________________
tao
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
લીધું છે; તો એવા પ્રસંગે ચીની સંસ્કૃતિનું બની શકે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, એ પ્રસંગે - ચિતજ છે અને એટલા સારૂજ કંજુસુની તેમજ તેના તત્ત્વજ્ઞાનની માહિતી આટલા વિસ્તારથી આપી છે; પરંતુ ચીનની સંસ્કૃતિને એકલા કેંસુએજ માત્ર પૂર્ણતા આપેલી નથી. ચીન દેશમાં બૌદ્ધધર્મ તે પ્રમુખ છે જ, પણ એ સિવાય કૅન્સુ ની પેઠે જ “લાઉ-સુ' નામનો એક બીજો મહાન ઉપદેશક થઈ ગયો છે. તેના સંપ્રદાયને “કાઉ” ધર્મ કહે છે. ચીન દેશમાં પિતૃપૂજા છે, મૃતાત્માઓનું અસ્તિત્વ મનાય છે, એ ઉપર જણાવવામાં આવ્યું જ છે. ઉપરાંત તેમનામાં બીજી પણ કેટલીક ભોળી માન્યતાઓ છે.
(“ચિત્રમય જગત”ના ઑગસ્ટ તથા સપ્ટેમ્બર ૧૯૨૭ ના અંકપરથી)
૬૦–સામુદાયિક જીવનમાં સ્વચ્છતાના વિધિનિષેધ
ઘણે માટે સમૂહ એક પ્રકારનું જીવન ગાળી રહ્યો હોય, ત્યારે વિશિષ્ટ પ્રકારનું જીવન ગાળના નાનકડા ભાગને એમની સાથે સામુદાયિક જીવન ગાળવું કઠણ થઈ પડે છે.
આપણા દેશમાં હવે અનેક વાર સ્વયંસેવકો દ્વારા પ્રત્તિઓ કરવાના પ્રસંગો આવે છે; અને તેમાં કેટલાક એક બાજુથી નજીવા અને બીજી બાજુથી મુશ્કેલ પ્રશ્ર ઉઠે છે. એમાંના કેટલાકનો અહીં વિચાર કરું છું. એમાંનો એક સ્વચ્છતાના ઘેરણવિષેનો છે.
મજાદી કુટુંબોમાં ઉછરેલા સ્વયંસેવકોને એવા સંસ્કાર વિનાના સ્વયંસેવક સાથે એકત્ર રહેવાનો પ્રસંગ આવે છે, ત્યારે એ જીવનને અપનાવતાં કેટલી મુશ્કેલી લાગે છે, તેને મને અનુભવ છે.
સ્વયંસેવક તરીકે દાખલ થયેલા પંક્તિભેદના નિયમેન: બ્રાહ્મણીઆ, મજાદી કે દૂધની બનાવેલી રસોઈનો આગ્રહ રાખે તો તેને સ્વયંસેવકતરીકે કામ કરવું અશક્ય થાય, એટલું તો જાણે સ્વયંસેવકો હવે સામાન્ય રીતે સમજતા થયા છે; અને જેઓ આવા આગ્રહ છોડી નથી શકતા, તેઓ ધીમે ધીમે સ્વયંસેવક થવા બહાર પડતાજ નથી.
પણ રહેણીના કેટલાક નિયમ રૂઢ પાપ-પુણ્યની બુદ્ધિથી નહિ, પરંતુ સ્વછતાની, સુઘડતાની અને આરોગ્યની દષ્ટિએ તેમનાં જીવન સાથે દૃઢ થયેલા હોય છે અને એ દષ્ટિનો ત્યાગ કરવા સચવવું અયોગ્ય ગણાય; છતાં મેટો સમૂહ પિતાને ઘેર પણ એવું જીવન ગાળતો ન હોવાથી, અપવાદરૂપ સ્વયંસેવકે પિતાનું ધારણ બીજા પાસે પળાવવા ઈચ્છે તો તે તેમને એ નકામી કટકટ જેવું લાગે છે.
મજાદીઓનું સ્વચ્છતાનું ધોરણ બધું સયુનિક છે કે એમની સૂગને સ્વચ્છતા અને આરેય સાથે સંબંધ જ છે, એમ નહિ કહી શકાય. ઘણી વાર એ આરોગ્ય વિઘાતક, કાલ્પનિક અને તારતમ્યહીન(આઉટ એફ પ્રોપર્શન) પણ હોય છે. પણ તે સાથે જ આપણા પ્રજ-સમૂહનું સ્વચ્છતાનું ધોરણ અતિશય ન્યૂન છે અને એ ઉંચું થવાની આવશ્યકતા છે, એ પણ યાદ રાખવાનું છે.
આ વિષયને વિચાર કરતાં મને જણાયું છે કે, નીચેના નિયમો પાળવા શકય છે, આવશ્યક છે અને એ પાળવાની ટેવ પાડવામાં કટકટ માનવી એ પ્રમાદ છે,
૧-દિશાએ જઈ આવી હાથ-પગ સ્વચ્છ અને ચોળીને ધોઈ નાખવામાં અને લો અજવાળવામાં કટકટ સમજવી અયોગ્ય છે. છે , ૨-પીવાના પાણીના માટલાંમાં બોળવા માટે જૂદુ વાસણ રાખવું ઈષ્ટ છે, એટલું વાસણ તે નજ બાળવું જોઈએ. માટલા ઉપર પાણું પડે એવી રીતે એની પાસે ઉભા રહીને પાણી પીવું અગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com