________________
૧૪૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
vvvv4
,,
આ પરિસ્થિતિ દૂર કરવા માટે આપણે આજના કાવ્યશિક્ષણમાં સુધારા કરવાની જરૂર લાગે છે.
આપણે પહેલો સુધારો આપણી પેટી સમજણ દૂર કરવાને છે. તે એ કે, કાવ્યને નાની ઉંમરે મૂકાય નહિ. જરા વિચારી જોઈએ તે આ સમજણ દૂર થશે. સાહિત્યના ઇતિહાસમાં જોઈએ તો ગધથી પહેલાં પદ્ય છે, એમ જણાય છે. વાણીએ પહેલું સ્વરૂપ કવિતા મારફત લીધું. આપણી દુનિયાનાં લોકગીતો અને ઇલિયડ, મહાભારત, રામાયણ આદિ મહાકાવ્ય પ્રથમ ૫ઘના નમુના છે. લેખનની શોધ માટે સાહિત્ય રાહ જોઈ નથી શકયું. સાહિત્ય એટલે સર્જનાત્મક વૃત્તિનું એક વ્યક્તિ સ્વરૂપ; અને આ વૃત્તિ તે મનુષ્ય બાબતે થયો તે પહેલાંની છે. વાણીની સાથે તે વાડમયરૂપે દેખાઈ. જૂના પુરાણા લેકેનું વામય એટલે પ્રથમતઃ કાવ્યનું વાલ્મય. કાવ્ય એક કથી બીજે કઠે સહેલાઈથી જઈ શકે. વેણ-પદ્ધતિએ એને અભ્યાસ કેવળ સરળ છે. કાવ્યની ગેયતાને લીધે સ્મૃતિપટે ચઢવાનું વધારે સીધું છે. કાવ્યમાં પ્રાસ અને છંદના બંધનને લીધે અથવા તેમાં રહેલા પુનરાવર્તનને લીધે તે અકબંધ રહે છે ને તેથી તે પરંપરિત વારસામાં ઉતારવાને માટે વધારે લાયક છે.
પ્રાથમિક લેકનું સાહિત્ય-ધનભંડાર કાવ્યું હતું. કાવ્યમાં તેઓ પિતાનું ડહાપણ અને અજ્ઞાન ભરતા. કાવ્યમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા અને લઘુતા દેખાડતા. કાવ્યમાં તેઓ પોતાનાં સ્વપ્નો અને ઇતિહાસ પ્રગટ કરતા. કાવ્યમાં તેઓ શોક, મેહ, પ્રેમ વગેરેને સંઘરતા. કાવ્ય એજ તેમનું સંગ્રહસ્થાન હતું, તેમને ઇતિહાસકાર હતું. એ કાવ્ય લોકજીવનની જીવંત શાળામાં ઉચ્ચારાતું અને આબાલવૃદ્ધ એમાં જીવી જવી એને જાણતા, શીખતા ને એમાંથી નવાં કાવ્ય રચવાનો પ્રાણ અને પ્રેરણા મેળવતા. આ જૂનું કાવ્ય એટલે લોકગીત-લોકકાવ્ય. મનુષ્યલોકની બાલ્યાવસ્થા કવિતાથી સાહિત્યને પરિચય સાધતી અને આજે પણ બાલ્યાવસ્થા સાહિત્યને પરિચય કાવ્યથીજ માગે છે કે તે તેને મળવો જોઈએ.
જયાં માં હાલરડું ગાય છે ને બાળક ઉંઘી જાય છે, જ્યાં માં ગાતાં, ખાંડતાં, ભરતાં ગીત ગાય છે ને બાળક તેની ફરતું હીંડે છે, જ્યાં પિતા પૂજા કરતાં સ્તોત્ર ગાય છે ને બાળક સામે શાંતિથી બેસે છે, ત્યાં લોકગીતો-કાવ્યો-બાળકને પરિચય છે, ત્યાં તેનું શિક્ષણ છે.
જેમ જેમ જૂના વખતમાં જઈએતેમ તેમ આ પરિચય વધારે ને વધારે દેખાશે. આવો પરિચયજ માત્ર બાળકને રસ અને વસ્તુથી ભરતા. આજે પણ જ્યાં એ મુખસાહિત્યના જીવંત અવશેષ છે, ત્યાં બાળક તેનાથી રસાતું જાય છે, પરંતુ આજની દુનિયા બદલાતી ચાલી છે, લોકગીતો ભૂલાતાં જાય છે. આપણી જીવનસરણી બદલાતી જાય છે, તેમ લોકગીતોને રહેવાને જાણે જગા નથી રહેતી. ઘંટી આગળ લોકગીત રહેતું, તે ગિરણી આગળ નથી રહી શકતું; તે ચૂલા આગળ રહેતું, પ્રાઈમસ આગળ કેમ રહી શકે ! છતાં લોકગીતોને છોડી દીધે ન ચાલે. અને કાવ્યશિક્ષણમાંથી તેને જવા દઈએ તો પાયાવિના જેમ મકાન ચણી નથી શકાતું છતાં ચણવાની કલ્પના કરીએ તેવું કવિતાશિક્ષણમાં થાય.
આથી કાવ્યશિક્ષણમાં પ્રથમ વસ્તુ લોકગીતોને પરિચય છે. બાળમનુષ્યનાં ગીતથી જ બાળકનું કવિતાશિક્ષણ થઈ શકે, આ વિચાર કેટલો સાચો છે તે અનુભવથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે. લોકગીતો બાળક સામે મૂકી જોઈએ અને તેની ખાત્રી કરી લઈએ. બાલ્યાવસ્થાના કાવ્યપરિચયમાં મુખ્ય વસ્તુ કાવ્યની ગેયતા, ડોલન, તાલની સ્પષ્ટતા અને ઉચિત વસ્તુ છે. બધાં લોકગીતમાં ગેયતા છે, બધાં કાવ્યો એકલાં ગેય છે, છતાં તે જ કારણે તે બધાં બાળકોને ન ગમે. એમજ ડોલન, તાલની સ્પષ્ટતા અને ઉચિત વસ્તુ પર તફાવત પડે છે. લોકગીતોનાં પડે તપાસીશું ને શબ્દ કાવ્યાને જોઈશું તે તેના વિકાસને ક્રમ જણાશે. આપણે ગેયતા, ડેાલન, તાલ અને ઉચિતતાનો ક્રમ શોધવો પડશે. લોકગીતોની ગેયતાને કમ સીધા પ્રયોગસિવાય જડી નહિ શકે. લોકગીતનું સાહિત્ય તાલીમ વગર ન જ મળે. સરખી સપાટી ઉપર તરતાં બધાં લોકગીતમાં કે પહેલાંનાં તો કોઈ નવાં એમ જડી આવશે, પણ શિષ્ટ કાવ્યો કે કવિતાની બાબતમાં તો આપણે કમ શોધી કાઢી શકીએ; અને જે ક્રમમાં કાવ્યનું સાહિત્ય શરૂથી–બાલ્યાવસ્થાથી વિકસતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com