________________
ચીનને ધર્મ અને તત્વજ્ઞાન .
* ૧૨૧ તેઓ જગતના પ્રખ્યાત વિદ્વાનોને પિતાના ઇન્સ્ટીટયુટ માટે આમંત્રણ કરે છે અને પ્રત્યેક મૂઢ પ્રશ્નની અનેક પ્રકારથી ચર્ચા કરી અંતિમ નિર્ણય માટે એમને રોકે છે.
કોઈ પણ પ્રશ્નનું અધ્યયન અને નિરાકરણ કરતી વખતે ત્યાં વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય દષ્ટિનેજ પ્રધાનતા આપવામાં આવે છે. આથી- નિર્ણય પણ સાર્વદેશીય બને છે.
(“ચિત્રમય જગત'ના દિત્સવી અંકમાં લેખક-શ્રી. કરસનજી મણિભાઈ દેસાઈ)
૫૯-ચીનનો ધર્મ અને તત્ત્વજ્ઞાન
કન્યુલ્સ અને તેનું તત્ત્વજ્ઞાન
કંજુસુ”નું તત્વજ્ઞાન બહુ ઉદાત્ત અને સભ્યસનીય છે. આપણી હિંદુ સંસ્કૃતિની સાથે તેનું પુષ્કળજ સામ્યું છે. સિવાય આજકાલ ચાલી રહેલી ઉથલપાથલને લીધે ચીન દેશ તરફ સૌ કોઈનું લક્ષ્ય લાગી રહ્યું છે, એવી વેળાએ ચીન દેશની સંસ્કૃતિસંબંધે ગુજરાતને કંઇક _પિછાણ થાય છે તે તેની થોડી પણ જિજ્ઞાસાપૂતિ કરશે, એમ પ્રસ્તુત લેખકને લાગે છે.
કંજુસુનો જન્મ ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકામાં થયો હતો. એ વખતે ચીનના સામ્રાજ્યના ટુકડેટુકડા થઈને પાંચ છ હજાર નાનાં નાનાં સંરથાનો અસ્તિત્વમાં આવી અવ્યવસ્થા અને અંધાધુંધી મચી રહી હતી. ચીનના ઇતિહાસમાં આ કાળને “અરાજકતાના કાળ” તરીકે ઓળખે છે. “શાંગ” નામક રાજવંશ ઈ. સ. પૂ. ૧૧૨૫ ની સાલમાં વિનષ્ટ થયા પછી “ચાઉ વંશ અધિકારારૂઢ થયો. આ ચાઉ વંશની સત્તા ઘણાં વર્ષ ચાલી હતી. છેવટે હિંદુસ્થાનમાં અશોકરાજાની ને ઇજીમાં “ટોલેમિજ'ની કારકીર્દિના સમયમાં આ ચાઉ વંશને ઉતરતી કળા આવી. હુણ લે કેએ વચમાં ઘુસીને અંધાધુંધી ને અવ્યવસ્થા મચાવી ઠેકઠેકાણે પોતાનો અધિકાર સ્થાપવાની
શરૂઆત કરી. રથાનિક માંડલિકે એ ખંડણી આપવાનું બંધ કર્યું અને તે સ્વતંત્ર થવા લાગ્યા. કસુના જન્મની વેળાએ ચીન દેશની આવા પ્રકારની સ્થિતિ હતી. બૌદ્ધધર્મના સ્થાપક બુદ્ધદેવ પિતાના અવતારકાર્યની સમાપ્તિ કરી થોડુંક થયાં સ્વધામ સિધાવી ગયા હતા ને ખ્રિસ્તી ધર્મનો પ્રસાર થયો નહોતો. આવા સંધિકાળમાં કંજુસુનો જન્મ થયો હતો.
કૉજુઓ આગળ જતાં જે ધર્મતત્ત્વોને પ્રસાર કર્યો, તેનું મહત્ત્વ સમજવાને તત્કાલીન પરિસ્થિતિની માહિતી હોવાનું આવશ્યક હોવાથી ઉપરનું વર્ણન આપ્યું છે. કોન્સુની નજર સામે એક વિશિષ્ટ યેય હતું. જૂનું સુરાજ્ય નષ્ટ થયું હતું, જેથી પુરાતન કાળની સારી રીતભાત, ઉપયુક્ત સંસ્થાઓ તેમજ શ્રદ્ધાને પુનરપિ સ્થાપન કરવાની હતી. એટલા સારૂ અસંખ્ય રાજાઓના દરબારમાં તે કેટલાંય વર્ષો સુધી ફરતે રહ્યો. પરંતુ તેને કોઇએ પણ આશ્રય આપે નહિ. કદાચિત કોઈ રાજા તેને પોતાને ત્યાં રાખે, તે ત્યાં આગળ તેને નિભાવજ ન થાય એવી સ્થિતિ હતી. આ અવધિમાં તેને પુષ્કળજ અનુયાયી મળ્યા; પરંતુ છેવટે તેને અંત દુઃખમાં ને દારિદ્યમાંજ ઇ. સ. પૂ. ૪૭૮ ની સાલમાં થયો !
કૈસુ સંબંધેની પુષ્કળ માહિતી અચાર અગાઉ કોઈ કાઈ ઠેકાણે આવી ગઈ છે, પણ એથી તેની યથાર્થ કલ્પના કોઈનેયે વિશેષ રીતે થઈ નથી. કોઈ કોઈ તેને નૂતન ધર્મસંસ્થાપકતરીકે ઓળખે છે, પણ તે ભૂલ છે; તથાપિ તે ચીનમાં ચિરંજીવ ને પ્રાતવંઘ થયેલ છે અને તેનીમોગ્યતા પણ ખરેખર તેવીજ છે એ બીના નીચેના વિવેચન ઉપરથી કાઈનાયે ધ્યાનમાં આવે એવી છે.
કંજુસુ ઉચ્ચકુળમાં જન્મ્યો હતો અને તે “લૂ” રાજવંશની કારકીર્દિ માં થોડાક વખત મંત્રીપદપર હતો. વાસ્તવિક રીતે તે ન્યાયમંત્રી હતો. તત્કાલીન દુરવસ્થા તેના અંત:કરણને દુભવતી હતી ને તે સુધારવાને તે કૃતનિશ્ચય હતે. મંત્રીપદની વેળાએ તે નાનકડા રાજ્યની માત્ર ત્રણ વર્ષમાં જ ઉત્તમ વ્યવસ્થા કરી બતાવવાની તેણે શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરી. તેની નૈતિક તેમજ શૈક્ષણિક કલ્પના નિશ્ચિત થઈ ચૂકી હતી; એને તેને પ્રયોગ કરી જે હતે. પિતાનાં તત્ત્વોને પ્રભાવ બતાવીને માત્ર એક જ વર્ષની અંદર રાજ્યને જરૂર સુસ્થિતિમાં આવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com