________________
શુભસંગ્રહ-ભાંગે ત્રીજો
ભાઈ ભાઈથી સહુ અભડાય, ખાટી મેટાઈમાં જ તણાય.
શોધે શોધે સાચું કાર–સંતાને* ' ત્યારે થાય છે શેમાં ! અમદાવાદ કે વડોદરે જવાના એક કરતાં વધારે રસ્તા છે, તેમ ધર્મને પાળવાના ચાર માર્ગ છે. ધર્મના પૂરેપૂરા ચાર માર્ગ પર આપણે બરાબર ચાલવું જ જોઈએ. એ ચાર માગે તે ક્યાં ? એમાંને પહેલો માર્ગ તે સત્ય છે.
“સત્યમેવ નાનૃતમ્ ” “સત્યાગ્રસ્ત જો વર્ગ છે” “તે મારો મુસલમાન નથી પણ દુશ્મન કાફર છે કે જે અસત્ય બોલે છે ને વચનભંગ કરે છે. ” “ તું જુઠું બોલતો મા.” વગેરે વગેરે મહાન આજ્ઞાઓ આપણને ધર્મને પહેલા માર્ગને બોધ કરે છે. ત્યારે પ્રથમ તો ધર્મ પાળતા હો તે સાચું બેલો. શું આપણે આવો ધમ પાળીએ છીએ ? ના, આપણે તો માળા ફેરવીએ છીએ, ને ફેરવતાં ફેરવતાં હજારેનાં ગળાં રેંસવાની–રંસવાના વિચારની માળા પણ ફરતી જ હોય છે. વિશ્વાસે બીજાને ઠગીએ છીએ, માલમાં કપટ કરીએ છીએ; વગેરે અનેક રીતે જૂઠું બોલીએ છીએ. આ તો ખરેખર ધર્મ નથી, પણ ધતીંગ છે. જે આપણે ખરે, સત્ય, નગદ ધર્મ પાળવો હોય તે સર્ચ વઢ. ત્યારે તે પ્રમાણે આપણે આજથી જ સાચું બોલવું જોઈએ. એ સત્ય ધર્મ અંગીકાર કરવો જોઈએ. ટુંકામાં સત્ય જોતાં, બોલતાં ને સમજતાં શીખવું જોઈએ. કારણ કે વિદ્વાને અમાસની રાત્રિ, દીવાવગરનું ધર અને સત્યવિનાનો મનુષ્યદેહ, એ ત્રણને સરખાં ગણે છે.
બીજો ભાગ દયા છે. અરે ! આપણો દેશ તે દયાધમને માટે પ્રખ્યાત છે. “દયા ધર્મ કે મૂલ હય.અરે તેમાં બુદ્ધદેવ દયાના ગુરુને જન્મ થયો હતો ! પણ અત્યારે તો તે બીજાની દયા નીચે પડ્યો છે ! દયામણી દશા થઈ છે ! ત્યારે શું દયાને ડાકણે ખાધી? હા, હા. એવું જ કંઈક થયું છે. આપણે ઉંધે અર્થ કર્યો છે. દયાના ખરા પ્રકાર સમજ્યા નથી. મનુષ્યપર દયા રાખવી, ભૂખ્યાને ભેજન આપવું, શું આપણે એવું નથી કરતા ? હા, વા=આપવું ને બરાબર ઉપયોગ કરીએ છીએ. ગમે તે નાગા-ભૂખે આવે કે વિચાર કરતા નથી. આપવું, નાખી દેવું, ગોરને લેટ આપ્યો તે મોઢું ધ્રુવે કે ગમે તેમ કરે, એટલુંજ માત્ર સમજીએ છીએ. અરે, પણ તેવો અર્થ નથી. દયા, માણસ કે જનાવરપરજ કરવાની નથી. બધી ચીજ ઉપર કરવાની છે. માણસમાં પાત્રતા જોઈને દયા દેખાડવી, દાન આપવું; પણ “રોટલી નાખીને ભિખારી ન રાખો” “તમારાં દાનનાં ઝરણે, વહે છે માર્ગ અવળે તે; કમી કરવા બદલ બીજા નવાં દરદો ઉમેરે છે.” તેને બરાબર માર્ગમાં વાળે.
અત્યારે ચાલતી દાનની રીત બહુજ કનિષ્ટ પ્રકારની છે, ચાલુ જમાનાને મળતી નથી. અરે ! પાછલા વેદસમયને પણ મળતી નથી. ભૂખ્યાને ભોજન આપો, પણ તેની ભૂખ તપાસીને આપો. તેને શારીરિક, માનસિક કે આત્મિક ભૂખ છે. તે જુઓ. પછી તેને એવું ભોજન આપો કે ફરીથી તમારે બારણે તેને માગવા આવવાની જરૂર રહે નહિ. ત્યારે શું પૈસાથીજ દાન થાય ? પૈસાથી પણ થાય અને બીજા ઘણાથી પણ થાય. પૈસાથી સ્કૂલ, ઍગિ , દવાખાનાં, પુસ્તકાલયો વગેરે કાઢી શકાય, ધનથી જેવું બની શકે તેવું નથી પણ બની શકે છે. તનથી કોઈને પાટે બંધાય, માર્ગ બતાવાય, બે મીઠા શબ્દો બોલી આશ્વાસન આપી શકાય અને હજાર વાનાં કરી શકાય. પ્રકામાં પોતાની જાતને અન્યના ભલા માટે ખર્ચી શકાય. તમારી પાસે જે હોય, તેને બરાબર વાપરવું જોઈએ. કેશીની ઘંટીના પથરાજ હિસાબ માગવામાં આવે છે, એ યાદ રાખજો. મનથી પણ દયા કરી શકાય. સારા વિચારો કરી શકાય. વિચારોનું બળ કેવું મહાન છે, તે તમારે અન્ય પુસ્તકમાંથી ખાસ વાંચવું જોઈએ. આમ દરેક રીતથી દયા કરાય, પણ પાત્રતા જોઈને કરવી જોઈએ.
» ‘હિંદ માતાને સંદેશ” નામે મારા કાવ્યમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com