનદાસના મકાનપર એકઠા થતા જતા હતા, મહેતા-મુસદ્દીઓ સૌ સૌની દુકાને જવાને બદલે સેન્ડહર્સ્ટ રોડ પર એકઠા થતા હતા; શાક મારકીટ બંધ, કાપડ મારકીટ બંધ ! અરે ભાડુતી ગાડીવાળાઓ પણ બંધ ! લોકોનાં ટોળાં સેન્ડર્ટ રોડ પર ઉભરાઈ નીકળ્યાં હતાં; એફીસો બંધ છે. ટ્રામ ચલાવનારા માણસે પણ કહે છે કે, આજે અમે કામ પર નહિ આવીએ. અમારા લગવાનદાસના પંચભૂતના શરીરને આજે વિલય થયો છે. મુંબઇના આબાળવૃદ્ધ સૌએ ભગવાનદાસે કરેલી સેવાના બદલામાં હાજર થઈ અપૂર્ણ નયને સદ્દગત આત્માને માન આપ્યું. એક લાખ માણસના સમુદાય વચ્ચે “ભગવાનદાસ’ નામધારી મૃતશરીરને બહાર કાઢયું. પુણેની વૃષ્ટિથી પૃથ્વીને હાંકી નાખી. સૌ કોઇ કહેવા લાગ્યા કે “ધન્ય છે ભગવાનદાસને ! તેનાં માતપિતાને ! દૈતને જીતી તેણે ખરેખર તેના આત્માનો ઉદ્ધાર કર્યો છે !” ' ભગવાનદાસે પિતાને પ્રાપ્ત થયેલા સ્થૂલ પંચભૂતના પિંજરથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ કર્યા અને ભવિષ્યની પ્રજા માટે એક આદર્શ પુરુષ તરીકે તેનું નામ ચિરસ્થાયી. કરી આ ફાની દુનિયાને ત્યાગ કર્યો. ” ' લખપતિ લક્ષ્મીદાસ ક્ષણિક અભ્યદયના ઉન્નત શિખરે પહોંચ્યા તો ખરા; પરંતુ કિસ્મતની કરામત ! ભાગ્યદેવીનો પ્રકોપ થતાં તેની જાહોજલાલીને સૂર્ય અસ્ત થવા લાગ્યો. “છિદ્ર નથા ઘણી મતિ તે નિયમ મુજબ એક સાંધે ત્યાં તેર તૂટે તેમ થવા લાગ્યું. બૅન્ક ભાંગી-આખી જીદગીમાં સમુચ્ચય કરેલું દ્રવ્ય નાશ થયું. દ્રવ્ય જતાંની સાથે લક્ષ્મીનાં સાથી સગાં-સહોદર સૌ એક પછી એક ઓછાં થવા લાગ્યાં. શારીરિક વૈભવોનાં સાધનો ઓછાં થયાં. માનસિક શાંતિ તો. જેને પહેલેથીજ હતી નહિ, બધું નાશવંત ભાસવા માંડયું ! તેના બાળસખા ભગવાનદાસ યાદ આવ્યા અને ઘણી વખત ભગવાનદાસની સાથે “આ ઐહિક વૈભવ જે સેવાધમ કરતાં સારા છે” તે કરેલો વાદવિવાદ યાદ આવ્યો અને “એહિક વૈભવ નાશવંત છે, અને તે બ્રહ્મ અજરઅમર છે” તેનું તેને ભાન થયું.
હૃદય ખિન હતું, કિસ્મતે દીધેલા દગા યાદ આવતા હતા અને ‘આ’ સારું નથી; પરંતુ. તે ભગવાનદાસનું સારું છે, તે યાદ આવતાં હું બહાર ફરવા નીકળ્યો હતો, તે વખતે લક્ષ્મીદાસને ગાતાં સાંભળ્યા હતા.
ભગવાનદાસના દેહ વિલય થયો; પરંતુ તે તેના સિદ્ધાંત અમર કરી ગયા.
હવે તો માત્ર લક્ષ્મીદાસને નહિ, પણ સૌ કોઈને મુંબઈ નગરીમાં ખબર પડી કે, લક્ષ્મીદાસના ‘આ’ ઐહિક વૈભવે સારા નથી, પરંતુ તે ભગવાનદાસનો સેવાધર્મ સારો છે.
પ્રિય પાઠક ! “આ સારું કે તે ?” જ્યારે જ્યારે વિચાર કરવાનું ઉપસ્થિત થાય, ત્યારે ત્યારે લક્ષ્મીદાસ અને ભગવાનદાસની જીવનકથામાંથી નિર્ણય શોધી લેશે તે પ્રસ્તુત ઉલ્લેખનો શ્રમ સફળ થયો ગણવાનું લેખક ભાગ્ય માનશે. ઇતિ અલમ ! (“નવુંચેતન'ના ૧૯૮૪ની દિવાળીના અંકમાં લેખક: -ડૉકટર પોપટલાલ અ. ભૂપતકર એમ.બી.બી.એસ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com