________________
વિદ્યાથીને લાયક ધર્મ ત્યારે તે ધર્મ કે હોવો જોઈએ ? ભરતભૂમિરૂપી ઉદ્યાનનાં પ્રિય સુકોમળ સુગંધિત પુષ્પો ! તમે સર્વ જાણતાજ હશે કે, ધર્મ શબ્દનો અર્થ ધ–ધારણ કરવું, એ છે. સમાજને ધારણ કરે તે ધર્મ. પારાદર્યમિત્યદુર્વ ધારાતિ પ્રજ્ઞા આ તેને બહોળો, ઉો અર્થ ટુંકામાં અથવા સાધારણ શબ્દમાં કહીએ તો “પડતાં ધારે જે પાપમાં ધર્મ તેનું છે નામ.' આ ધર્મ શબ્દનો અર્થ થયા.
હવે વચ્ચે હું એક વાત કહેવા માગું છું. કોઈને કદાચ એમ લાગશે કે, પંથોનું ભુંડું બોલાયું; પરંતુ કોઈ પણ પંથ આપણને અધર્મને માર્ગે જવા સૂચવતા જ નથી. શું બાઇબલ એમ કહે છે કે ચેરી કરો ? ના. તે તો તેની દશ પ્રતિજ્ઞામાં કહે છે કે “તું ચોરી કરતો મા.” ત્યારે શું કુરાન એમ કહે છે કે, જૂઠું બોલે ? ના, ના. હઝરત મહમદ સાહેબ (સ આસ) ખાસ ભાર દઈને કહે છે કે “તે મારે મુસલમાન નથી, પણ દુશ્મન કાફર છે કે જે અસત્ય બોલે છે ને વચનભંગ કરે છે.”
આ બીજા પંથના દાખલા લીધા છે; કારણ કે તમને તમારા પંથનું તો જ્ઞાન હોવું જ જોઈએ. મારા લગાર પણ એવો આશય નથી કે, તમે તમારા પિતાને પંથ છોડી દે; પણ ઉદારચરિત બનીને મોટી નજર રાખતાં શીખો. હું સારો છું, મારો પંથ જ સારો છે અને બીજું બધું ખોટું છે, એ મિથ્યાભાવ છેડી દે. “વયુધવ કુટુંમ્” જગત મારું કુટુંબ છે, એમ અનુભવો. અસ્તુ.
તમે જોશો તે જણાશે કે, દરેક ધર્મના સ્થાપનાર પૂર્ણાત્મા હતા. તેઓએ અમુક વાત ખરેખરી ઠસાવવામાટેજ જાદ પંથ કાઢેલા. બુદ્ધે દયાનો મંત્ર જગતને શીખવાડે વગેરે. આ જૂદા પંથેની સરખામણી આપણે શાળા જોડે કરી શકીએ. ધારો કે, એક નિશાળમાં તમને ગણિત શીખવાય છે, પણ તે બીજ વિષ સાથેજ. આથી ખાસ તેનું જ ૬ અને ઉત્તમ જ્ઞાન આપવા માટે કોઈ વિદ્વાન જૂદી શાળા ખલે, ને ફક્ત તેમાં તેનું જ શિક્ષણ આપી, આપણને તેટલાજ વિષયમાં પૂર્ણ બનાવે તેવાજ આ પંથે છે. આ વાત પણ સારી છે. તે જે બહુજ ઉત્તમ, દૈવી સ્થિતિમાં હોય તે પસંદ કરવા જેવી છે.-આપણું કલ્યાણ થાય તેવી છે.
પણ અત્યારે આપણે જે સ્થિતિમાં ચાલતા પંથે જોઇએ છીએ, તે બહુજ કઢંગી છે, અપૂર્ણ છે, વિવાદ પેદા કરનારી છે, કારણ કે ધર્મ-પંથ-સંસ્થાપકના ઘણાખરા ઉચ્ચ અને દૈવી ઉદેશે તેઓની સાથે જ મરી ગયેલા હોય છે. આથી અત્યારના અમુક પંથે ચાલીએ, માનીએ, વતીએ અને કદાચ આપણું ભલું થાય. કદાચ શાથી કે સંશયની વાત છે. ઉચ્ચ માર્ગ જડતે હોય, પણ આપણા વહાલા બંધુઓથી જૂદુ પડતું હોય, તો તે આપણને નકામું છે. તે સત્ય પંથ કિવા નગદ ધર્મ નથી; પણ આપણે માટે તો કોઈ રાક્ષસ-દાનવ કે સેતાનને લોભાવવાને માર્ગ છે, ઉધાર ધમ છે, એમ આપણે કહેવું જોઈએ. અત્યારે તે આ ચાલતા જમાનાને અનુસરી આપણે સર્વ આત્મબંધુઓએ સાથે વહન કરવાનું છે. ' અરે ! તમે તે કેવા માણસ છે ? મેરી મોટી ડંફાસ મારો છે, પણ કઈ કહેતા નથી. ક્યારના ધર્મ ધર્મની વાત કરો છો, પણ અમે તેને કેવી રીતે પાળીએ, તે તો કહેતા નથી ! તમે મને એમ પૂછવાને તૈયાર થયા હશે. હવે એજ વાત આવે છે.
પ્રથમ કહ્યું તેમ સમાજને ધારણ કરે તે ધર્મ, સમાજથી જુદા પડાય, વિવાદ થાય, જેમાં ખાટા ઢાંગ હોય, તે ધર્મ નહિ. બીજી, તે ધર્મ આપણે કયારથી પાળ ? શું નાહી-ધોઈ દેવસેવામાં કે મંદિરમાં હોઈએ ત્યારે જ પાળવો ? શું રવિવારે ખ્રિસ્તી દેવળમાં પ્રાર્થના કરવા જાય છે, ત્યારેજ પાળવે? શુક્રવારે મસીદમાં જઈને ધર્મને સંભારવો ? અરે ! ના, ના, ના. તેને તો આપણે જ્યારથી સમજતા થઈએ, ત્યારથી અહર્નિશ, ચોવીસેય કલાક ભૂલવો ન જોઈએ.
ત્યારે ધર્મ એટલે શું કરવું ? ધર્મ એટલે માત્ર ટીલા ટપકાંજ નથી. “ભાઈ ! અડકશે ભાઈ, તું મારા ધર્મનો નથી.” એમાં કંઈ ધર્મનો સમાવેશ થતો નથી.
ધર્મ જ્ઞાનનો છે ભંડાર, તોયે ના જાણે કે સાર;
ખાટા ઢગ મહી અથડાય, ટીલા ટપકાંમાં રહી જાય. * હિંદુ વિદ્યાથસમક્ષ બલવાનું હોવાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com