________________
૧૫૮
શુભસંમહુ-ભાગ ત્રીજે
૭૦-આ સારૂં કે તે ?
આ સારૂ કે તે ? એ પ્રશ્ન દરેક વ્યક્તિમાત્રને તેના હંમેશના વ્યવહારમાં જરૂર ઉદ્ભવતા દશે, હરકાને તેની જીંદગીના અનેકાનેક કાર્યક્રમમાં આ સારૂ` કે તે” એવા સંકલ્પ-વિકલ્પ
વારવાર થાય છે.
મને પણ એક વખત તે પ્રશ્ન મારી મનેામય સૃષ્ટિના તર ંગામાં રમી રહ્યો હતા. હું મેહમયી મુચ્યાપુરી(મુંબઇ)ના ગીરગામ બેકરેડના રસ્તાપરથી તે વખતે પસાર થતા હતેા. સમય રાત્રિના દશ વાગતાનેા હતેા. રસ્તાપર દિવસે દેખાતી ભુ ભુ કરતી મેટરગાડીએ અને ટન ટન અવાજ મારતી ઘેાડાગાડીએ દૃષ્ટિગોચર થતી ન હતી. દૂરદૂર કરતી ટ્રામ પણ બંધ થયેલી હતી; એટલે મારા વિચારાના તરંગાને ખલેલ થાય તેવું કાંઇ રસ્તામાં નહેાતું. વિચારની ધુનમાં હું રસ્તાપરથી પસાર થતા હતા, તેટલામાં એક ઘરમાંથી હૃદયદ્રાવક અવાજ મારા ક પથપર પડતાં મારા વિચારેામાં ખલેલ પડી,હું ત્યાં ઉભા રહ્યો તે! નીચે મુજબ ગઝલ મારા સાંભળવામાં આવીઃ“ કહી તું જાય છે. દેરી, દગાબાજી કરી કિસ્મત ? ભરેાંસે તે લઇ શાને, આ હરરાજી કરી કિસ્મત ? ચલાવી પુષ્પ માળાપર, નીચે સર્પો ભર્યો કિસ્મત ?
ગાનારનું હૃદય ધણું દ્રવતુ હતું. ગાવાને અવાજ બંધ થયા. મતે ભાસ્યું કે, દુ:ખી હૃદયને તેના ભૂતકાળના બનાવાના આધાત ઘણાજ થતા હશે. આવા વિચારથી મારા હૃદયમાં વધારે કુતૂહલ ઉપજ્યું. ગાનાર કાણુ હશે ? શું દુઃખ હશે ? કિસ્મતના ધા તેને શું લાગ્યા હશે? વગેરે જાણવાની જિજ્ઞાસાનાં આંદેલને। મારા મગજમાં ચાલતાં હતાં, તેટલામાં તેા ગાનારે આત્મગાન ખેલવું શરૂ કર્યું, તેને ભાગ્યા-તૂટયા ભાવા મારા સાંભળવામાં આવ્યાઃ–હું લક્ષ્મીદાસ એક વખતના લખપતિ કે જેની જાહેાજલાલીના સૂર્ય અસ્ત થતાં મારી બિમારીના પ્રસંગે પણ માર કોઇ સગું કે મિત્ર નહિ ? વાહ કિસ્મત! તારી પણ બલિહારી છે! મારી જાહેજલાલીના સમયમાં જી હા' કરી એકઠા થનાર મિત્રા અત્યારે જાણે મને ઓળખતા પણ ન હોય ! અહાહા! શું સમયનું પરિવર્તન ! ! ! ખરેખર ! ભાઇ ભગવાનદાસ જેવા કાઈ ભાગ્યશાળી નહિ. તે જો કે લખપતિ થયા નહિ, છતાં શું તેના માટે જનસમૂહને ચાહ ! શું તેના સેવાધર્મ બજાવવાને સ્વભાવ! મારા ખાળસખા હેાવા છતાં તેના વિચારથી હુ કદી મળતા થતા નહેતા. આજે તે સમસ્ત મુંબઇપુરીને માનીતા મિત્ર થઈ પડયા છે. આ સારૂં કે તે ?” એ પ્રશ્નનું નિરાકરણ ખરેખર હવે હું કરી શક્યા છું.”
આટલું લક્ષ્મીદાસ ખેલી 'ધ થયા. મારા કÖપર અવાજ આવ્યું કે “આ સારૂં કે તે’ એ પ્રશ્નનું નિરાકરણુ ખરેખર હવે હું કરી શકયા છું, જે સાંભળતાં મારી મનેામય સૃષ્ટિના તરંગમાં જે વિચાર રમી રહ્યો હતા, તેનુંજ નિરાકરણ લક્ષ્મીદાસ કરી શક્યા તે સાંભળી તેની મુલાકાત લેવાની મને ઇચ્છા તેા થઇ; આથી લખપતિ લક્ષ્મીદાસ શેઠને હું નામમાત્રથી તે જાણતા હતા; પરંતુ પરિચય ન હેાવાથી મેં મારી ઇચ્છાને માન ન આપતાં આગળ ચાલવા માંડયું. આગળ આવતાં સેન્ડહ શપર પહોંચ્યા તો વળી એક મકાનમાંથી શાંત-મધુર અવાજ મારા કાનપર પડયા. ગાયન એટલું તેા આકર્ષક હતું કે રાત્રે મેડું થતું હતું, તેપણ હું ત્યાંજ ઉભા રહ્યો તે નીચે મુજબ સાંભળ્યું.
‘જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે, ન સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે; રહેજે શાંતિ સાથે સદાએ નિર્મૂળે ચિત્તે, દિલે જે દુ:ખ કે આનંદ કાઇને નહિ કહેજે.
×
X
*
સુણાવું તેમ કયાં બેસી નથી! ઠામ રાવાનું, ભયું છે. એકદર દુનિયાવિષે જ્યાં ત્યાં વગેવાનું.”
×
X
X
રહી નિર્માંહી શાંતિથી રહે એ સુખ મેટું છે, જગતબાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે. વળી થોડી વાર પછી પાટે અવાજ સભળાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com