________________
^^^
^
^
^^
^
શિક્ષણને આદર
૧૧૧ ઉપાયો હવે પાશ્ચાત્ય અનુકરણના પ્રયોગોની હાનિકારકતાવાળા જે અનુભવ થયા છે અને થાય છે, તે ઉપરથી સમજી જઈ દેશ અને હિંદુજાતિની હયાતીની ખાતર અવનવા પ્રયોગ કરવાનું એકદમ છોડી દઇ પ્રજાને, ઘણું સમયથી ચાલી આવતી સમાજમર્યાદાની સડકે સડકે પ્રાચીન વર્ણાશ્રમધર્મને, શ્રુતિસ્મૃતિ અને સ્વસ્વજ્ઞાતિના શિષ્ટાચાર પ્રમાણે આચરવા ઉપદેશ અને વ્યવસ્થા કરવા જુના અને નવા આગેવાનોએ કામે લાગી જવું. સંસ્થાભાસ અને આચાર્યાભાસને એકદમ તિલાંજલિ આપી દો. પ્રજાના ગુરુ અને ખરા આગેવાનોએ–બ્રાહ્મણોએ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા ને સંસ્કારો ચાલુ કરી ચાતુર્વણ્યને સ્વસ્વધર્મ કર્મપરાયણ બનાવી દેવી; અને સમાજને ધમકી અને કમસાહી બનાવી બાહુબળ, વિદ્યાકળાબળ અને બુદ્ધિબળ તથા આધ્યાત્મબળથી યુક્ત કરવા સર્વથા પ્રયત્નશીલ રહેવું. “નાજ: પંથ વિડિચના.” હવે બીજો રસ્તો છેજ નહિ, ઇતિ શિવમ. (“સંદેશ” ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં લેખક શ્રી. સંધવી છે.)
૫૫–શિક્ષણને આદર્શ
--ettee – – આપણે ભારતવર્ષ જ્યારે પ્રાચીન સમયમાં ઉદ્યોગ, હુન્નર અને કળાકૌશલમાં ઘણેજ પ્રવીણ હતો અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શૂદ્ર અને અતિશદ્વાદિ પ્રજા પોતપોતાના ધર્મનું જ્ઞાન મેળવી પોતાના ધર્મમાં દઢ રહીને તેનું પાલન કરતી અને સદાચારથી રહેતી, એટલું જ નહિ પણ ધર્મને થતી હાનિ અને દેશના સંકટ સમયે પોતાના પ્રાણ આપવાને તત્પર રહેતી; તે સમયે આપણે દેશ અત્યંત સુખી હતો. એ સમયમાં આપણને આપવામાં આવતું શિક્ષણ આપણ કુટુંબ, સમાજ અને દેશપ્રત્યેની ફરજો સમજાવનારું, ધર્મમાં દઢતા, નીતિપૂર્વક રહેવાનું અને સાદાઈ રાખી કરકરસથી રહેવાનું હતું.
ભગવાન રામચંદ્રજી અને કૃષ્ણ પરમાત્મા જેવા પણ પોતાના ગુરુને ત્યાં જંગલમાંની પણ કટિમાં રહી શિક્ષણ લેતા અને ગુરુ તથા ગુરુપત્નીની સેવા કરતા. એ વખતનું શિક્ષણ ઉચ્ચ ચરિત્ર ઘડતું. પરંતુ હાલમાં જે શિક્ષણ આ૫ણુ યુવાનને અને યુવતીઓને આપવામાં આવે છે. તે પાશ્ચાત્ય આદર્શી ગ્રહણ કરાવે છે, કે જે આપણા હિંદુ સંસારને ઉપયોગી નથી; કારણ કે તે મોજશોખ અને વૈભવનાં સાધને મેળવવામાં જ રોકાયેલા રાખે છે; અને પરિણામે તે આપણને દુઃખરૂપ અને હાનિકર્તા થઈ પડે છે. આપણું દેશના યુવાને ઉચ્ચ કેળવણું લે છે તે ઘણી માંથી છે અને તેમનો બજે તેમનાં માતાપિતાના ઉપર હોય છે. તેઓ પિતાનો અભ્યાસ પૂરો કરવા પહેલાં પોતાની મેજશેખી હાજતો એટલી વધારી મૂકે છે કે પરિણામે તે પોતાનાં માતાપિતાને મુશ્કેલીમાં મૂકે છે અને ઘણી વાર તો પિતાના ગુજરાન પૂરતું કમાઈ શકતા નથી; તે જેને અધવચ પિતાના અભ્યાસ ચાલુ રાખી ન શકવાથી પોતાનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડે છે, તેને તે પોતાના ગુજરાન જેટલું ભાગ્યે જ મળી શકે છે; અને કેટલીક વાર તો તેને રખડવું પડે છે. આનું ખરું કારણ આપણા દેશમાં અપાતા શિક્ષણ સાથે હુન્નરઉદ્યોગસંબંધીનું જ્ઞાન અપાતું નથી તે છે. આથી આપણા દેશમાં અપાતા શિક્ષણ સાથે હુનરઉદ્યોગમાં લાગી શકાય તેવું શીખવાડવામાં આવે તો લાભદાયક થઈ પડે. આપણે સંતોષ અને સાદાઈનો ત્યાગ કરી આપણું જીવન કમાતા થવા માંડવા પહેલાંજ માજશેખી બની ખર્ચાળ બનવાથી સંસાર વ્યવહારમાં પડતાં ગુજરાનના નિભાવ માટે અશક્ત બનીએ છીએ અને દુ:ખી થઈએ છીએ. તેથી આવકના પ્રમાણમાં જ પોતાનું ખર્ચ રાખવું અને તેમાં સંતોષ માનવો એજ સુખી થવાને માર્ગ છે. વળી શરીરની તંદુરસ્તી માટે કસરત કરી શારીરિક બળ અને ધર્મ તથા નીતિસંબંધી જ્ઞાન મેળવવું અવશ્ય જરૂરી છે. વળી પુરસદના સમયે નકામા રખડવા અને ગપાં મારવા કરતાં દેશમાં થયેલા મહાન પુરુષોનાં જીવનચરિત્ર અને ધર્મનીતિસંબંધીના સારા લેખકેનાં પુસ્તકો વાંચવાનો અભ્યાસ રાખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com