________________
ચીનને ધર્મ અને તત્વજ્ઞાન
૧૨૫ થનામાં ભવ્યતા, આદર, નિષ્ઠા અને વિશ્વાસ, આ ગુણો હોય છે. ભવ્યતાને લીધે તેનામાં અસાધારણતા દેખાઈ આવે છે, આદરવડે તે લોકપ્રિય થાય છે, નિષ્ઠાથી તે મહાન પદે પહોંચે છે અને વિશ્વાસુપણાને લીધે તે પિતે વિશ્વાસને પાત્ર બને છે. ત્યારબુદ્ધિ એ યથાકાલેચિતતાની નજીકમાં છે. કરકસર એ દયાળુપણાની નજીક છે ને સત્યનિષ્ઠા એ તત્વપ્રતીતિની નજીક છે.
યથાકાલોચિતતા અથવા વ્યવસ્થિતપણું કોન્સુને ખૂબ મહત્વનું જણાય છે. તેના આ તત્ત્વમાં પ્રેમ અને આદરસત્કારનેએ અંતર્ભાવ થાય છે. તેનાં આ તની ચીની લોકો ઉપર બહુ સારી અસર થઈ છે. કુટુંબના ને રાષ્ટ્રના ઘટકતરીકે ચીની લેકામાં કર્તવ્ય જાગૃતિ ઉત્પન્ન કરવાનું શ્રેય જુસુનાં આ તને આપવું જોઇએ. કંજુસુનામાં બળવત્તર આત્મવિશ્વાસ હતું, છતાં તે ગર્વથી રહિત હતા; એ ધ્યાનમાં રાખવા જેવું છે. દુરાગ્રહ, અહંતા અને આત્મપ્રૌઢીના દોષથી તે અલિપ્ત હતો. તે પિતાની બાબતમાં એક ઠેકાણે લખે છે:
“દયાળુપણને ને સાધુપણાને મેળ જેનામાં થયો છે, તેની સાથે બરાબરી કરવાને હું કેવી રીતે જાઉં? એ ગુણે મારામાં આવે એને માટે હું અહર્નિશ પ્રયત્ન કરતો રહીશ; ને મારામાં તે ઉતરશે ત્યારે બીજાઓની અંદર પણ એ ગુણો ઉતારવાને હું પ્રયત્ન કરીશ. એ ઉદ્યોગમાં હું કદી પણ નિરાશ થવાનો નથી.”
આ બધું કોલ્સ માટેનું થયું. હવે વ્યક્તિમાત્રને ઉપદેશ કરતી વખતે સુદ્ધાં તેની વાણીમાં પોતાની જ વર્તણુકની થોડી ઘણી છટા પડેલી જણાય છે. એને એક નમુનો જુઓ -
“એકાદ સદ્ગુણી મનુષ્યની મુલાકાત થતાં તેના ગુણ આપણામાં કેટલા છે; એ તપાસી જુઓ. તેવીજ રીતે કોઈ દુષ્ટ માણસ મળે તો તેના દુર્ગાને આપણામાં પ્રવેશ થવા પામ્યો છે કે નહિ, એનું પરીક્ષણ કરો.”
“માનો કે, અમે ત્રણ જણ પ્રવાસે નીકળ્યા છીએ, તો મને પિતાને બાદ કરીને બાકીના બેને હું મારા ગુરુ સમજીશ. તેમાં જે સારો હશે, તેનું હું અનુકરણ કરીશ ને જે ખરાબ હશે તેને જોઈને હું આત્મશોધન કરીશ-એટલે કે તેનામાં રહેલા દુર્ગણ મારામાં નજરે પડતાં તે દુર્ગણોને દૂર કરવાના પ્રયત્ન કરીશ.”
કંજુસુના નીચલા ઉદ્દગાર જે કે અનેક વર્ષો પૂર્વે નીકળેલા છે, તે પણ તે આજના પિતાને સુધરેલા કહેવાવનારા લોકેએ-વિશેષતઃ યુરોપીયનેએ-રોજ મુખેત્રિત કરવા જેવા છે.
લોકવ્યવહારમાં પોતાના વચનનું પ્રતિપાલન કરે. બલવાનું હોય તે સત્ય ને અંતઃકરણથી બોલવું. જે કંઈ કરવાનું હોય, તે શોભવા જેવું ને આદરણીય હોવું જોઈએ. તદ્દન જંગલી ગણાતા લેકની સાથે વ્યવહાર કરવાને કાં ન હોય; પણ પિતાનું વર્તન લેકવ્યવહારમાં નિષ્કલંક રાખો.”
લોકોને સન્માન અને સંપત્તિ જોઈએ છે. ઠીક છે ! પણ જે વિહિત માર્ગથી એ બને મેળવવા શકય ન હોય તો તેનો ઈદ છોડી દીધેલોજ ઠીક, ગરીબી અને અપમાન કેઇને જ ન જોઈએ, પણ વિહિત માર્ગવડે છે એમાંથી છૂટી શકાય એવું ન હોય તો તેની પ્રાપ્તિમાં પણ સુખ માનીને રહેવાની પોતાની ફરજ છે, એમ સમજવું.”
કંજુસુની રાજનીતિ પણ વિચારણીય છે અને તેણે રાજાલકોને કરેલો નીચેને ઉપદેશ લાખ રૂપિયાની કિંમતનો છે –
“રાજાએ પોતાના પ્રધાનની પસંદગી કરવી તે નજર સામે પ્રજાનું જ કલ્યાણ રાખીને ને પિતાની વિવેકબુદ્ધિને આગળ રાખીને કરવી. સર્વસાધારણ વ્યક્તિમાત્રને જે કર્તવ્ય કર્મ ને નિયમ લાગુ છે, તે જ રાજાને સુદ્ધાં છે. રાજાએ પોતાનું કર્તવ્ય કરતી વેળાએ સર્વથી વધારે ધ્યાનમાં રાખવા જેવી કોઈ પણ બાબત હોય તે તે “લોકકલ્યાણજ છે. કેમકે લોકકલ્યાણ એ વિશ્વપ્રેમનુંજ એક અંગ છે–અર્થાત પિતાના દોષનું સંશોધન કરીને પોતાની પૂર્ણાવસ્થા સાધવાની બાબતમાં કર્તવ્યકર્મના નિયમની બાબતમાં તો રાજ સુદ્ધાં મુક્ત રહી શકે તેમ નથી. તેને એક વાર એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “મરણ એ શું છે ? જવાબમાં તેણે જણાવ્યું કે “જીવન એટલે શું એજ જે સમજાતું નથી તો પછી મરણ એ શું છે તે કેવી રીતે કહી શકાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com