________________
ચીનના કર્મ અને તત્ત્વજ્ઞાન
૧૨૩
કાન્ડુસુને સ્વતંત્ર એવા એકજ પ્રશ્ છે. તેનું નામ “ વસ ંતપન્ય કથા ” છે. ખરૂ કહીએ તેા આ ગ્રંથ શુ-કિંગ નામક ઇતિહાસગ્ર ંથની સ્વત ંત્ર એવી એક પૂરવણીજ છે. તે પેાતાનાં તત્ત્વાનુ` માત્ર ભાષદ્વારાજ પ્રતિપાદન કરતા હતા ને એ તત્ત્વનું તેના શિષ્યોએ સંકલન કરી રાખ્યું છે. કાન્ડ્રુત્યુના આ મુખપ્રતિપાદિત તત્ત્વત્ર થાના ત્રણ વિભાગ હાઇ આગળ જતાં તેમાં તેના વડા શિષ્ય મેનસુના વિચારાના એક ચેાથા વિભાગના ઉમેરે। થઇને કાસુ સંપ્રદાયના આ નવા ગ્રંથચતુષ્ટય એ સ`પ્રદાયવાળાઓને વેદચતુષ્ટય પ્રમાણેજ પરમપૂજ્ય થઈ પડયા છે. આ ચાર ગ્રંથ તે આઃ-(૧) ત–હેઉય-મહાવિદ્યા, (૨) ચંગ-યંગ--મધ્યમાવસ્થા, (૩) લન– યુ-કાન્કુત્સુના સ્ફુટ વિચાર, (૪) માંગ-સિ-મેનટ્સના ઉદાત્ત વિચાર.
નીતિશાસ્ત્રદૃષ્ટિએ કાન્ધુત્તુના આ ગ્રંથેાની કિંમત બહુ મેરી છે. ટાન્નુત્તુના આ ગ્રંથેામાં ભૂતકાળને વિશેષ મહત્ત્વ આપ્યું હાઇ પિતૃભાક્તને અસામાન્ય મહત્ત્વ આપેલુ છે, તેની પાશ્રિમાય લેાકેાનાથી કલ્પના સુદ્ધાં થઇ શકશે નહિ. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિભિન્નતામાંનું વિશેષ છે તે આ. સિવાય એના ઉપદેશમાં ધાર્મિક વિધિના આચરણપર જે જોર આપેલું છે, તે તેા પા-શ્રાત્યાને હાસ્યાસ્પદ લાગશે. નૈતિક સદાચરણુ એ તેના ઉપદેશનું ખીજ છે. શુ-કિંગ ગ્રંથ તેનાજ સંપાદકપણા નીચે પ્રસિદ્ધ થયે!. તેમાં એક નીચલા ઉતારા છે. આ ઉતારા મૂળનેાજ હતા કે તે કાન્કુત્તુએ નાખ્યા એ બાબતમાં શંકા છે. ગમે તેમ હેાય, પણ એ ઉપરથી ચીની નીતિમત્તાનેા નમુના આપણને જોવા મળે છે. આ રહ્યો તે ઉતારે :--
ઇ. સ. પૂ. ૨૦૦૦ વર્ષના શુમારે સન નામનેા રાજા રાજ્ય કરતા હતા. તેના પ્રધાનને નવ સદ્ગુણ કયા? આવે! પ્રશ્ન કરવામાં આવતાં તેને તેણે જવાબ આપ્યા કેઃ— ૧-બાલવામાં નરમાશ, પણ તે રૂઆબદાર ૨-સૌમ્યપણું, પણ એમાં મક્કમતા.
૩-ખેાલવામાં તીક્ષ્ણતા, પણ તેમાં સુદ્ધાં આદર
૪-સ્પષ્ટ તે સચેષ્ટપણાના વ્યવહાર, પશુ એમાં પૂજ્યભાવ. પ–શાલાશપ, પણ તેમાં ધીઢતા. ૬-નિ:સ્પૃહતા, પણ તેમાં શાંતપણુ
છ--સાદાઇ, પણ તેમાં વિવેકનું તારતમ્ય. ૮-જેમ, પણ બતાવવા પૂરતું નહિ; હૃદયથી. ૯-શૌય, પણ તેમાં સુદ્ધાં ન્યાયનિષ્ઠા.
ઇ. સ. પૂ ૨૦૦૦ વર્ષ પહેલાંના ચીનના આ નીતિવિચાર (àાવા છતાં અત્યારે પણ તે) ખરેખર સૌને વિચારણીયજ જણાશે.
કાન્કુત્સુ તત્ત્વવાદના અતિરેકે કદી પણ જતા નહિ. તેને મધ્યમાવસ્થા પસંદ હતી. તે પેાતાના તત્ત્વપ્રતિપાદનમાં પણ દુરાગ્રહી નહેાતે. તેણે તરુણેને પિતૃભક્તિનેા ઉપદેશ ભાર મૂકીને કર્યાં અને તેની સાથે પ્રૌઢ માણસાને સ ંતતિવિષયક-પુત્રવિષયક કબ્ય શીખવવાને પણ એછું. કામ કર્યું નહતું. તે ન્યાયમંત્રી હતા ત્યારે એક ચમત્કારી કૈસ તેની પાસે આવ્યેા. એમાં ખાપ ફિયાદીઅને છે।કરા આરાપી હતા! કાન્ઝસુએ બન્નેને કેદની સજા કરી. એણે ન્યાય આપતી વેળા જે ભાષણ કર્યું' એમાં નીચેના મજકૂર છે:—
બદલ.
“ જેને ‘પિતૃભક્તિ એટલે શું ? એ ઉદાહરણપૂર્ણાંક કદીપણ શીખવવામાં આવ્યુ નથી તેાપણું. એની પિતૃભક્તિમાં ફરક પડવા બદલ શું મારે તેનેજ શિક્ષા કરવી ? પિતૃવિષયક કર્તવ્ય ચૂકનારા છેકરાના જેટલેાજ પુત્રવિષયક કર્તવ્ય ચૂકનારા બાપ સુદ્ધાં દોષી નથી રા કે ? માનવી સ્વભાવની અંદર ગુન્હેગારપણું એ કઇ જન્મજાત નથી હેતું. એટલા સારૂ પુત્રે અગર પ્રાએ પિતાવિરુદ્ધ અથવા કાયદાવિરુદ્ધ જે ગુન્હા કર્યો તે તેમને તેમનું કવ્ય ન શીખવવા બાપ અને સરકારને પણ જવાબદાર માનવા જોઈએ. જનતામાં કાયદાકાનુનની યાગ્ય પ્રસિદ્ધિ ન કરવા છતાં તે અજ્ઞાત કાયદાને ભંગ કરવા બદલ પ્રજાને શિક્ષા કરનારા રાજા તે રાજા શાના? પ્રમ સૂચના કે તાકીદ ન આપતાં જે રાજા કર વસુલ કરે છે, તે રાજાને જુલમીજ કહેવા જોઇએ. અપરાધના સ્વરૂપસબંધનું જ્ઞાન ન શીખવતાં પ્રજાને દેહાંત સજા આપનાર રાજા પેતેજ ગુન્હેગાર છે, એમ સમજવુ જોઇએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com