________________
૧૦૫
ધાર્મિક હિંદુઓનું હાલનું મંતવ્ય અને કર્તવ્ય ૫૪–ધાર્મિક હિંદુઓનું હાલનું મંતવ્ય અને કર્તવ્ય
| રથ મં િ . श्रीमंगलानृसिंहाभ्यां नमो विघ्नप्रशान्तये।
ततो वच्मि स्वधर्मस्य रक्षणाय हिताय च ॥ ભાવાર્થ –બી મંગલાદેવી અને શ્રીમનૃસિંહાચાર્ય ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને પછી હું હિંદુઓના સનાતન સ્વધર્મના રક્ષણ અને હિતમાટે બોલું છું. • રસનાતન હિંદુધર્મના રક્ષણને માટે અને હિતને માટે કાંઈ બોલવાની શી જરૂર પડી? એ પ્રશ્ન સૌથી પહેલે હરેક હિંદુના મનમાં આ વિષયનું મથાળું વાંચતાં ઉદ્ભવે, એવો હાલને જમાનો છે; કેમકે અત્યારે નામદાર અંગ્રેજ સરકારના રાજ્યમાં કોઈના ધર્મ ઉપર કોઈ બળાકાર જબરદસ્તીથી ગુજારી શકતું નથી.
પિતાના ધર્મના રક્ષમાટે અત્યારે કોઈ હિંદુ પુરુષને પિતાનું માથું આપવું પડતું નથી; અને કેાઈ હિંદુ અબળાને સતી થવું પડતું નથી. હિંદુમુસ્લીમ રમખાણાથી હાલમાં હિંદુઓની આ નિર્ભયતામાં કાંઈક ખલેલ પહોંચ્યું છે અને ચિં જનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તોપણ જે પ્રજા પિતાને ધર્મ પાળવા માગે તેને પરાણે કઈ તેનો રવધર્મ છોડાવે તેમ નથી-એવી નિશ્ચિતતાનો આભાસ કાઈ પણ રીતે એ થયો : નથી; પણ કઈ કેદની ધાર્મિક લાગણી ના દુખાવે અને સર્વાના મૂળપુરુષો અથવા મુખ્ય પુરુષોની કોઈ નિંદા કરે નહિ-એવો નવો કાયદો હમણાં જ પસાર થયો છે. આ વગેરે અનેક કારણાભાસથી હજુ ધર્મરક્ષણસંબંધી નિશ્ચિતતા આપણી હિંદુ જનતામાં જેવી ને તેવી છે; એટલું જ નહિ પણ એ નિર્ભયતા ધર્મરક્ષણસંબંધી ઉપેક્ષામાં પણ પરિણમી છે. આ ઉપેક્ષાનાં બીજાં પણ એક કરતાં વધારે કારણે છે; પણ હાલ તે કારણોના વિગતવાર વિચારમાં ઉતરતાં પહેલાં હું મારા હિંદુભાઈઓને આ લેખની આવશ્યકતાના મુખ્ય કારણ તરીકે એ ઉપેક્ષિાનેજ આગળ મૂકે તો તેમાં કાંઈ ખોટું નથી; કેમકે એ ધર્મસંબંધી ઉપેક્ષાએજ સનાતન ધર્મને નવ્વાણું ટકા જોખમાવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા દીધી છે.
ધર્મસંબંધી ઉપેક્ષાનાં કારણે જેમ રોગનાં કારણે અનેક હોય છે, તેમ આ ધર્મસંબંધી ઉપેક્ષાનાં કારણો પણ અનેક હોવા છતાં પણ તે પૈકીનાં કેટલાંક કારણે વધારે ધ્યાન ખેચે તેવાં છે. તે કારણોને યથાશક્તિ વિચાર આપણે સાવધ થવાને માટે ઉપગી છે, તેથી તે કારની મીમાંસા કરવામાં આવે છે. પરદેશીઓના વારંવાર થયેલા હિંદ ઉપરના હુમલાઓએ ઉપજાવેલી અવ્યવસ્થા એ ધમસંબંધી ઉપેક્ષાનું પ્રથમ કારણ છે. જે વખતે પ્રજા યુદ્ધમાં રોકાયેલી હોય છે, તે દરમિયાન તેને પિતાના ધર્મનું અનુષ્ઠાન ગૌણ કરવું પડે છે, અને કોઈ વાર તો ધર્મની સઘળી ક્રિયાઓને અને આચારને લાંબા સમય લગી ટોલે મૂકવાં પડે છે. આવી સ્થિતિ લાંબે વખત ચાલે છે, તો પછી પ્રજાને એ આચાર અને ક્રિયાઓને ઉપેક્ષવાનું વલણ યુદ્ધનો સમય, ગયા પછી પણ પ્રમાદને લીધે રહ્યા કરે છે. આવી દશા લાંબો સમય ચાલે છે, તે પછી તે એક ઉપેક્ષાની ટેવરૂપેજ બની જાય છે. હિંદુધર્મશાસ્ત્રોએ રણધર્મને ચારે વર્ણની પ્રજાના સામાન્ય ધમતરીકે અને ક્ષાત્રપ્રજાના વિશેષ ધર્માતરીકે આલેખેલો હોવાથી પરધમ એના સેંકડો અને હજારો વર્ષ લગીના સતંત મલાઓમાં ગુંચાયેલા રહેવા છતાં પણ તે પ્રજાની ધર્મભાવના હજુ લગી અકબંધ રહી શકી છે; તેપણ હુમલાઓ અને યુદ્ધના સમય પછી થાક અથવા પ્રમાદથી જે ઉપેક્ષા ધર્મના સંબંધમાં ઉપજી, તે ઉપેક્ષાએ હિંદુપ્રજાને ઓછું નુકસાન કર્યું નથી. અત્યારે જેટલી અનર્થ જાળમાં હિંદુ પ્રજા ફસાયેલી છે, તે બધીય અનર્થ જાળ સદરહુ ઉપેક્ષાનીજજ સંતતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com