________________
૧૪૦
અA
શુભસંગ્રહ-ભાગ ત્રીજો બધું જોતાં આપણા દેશમાં પ્રજા ઘણી જ સુખી હોવી જોઈએ; અને ગરીબાઈ ૧૮૨૫ કરતાં પણો ગણી ઓછી હોવી જોઈએ. પણ જુડ ! સ્થિતિ શું છે? ગરીબાઈ તો હજુ તેટલીજ કે તેથી પણ વધારે છે. અસલના વારામાં કોઈ પણ ભૂખે મરતું નહિ. આપણું બાપદાદાઓને પેટપૂરતું ખાવાનું મળતું અને તેઓ દશ માણસેના કુટુંબનું કે કેટલીક વાર તો વીસ માણસેના કુટુંબનું સતિષકારક રીતે ભરણપોષણ કરી શકતા. આજે આપણા મલકામદારોમાંથી આટલા મોટા કુટુંબનું કોણ પોષણ કરી શકે એમ છે ? આરસના સુશોભિત મહાલયોથી શોભતા આપણા વૈશિંગ્ટન શહેરનું ચિત્ર મારા ઘરમાં છે; પણ આ ચિત્ર જરા જુદા પ્રકારનું છે. એક ભવ્ય મહાલયની અગાશીમાંથી કામદારો જે વિભાગમાં રહે છે તે લત્તાનું આ ચિત્ર છે. કયાં આ મહાલ અને યાં બિચારા મહેનતુ કામદારોને રહેવાનાં જર્જરિત અને ગંદાં મકાને ! આવાં કેટલાંએ મકાન તને વૈશિંગ્ટનમાં મળી આવશે. અરે ન્યુયૅક કે જે આપણું વિલાસ, મોજમજાહ, અઢળક દ્રવ્ય અને ફેશનનું ધામ છે, ત્યાં જઈને જોશે તો કેટલાંએ ગરીબ લેક ગંદાં મકાનોમાં સડતા દેખાશે. ન્યુ ઈગ્લાંડમાં તો હજારે કામદારો નરકયાતના ભોગવતા નજરે પડે છે અને કેટલીએ સ્ત્રીએ પૈસાને ખાતર પોતાની જાતને વેચે છે. અહીં કામદારો ઘરમાં નથી રહેતા, પણ અંધારા ભોંયરામાં રહે છે એમ કહીએ તો ચાલે. છ આમાં બચ્ચાંઓ પાસે મીલોમાં કામ કરાવવામાં આવે છે.
આવી સ્થિતિ છતાં આપણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, અમેરિકામાં કામદારોની સ્થિતિ સુધરતી જાય છે અને થોડા વખતમાં કોઈ ગરીબ જોવામાં આવશે નહિ. જુડ ! આ બધું ધતીંગ છે. હું તને કહું છું તે નોંધી લે કે, છેલ્લાં પચાસ વર્ષમાં અમેરિકાના કામદારોની સ્થિતિ બગડતી ગઈ છે, અને તે કેવી રીતે ? તે આપણે તપાસીએ. દેખીતી રીતે કામદારોના પગાર વધે તે ઉપરથી તેમની રિથતિ સુધરી ગઈ એમ માની લેવાનું નથી. પગારનું ધોરણ માણસના જીવનનિર્વાહ અને ચીજોના ભાવ ઉપર ઘણે આધાર રાખે છે. એટલે જે એક માણસને રોજના ચાર ડોલરને બદલે આઠ ડોલર મળવા લાગે અને જે ચીજોનો ભાવ હોય તેથી બમણો થઈ જાય છે તેથી તેની સ્થિતિ જરાએ સુધરી કહેવાય નહિ. એ તો મુડીવાળાઓ એ રીતે દુનિયાને ઠગે છે; એટલે કામદારે તે ઉપર ઉપરથી જે સુધારો થયેલો નજરે પડે તેથી ભોળવાઈ જવાનું નથી. આ સુધારાનાં બીજાં અનેક કારણે છે. દાખલાતરીકે હવેનો કામદાર વર્ગ પૈસાને સમજુપણે ઉપચોગ કરતાં શીખ્યો છે, તંદુરસ્તી અને સુખાકારીના નિયમ શીખે છે, તેની સંસ્કૃતિમાં ઘણે વધારે થતો ગયો છે. પણ તેથી કાંઈ તેના પગારમાં તેને ફાયદો થઇ ગયો છે, એમ મ નથી. બીજી તરફ જુએ કે, કેટલા માલેતુજાર મુડીવાળાઓ ગરીબ બનવા પામ્યા છે ?
અમેરિકામાટે તો આ સવાલજ હસવા જેવું લાગે છે, કારણ કે હેત્રી ફૅર્ડ જેવા માણસે તે ૩૫ વર્ષ પહેલાંના કરતાં લાગણા પૈસાવાળા બન્યા છે. ૧૮૯૦ માં આપણું દેશની દેલત ૬૫ અબજ હતી, તે વધીને ૩૨૦ : અબજ જેટલી ૧૯૨૨ માં થઈ છે અને આમાં કામદારોને કાંઈ મળ્યું નથી; એટલે પૈસાદાર માલેકનીજ તીજોરીઓ ભરાવા પામી છે. ૨૫ હજારથી એ લાખ ડોલરની વચમાંની ઉપજવાળાઓની સંખ્યા ૩૭૬૬૩ થી વધીને ૫૧૫૮ જેટલી થવા પામી છે. આ ઉપરથીજ જોઈ શકાશે કે, તાલેવંત વધારે ને વધારે તાવંત થતા જાય છે,
જ્યારે ગરીબ વધારે ગરીબ બનતા જાય છે. જડ ! આપણાં છાપાંએ આને વિરોધ કરે છે; પણ સત્ય વાત તો એ છે કે, દુનિયાની સૌથી વધારે તાલેવંત પ્રજાને કામદારવર્ગ ગરીબ અનતે જાય છે.
( ‘હિંદુસ્થાન' તા ૪-૯-૨૬ ના અંકમાંને અપ્ટન સિંકલેરના પત્રોને અનુવાદ)
s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com