________________
૧૫૨
શુભસંગ્રહ-ભાગ બીજો
Av
ની અંદર ને અંદરજ થયા કરે છે. તેને માટે આપણે કશું કરી શકતા નથી. તેને કાંઈ એભ્યાસક્રમ બનાવી શકાતો નથી અને જે બનાવ એ તોપણ તેનો અમલ કરવો શક્ય નથી; અને બાહ્યશિક્ષણ એ સામાન્યતઃ અને વ્યક્તિ શિક્ષણ એ વિશેષતઃ અભાવરૂપ છે, એવું ઠરાવ્યુંજ છે. આવી સ્થિતિમાં દિ વારાવિષા = સારા એ ન્યાયે શિક્ષણવિષયક બધી ચળવળ એ શું મૂર્ખતાનું પ્રદશન છે ? રપ આક્ષેપદષ્ટિએ જેવો નિરુત્તર અને બીન તેડી લાગે છે, તે તે નથી એ કહેવું જરૂરી છે; કારણ કે આપણે જ્યારે બાહ્ય શિક્ષણ એ અભાવાત્મક કાર્ય (નેગેટીવ ફન્કશન) છે એમ કહીએ છીએ, ત્યારે તે કાર્ય જ નથી એમ નથી કહેતા. તે કાર્ય છે, તે ઉપયુક્ત કાર્ય છે, પણ તે અભાવાત્મક કાર્ય છે એટલું જ કહેવાનું હોય છે. શિક્ષણથી કાંઈ સ્વતંત્ર ન9તવ ઉત્પન્ન કરવાનું નથી. સૂતેલું, છુપાયેલું તરવે જાગૃત કરવાનું હોય છે; એટલે જે અર્થ માં લોકો શિક્ષણનો ઉપયોગ સમજે છે. તે અર્થમાં તેનો ઉપયોગ નથી એટલું જ કહેવાનું છે, પણ એટલાથી શિક્ષણ નિપયોગી છે એમ કહી શકાય નહિ. જહાલ પક્ષના સુધારકાના “ વિધવાવિવાહાત્તજન ને સમાજ શિક્ષક કનું ‘વિધવાવિવાહપ્રતિબંધ-નિવારણ” જે નિરુપયોગી લાગે તોપણ તે નિરપગી નથી. તે જ ખરી રીતે ઉપયોગી છે, એ વાત નાકબૂલ કરી શકાય તેવી નથી. મતલબ કે, શિક્ષણ એ ઉત્તેજક હવા નથી, પણ પ્રતિબંધ-નિવારક ઉપાય છે. રસ્કીને શિલ્પકળાની વ્યાખ્યા પણ આવીજ આપી છે. શિલ્પજ્ઞ માણસને માટીમાંથી કે પથ્થરમાંથી પૂતળું ઉત્પન્ન કરવાનું નથી; તે તો તેમાં છેજ. ફક્ત તે છુપાયેલું છે. તેને પ્રગટ કરવાનું કામ શિક્ષણનું છે. આ ઉપરથી શિક્ષણ અભાવાત્મક હોય તો પણ ઉપયુક્ત છે અને પ્રતિબંધ-નિવારણના જેટલાજ અર્થમાં પણ તેમાં થોડી ભાવાત્મકતા છે એ દેખાઈ આવશે. આજ અર્થ ધ્યાનમાં રાખીને ઉપર તારતમ્યથી અભાવાત્મક એવી સાવધાન ભાષા વાપરી છે. શિક્ષણ આત્મવિકાસના પ્રમાણમાં અભાવાત્મક છે. એટલે કે તેને “ભાવ” બહુ ઓછો છે.
પણ આપણે શિક્ષણનો ભાવ પુષ્કળ વધારી દીધેલ હોવાથી આપણી અત્યારની શિક્ષણપદતિ અત્યંત અસ્વાભાવિક, વિપરીત અને અટ્ટહાસ કરવા એગ્ય બની છે. બાળકની સ્મરણશક્તિ તીવ્ર છે એવું જણાતાંજ તેને કોઈ પણ વસ્તુ કંઠસ્થ રાખવાનું વધારે ઉત્તેજન આપવામાં આવે છે. પિતાને એમ લાગે છે કે, બાળકના માથામાં કેટલું ભરૂં ને કેટલું ન ભરું! આજ પરિસ્થિતિ પાઠશાળાની શિક્ષણ પદ્ધતિમાં પણ રવીકારાયેલી છે. ઉલટું વિદ્યાર્થી મંદ હોય તો તેની તરફ ખાસ દુર્લક્ષજ રાખવામાં આવે છે. કોંશિયાર તરીકે નામાંકિત થયેલ છોકરાએ કૅલેજમાં પહોંચતાં સુધી તે માંડમાંડ ટકી રહે છે, પણ પછી મેંટેભાગે પાછળ પડી જાય છે; અને જે કૅલેજમાં પાછળ ન પડે તો આગળ વ્યવહારમાં તો નિઃસવ ઠરે છે. આનું કારણ તેમની કુમળી બુદ્ધિ ઉપર વધારા પડતો પડેલો બોજોજ છે. જે ઘોડો ચપળ હોય અને રીતસર ચાલતો હોય તો તેને સતાવવો ન જોઈએ; પણ તેમ ન કરતાં ઘેડો ચપળ હોવાના કારણેજ તેને ચાબુક મારવામાં આવે છે. આથી શું થાય ? ઘડો ભડકીને ખાડામાં પડવાનો અને ધણુને પણ પાડવાનો. આ મૂર્ખાઇભરેલે અને જંગલી પ્રકાર રાષ્ટ્રીય શાળામાં તે બંધ થવો જ જોઈએ.
વસ્તુતઃ પતે શિક્ષણ લે છે, એ વિદ્યાથીને ભાસ થાયે કે શિક્ષણનું સ્વારસ્ય ગયું એમજ માનવું. નાનાં બાળકોને તો રમત એજ ઉત્તમ વ્યાયામ છે એમ કહેવામાં આવે છે, એમાં પણ આજ રહસ્ય છે. રમતમાં વ્યાયામ તો થયા જ કરે છે; પરંતુ “હું વ્યાયામ કરું છું' એવી જાણ તેને નથી હોતી. રમતી વખતે તે આસપાસનું જગત અસ્તિત્વમાં છે, એ હકીકત પણ ભૂલી જવાય છે. બાળકે તપ બનીને અદ્વૈતનો અનુભવ લેતાં હોય છે. નથી લાગતાં તેમને તરસ કે ટાઢ-તડકો કે થાક. સારાંશ કે, રમત એ આનંદ હોય છે, તે વ્યાયામરૂપ કર્તવ્ય નથી હોતું. આજ વાત દરેક શિક્ષણને પણ લાગુ પડવી જોઈએ. શિક્ષણ કર્તવ્ય છે એવી કૃત્રિમ ભાવના કરતાં શિક્ષણ આનંદ છે એવી નૈસર્ગિક અને જમદાર ભાવના ઉત્પન્ન થવી જોઈએ; પણ આપણાં બાળકોમાં આવી ભાવના હાલ જણાય છે ? શિક્ષણ એટલે આનંદ છે એવી ભાવના તો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat