________________
૧૩૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજો જરૂર નથી. આપણા જેવા ગરીબોના ખિસ્સામાંથી બીજા માણસે હજારો તરકીબોથી પૈસા ઓળવી જાય છે તે જે સરકાર બંધ કરાવે તેજ બસ છે, તો પછી આપણે આપણા ઘરમાં સુખેથી બેસી શકીએ. વહાલા જીડ ! આને વ્યક્તિ સ્વાતંત્ર્ય કહેવામાં આવે છે. જે કોઈ માણસ કામ ન કરે તો તેને કાંઈ પણ મેળવવાને હકક નથી, એ વાત આપણે કબુલ કરી શકીએ; એટલે આપણે રખડતા લોફરો કે આળસુઓ માટે જરાએ દયા ખાવી જોઈએ નહિ, એ વાત પણ સાચી; પણ જેઓ સવારથી સાંજ સુધી લેહીનું પાણી કરીને વૈતરું કરે છે, તેમને પિતાની મહેનતનું ફળ મળવું જ જોઈએ. મારા વિચારનો એજ મૂળ પાયે છે. આ સિદ્ધાંતરૂપ સેટપર આજની સુધરેલી દુનિયાને ચઢાવી જુએ. હું પૂછું છું કે, આજે કામદારો જે માલ કે વસ્તુ પિતાની મહેનતથી પેદા કરે છે તે તેમને મળે છે કે પછી તે કઈ બ્રાહતજ તફડાવી જાય છે ? અથવા બીજી રીતે પૂછીએ તો આપણા દેશમાં એક એવે વગ છે, કે જે કાંઈ પણ ઉપયોગી કામ કરતો ન હોય છતાં બીજાની મહેનતને પૈસે પચાવે છે. આનો અર્થ એ છે કે, જે કોઈ માણસ પોતે પેદા કર્યા વિનાની વસ્તુનો ઉપભોગ કરતો હોય તે દેખીતી રીતે જ એ વસ્તુના પેદા કરનારને તે વસ્તુ નજ મળી હોવી જોઈએ.
વહાલા જુડ ! હું તારો જ દાખલો આપીશ. તારા ઘડપણની દોલતતરીકે તેં જે ત્રણ ઘર તારી જાતમહેનતથીજ બાંધ્યાં છે તેને ધાર કે, કઈ ગાડામાં ઘાલીને ઉપાડી જાય તે તને કેવું લાગે? અથવા ધાર કે, કોઈ આવીને તારા ઘરમાં ઘુસી જઈ ઘરનો માલીક બની બેસે તે તેને તું શું કરે ? જરૂર તું તેનાં હાડકાં ખરાં કરે. કાયદો પણ તને તેમ કરવાની સત્તા આપે છે, એટલે તું કાયદામાં શ્રદ્ધા મૂકતે થયો છે; પણ જુડ ! તને ખબર નહિ હોય કે, દુનિયામાં કેટલાક એવા માણસો પણ છે કે જે તરકીબથી તારાં બધાંએ ઘર પચાવી પાડે છતાં કાયદો તને જરાએ રક્ષણ ન આપે. ઉલટું કાયદો તને તારાજ ઘરમાંથી હાંકી કાઢે અને પેલા ત્રાહીતને તારી મિલકત પચાવવામાં મદદ કરે. જુડ! સમજ ! અહીં આજ તારા જેવા હજારો કામદારોને ઘણું સમજવાનું છે. આ બધી રમત કેવી રીતે રમાય છે તે હું તને સમજાવીશ. તું જે બરાક ખાય છે, જે કપડાં પહેરે છે તેની કિંમત વધારી મૂકવાની જેઓના હાથમાં સત્તા છે, તેઓ જે તેની કિંમત વધારી મૂકે તો પછી તારી પાસે તે ખરીદવાની શક્તિ રહે નહિ અને તેના વિના તે તને ચાલે નહિ; એટલે તું તારાં ઘરો ગીરવે મૂકે અને તેમ છતાં તું પહોંચી ન વળે તો તારા ધરોનું લીલામ થાય અને એ રીતે કાયદેજ તને તારા ઘરમાંથી હાંકી મૂકે. બીજી તરફ નાણાંની કિંમત ઘટાડવામાં આવે તે તારા ડોલરની કિંમત અત્યારે છે તે કરતાં અડધી થઈ જાય; તે પછી તને નથી સમજાતું કે, આવી સત્તાવાળે માણસ તારાં બધાંજ ધર વેચાવી નાખે ! આમ આવી યુક્તિઓ હજારો રીતે વાપરી શકાય તેમ છે. હું તને ખાત્રી આપું છું કે, આવા પ્રપંચે ઘણી વાર રમાઈ ગયા છે અને હજુ ઘણી વાર રમાશે; ને દુનિયામાં તું અને તારા જેવા ગરીબ અને અજ્ઞાન કામદાર વસી રહ્યા છે તે દુનિયામાં એવા શાહુચરો વસે છે કે જેઓ હજારો યુક્તિ-પ્રયુક્તિઓથી તમારા ખિસ્સાં ખાલી કરી જાય છે અને છતાં તને કે તારા બીજા ભાઈઓને આવી ચોરીની ખબર પણ પડતી નથી. - જે કોઈ માણસ તારી પાસે સોનાની ઈટ વેચવા આવે તે તું તેને હસી કાઢે; પણ જે કઈ કંપની કામસ્કાટકામાં સોનાની ખાણેમાટે તારી પાસે શેરો ભરાવવા આવે અગર કઈ તેલની કંપનીના શેરો ભરાવે તે તું ના પડે નહિ. તું જ મને કહેતો હતો કે, તે એકાદ કંપનીમાં ૧૨૦૦ ડોલરના શેરો ખરીદ્યા પણ છે. મિત્ર જુડ ! આ બધી રમત એવી સફાઇથી રમાય છે કે તેને કોઈ લુંટ કહી શકે નહિ; અને તેને એવી સુંદર રીતે સમજાવવામાં આવે છે કે તારે જેવા હજારો મતદાર આવા માણસોને ખુશીથી મત પણ આપી આવે છે અને કદાચ તમે લોકે તેવાઓને માટે જાન પણ આપી દો. આવી બીજી યુક્તિ રક્ષણાત્મક જકાત અને બેન્ક ની અનામત રાખવાની રીતિ છે. બેંકવાળાઓ તમને લોકોને કહે છે કે, તમારા ઘરમાં પૈસા એકઠા કરી રાખવા એ જોખમભરેલું છે અને પૈસાનો વ્યય કરવા જેવું છે; અને તારા જેવા બિચારા કામદારો તે વાત ખરી માને છે; પણ ખરી વાત એવી છે કે, બેંકે આ રીતે તમારાં નાણાંથી વેપાર કરે છે અને તમને લૂંટે છે. તેને કોઇ દિવસ ખબર નહિ પડી હોય કે, જેમ જેમ વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com