________________
સેવીએટ રશિયામાં શિક્ષણપ્રચાર કેટલાક શિક્ષણશાસ્ત્રીઓને મત છે કે, આ “પ્રોજેકટ મેથડ” પ્રારંભનાં ત્રણ-ચાર વર્ષ માટે જ લાભદાયી છે; છતાં હજી કોઈ નિશ્ચિત નિર્ણય પર આવ્યા નથી. સંભવ છે કે, શીધ્ર તેઓ કાઈ સારા પરિણામ પર પહોંચી જશે.
આ શાળાની એક વિશેષતા વિદ્યાર્થીઓના સંબંધની છે. રશિયાની તમામ શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીવર્ગને ઘણા સન્માન સાથે રાખવામાં આવે છે.
શહેરની એ શાળાઓમાં પ્રત્યેક કક્ષામાં ત્રણ ત્રણ વિદ્યાથીઓની એક સમિતિ બનેલી હોય છે. જેનો એક મંત્રી હોય છે. સ્કૂલની પ્રબંધસમિતિમાં આ મંત્રીની સંમતિ લેવાય છે. આખી
લમાં વિદ્યાર્થીઓની સમસ્ત પ્રવૃત્તિઓ કેવળ વિદ્યાથીએનાજ હાથમાં રહે છે. સ્વચ્છતા, વ્યાયામ, રમતગમત આદિ વિભાગના મંત્રી પણ એ જ સ્કૂલના વિદ્યા હોય છે; કિંતુ એ સૌથી અધિક મહત્ત્વપૂર્ણ કાર્ય વિદ્યાર્થીઓના નિયમનનું છે, તે પણ એમના હાથમાં છે. અધ્યાપકે એમાં જરા પણ હસ્તક્ષેપ કરતા નથી; કિંતુ એથી એમ ન સમજવું કે, એ સ્કૂલમાં ઘણી અવ્યવસ્થા હશે, પણ ત્યાંના વિદ્યાથી તે કક્ષા બદલતી વખતે પણ શાંતિથી કામ લે છે.
વિદ્યાર્થીગણ પિતાનો સહયોગી વ્યવહાર ચલાવી સામાજિક શિક્ષણ પ્રાપ્ત કરે છે. વિદ્યાથી મંડળની સ્વાધીનતા, અધ્યાપક અને વિદ્યાર્થીઓ વચ્ચે એકમત ફૂલ કમિટિમાં વિદ્યાર્થીઓનું સ્થાન, નિરીક્ષણ-કર્તાઓની પાઠશાળાની સંપૂર્ણ માહિતી કરાવવાના વિષયમાં કર્મચારીઓનું ઉત્તરદાયિત્વ આદિ કારણેથી વિદ્યાથી શાળાને પોતાની જ માને છે.
- ઉદ્યોગશાળાએ શ્રમજીવી શાળામાંથી નીકળ્યા પછી વિદ્યાર્થીઓને કોઈ ઔદ્યોગિક શાળામાં દાખલ થવું પડે છે. તેમાં ચાર વર્ષ રહેવું પડે છે. એ શાળાએ ત્રણ પ્રકારની છે –(૧) કૃષિશાળા, (૨) શિલ્પશાળા, (૩) યંત્રકળા-વિદ્યાલય. આ સ્કૂલોમાં ચાર કલાક શિક્ષણ અને ચાર કલાક પરિશ્રમ (મજૂરી) કરવાને નિયમ છે. રશિયાનાં વિભિન્ન વ્યાપારીમંડળ એ સ્કૂલના વિદ્યાર્થીઓને પાતપિતાની હિતની દૃષ્ટિથી ઉત્સાહિત કરે છે. યંત્રકલા-વિદ્યાલયોમાં બે પ્રકારના વિદ્યાર્થીઓને દાખલ કરે છે.
(૧) ઉમેદવાર-જેઓ આગળ વધી કોઈ કારખાનામાં કામ કરવા માગતા હોય તે.
(૨) કારીગર-કારખાનામાં કામ કરતાં કરતાં બુઢા થયા હોય, પણ અત્યારસુધી જેમણે હસ્તકૌશલ સિવાય કોઈ વિષયનું સંસ્કારયુક્ત સિદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય તે.
આવી શાળાના વિષયમાં એક મુખ્ય અધ્યાપક લખે છે કે, વ્યાપારની દષ્ટિએ જોતાં આપણને એક ઉત્તમ અને પરિશ્રમી કારીગરની આવશ્યકતા છે. સામાજિક દૃષ્ટિથી આપણને એક ઉત્તમ નાગરિકની જરૂર છે. આથી એ બંને ઉદ્દેશોની પૂર્તિ કરી શકે, એવો અભ્યાસક્રમ આપણે આ શાળાઓ માટે બનાવવું જોઈએ.
એ શાળાથી વિદ્યાર્થીઓ કામ કરીને કમાય છે, શારીરિક શ્રમહારાજ નિર્વાહ કરતાં શીખે છે. આથી વિદ્યાલયમાં શિક્ષિત થઇ નીકળતાંજ નોકરીની શોધમાં રખડવું પડતું નથી. દેશના જીવનમાં તે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લે છે. સાથે એક ઉત્તમ નાગરિકનું કર્તવ્ય પણ બજાવે છે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ સને ૧૯૨૫ માં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરનાર સંસ્થાઓ નીચે મુજબ હતીઃ-ડાકટરી વિભાગની ૬૬, શિક્ષણશાસ્ત્રની ૩૩૧, કૃષિવિભાગની ૧૫ર, કળા કૌશલ્યની ૨૧૯, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની પ૩, સંગીત અને કળાની ૯૨. •
આમાંની કંઈ સંસ્થાઓનાં ભવન અને સાધન પર દૃષ્ટિપાત કરવાથી તેની દરિદ્રાવસ્થાનો પ્રત્યક્ષ પરિચય મળે છે; પણ એમની પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયોની અવસ્થા ઘણું સંતેષજનક છે. હજી સારી સ્થિતિમાં લાવવાના પ્રયત્ન ચાલુ છે. * ત્યાંની કોલેજો આપણી આર્ટ કૅલેજો જેવી નથી; પણ ત્યાં એમને સ્થાને ઉચ્ચ કુળભુવન (ટેકનીકલ સ્કૂલ્સ) હોય છે. ટેલીવમાં આવી એક કોલેજ છે. એ કળાભુવનમાં ૨૫૦ વિદ્યાર્થી છે, એમાંથી અર્ધા તો ખાણ સંબંધી કામ શીખે છે, બીજા મેકેનીકલ ઈજીનિયરીંગના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com