________________
~
wWww
wwwww
www
^^
^
^^^
^
^
૧૫૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો બધા પ્રયત્નો નિષ્ફળ થઇને નિરાશાવાદનું અને તેની સાથેજ પશુવૃત્તિનું સામ્રાજ્ય શરૂ થવાનું; કારણે શિક્ષણની આશાનો નાશ થતાં શિક્ષાનું રાજ્ય સ્થાપિત થવાનું જ. બ્રિટિશ સરકાર ઉપરનો આપણો વિશ્વાસ સમૂળગો ઉડી ગયા છે, એવું ઘણા લોકો આવેશમાં ને આવેશમાં બેલે છે. સદ્ભાગ્યે આ કથન આવેશનું જ હોય છે, પણ જે તે ખરૂં હોત તો તે કોઈ પણ શાંતિમય ચળવળનો અર્થ ફક્ત નિરાશામય કર્મવેગ એટલો જ રહ્યો હોત. “સરકાર ઉપર વિશ્વાસ રાખીને ચાલવાનું નથી' એમ કહેવું એ સ્વાવલંબનની દૃષ્ટિએં સાચું છે, પણ જે એનો અર્થ એમ હોય કે “અમારી ખાત્રી થઈ છે કે, અંગ્રેજોને હૃદય નથી, તેમનામાં કદી પણ સુધારો થવાનો નથી” તાપછી નિઃશસ્ત્ર ચળવળ એટલે કેવળ નાઈલાજના ઇલાજ ગણાશે. દરેક મનુષને આમા છે' એ મૂળભૂત ક૯૫ની ઉપરજ સત્યાગ્રહ કે શિક્ષણને આધાર છે. જેમ શત્રને આત્મા નથી, એમ કેરે એટલે સત્યાગ્રહ બંધ પડે, તેમજ મનુષ્ય સ્વભાવથી જ દુષ્ટ છે, એમ ઠરે એટલે શિક્ષણની લેગભગ બધીજ આશાને નાશજ સમજો. પછી તે “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ” એ એકજ સૂત્ર શિક્ષણનું સાચું સૂત્ર કરવાનું. એટલા માટે મનુષ્યમાં પૂર્ણતાનાં બધાં તો બીજરૂપે સ્વતઃસિદ્ધ છે, અને સિદ્ધાંત વિચારક તત્ત્વજ્ઞોએ અને શિક્ષણવેત્તાઓએ ઠરાવ્યા છે. આ શાસ્ત્રીય સિદ્ધાંત સ્વીકારીએ તો અત્યારની હાસ્યાસ્પદ શિક્ષણ પદ્ધતિ જેમ ખોટી ઠરે છે, તેમજ “શિક્ષણનું કાર્ય નાગરિક બનાવવાનું છે વગેરે આત્મસંભવિત તો પણ નિરાધાર ઠરે છે. આપણે શિક્ષણ આપીએ કંઇક, વિદ્યાર્થીના મન ઉપર પરિણામ થાય કશાકનું અને પછી તે પરિણામ અને આપણા શિક્ષણનું સમીકરણ બનાવીને સન્માનવ જયં વિશ: I ૩ામર અયં મામા વગેરે બેલીને રાચવા મંડી જઈએ છીએ ! આવો આ માનવી મૂર્ખતાને મહિમા છે. ઉપર કહ્યું કે, વિદ્યાર્થીને “હું શિક્ષણ લઉં છું' એવો ભાસ પણ ન થાય એવી જાતની શિક્ષણની રચના હેવી જોઈએ. આમ થવા માટે તે “હું શિક્ષણ આપું છું-શીખવું છું' એવી ઝાંખી ઝાંખી ભાવના પણ શિક્ષકના મનમાં હોવી ન જોઈએ. ગુરુ જાતે અનન્ય અને સહજશિક્ષક ન હોય તે વિદ્યાર્થીને સહજ-શિક્ષણ મળવું અશક્ય છે. જ્યારે તમને એમ કહેવામાં આવે કે “અમે ડૂબેલની, પિલાઇની કે મોન્ટીસૈરીની પદ્ધતિ પ્રમાણે શીખવીએ છીએ, ત્યારે ખુશીથી એમ જ સમજવું કે, આ તો જીભને તસ્દી આપવાની છે, આ શબ્દશિક્ષણ છે, આ કોઈ પણું એક પદ્ધતિની અર્થ શુન્ય નકલ છે. આ પ્રેત છે. એમાં જીવ નથી. શિક્ષણું એ કાંઈ બીજગણિતની ફોર્મ્યુલા નથી, કે તેનો ઉપયોગ કરતાંવેંતજ દાખલાનો જવાબ મળી રહે ! જે આપવામાં આવે છે એ શિક્ષણ નથી. શિક્ષણ આપવાની પદ્ધતિ એ પદ્ધતિ નથી. “સંત પંચે રમા વાઘેરી” એ રીતે જે બહાર પડે તેજ શિક્ષણે. આ સહજ શિક્ષણ સદોષ હોય તો પણ ચાલી શકશે, પણ વિશિષ્ટ પદ્ધતિના ગુલામો પાસેથી મળેલું અજ્ઞાન નથી જોઇતું; કારણું શાસ્ત્ર એટલે શું ? શાસ્ત્ર એટલે વ્યવસ્થિત અજ્ઞાન, આ સિવાય શાસ્ત્રનો બીજો શો અર્થ છે ? શિક્ષણવત્તા પેન્સર શિક્ષણશાસ્ત્રવિષે લખતાં કહે છે કે, શિક્ષણથી અલૌકિક વ્યક્તિએ તૈયાર થતી નથી. આવાં શાસ્ત્રોની શાસ્ત્રદષ્ટિએ શું કિંમત આંકી શકાય ?
પતરુ યુવા વૃત્તિમાન સ્થાવ તત્વશ્ચ માત એવી શાસ્ત્રની પ્રતિજ્ઞા લેવી જોઇએ. આવી પ્રતિજ્ઞા જે શાસ્ત્ર નથી કરી શકતું એ શાસ્ત્ર એટલે લોકોની આંખમાં ધૂળ નાખવાને પદ્ધતિસરને પ્રયત્ન જ ગણાય. શેકસપિયરે કયા નાટ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું ? અલંકારશાસ્ત્રના નિયમ ગેખીને કોઈ પ્રતિભાવાન કવિ કે કાવ્યરસિક પણ બન્યો છે ખરો ? “શાસ્ત્ર” “પદ્ધતિ' એ બધી શબ્દસૃષ્ટિ છે, એ સિવાય એનો બીજે કશો અર્થ નથી; એ ખાલી ભ્રમ છે. “રાજ
થારતા gવ મારિત શાહ્માજિ” મહાન પુષેની વૈકથા એજ શાસ્ત્રો છે, એવું ભર્તૃહરિનું એક માર્મિક વચન છે, તેજ આ બાબતમાં સત્ય છે. કોઈ પણ જાતની પદ્ધતિ વગર જે પદ્ધતિસરનું થાય છે, કોઈ પણ ગુરુ જે નથી આપી શકતો છતાં જે અપાય છે, એવું શિક્ષણનું અનિર્વચનીય સ્વરૂપ છે. માટેજ શિક્ષણ કેમ આપવું એ અમે જાણતા નથી– વિનાનમ: એવા ઉદગાર દિવ્યદષ્ટિ મહાત્માઓએ ઉચ્ચાર્યા છે. (કેન ઉપનિષત ) શિક્ષણ પદ્ધતિ, પાઠયક્રમ, સમયપત્રક વગેરે બધા અર્થશૂન્ય શબ્દો છે. એમાં આત્મવંચનાસિવાય બીજું કશું નથી. જીવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com