________________
- શુભસંહ-ભાગ ત્રીજો ૪૯-વાચનનો ઉત્તમ લાભ કેવી રીતે લઈ શકાય?
* દિનપ્રતિદિન શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો પણ વિસ્તાર થતો જાય છે અને વાચનની ચિને તૃપ્ત કરનારા લેખે પણ વૃદ્ધિ પામતા જાય છે. એ વાત સંતેષ ઉપજાવનારી છે; તથાપિ આપણે અને આપણું સ્થાને આવનારાં બાળકે શું વાંચીએ છીએ, કેવી રીતે વાંચીએ છીએ, એનો વિચાર કરવાની બહુ અવશ્યકતા છે. શરીરને પુષ્ટિ આપનાર અન્નની અને ભોજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ; પણ મન અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન, તેની યથાયોગ્ય પરીક્ષા આપણે કરતા નથી. જેમ સર્વ વાતેમાં આજકાલ બહારની ટાપટીપ અને શોભા ઉપર વિશેષ લક્ષ અપાતું થયું છે, તેમ વાચનમાં પણ થઈ ગયું છે. આપણી શાળાઓ અને પાઠશાળાઓ સુધી દષ્ટિ કરી જોઈશું તે કેાઈ એક વિષયના તલસ્પર્શ પર્યત સાંગ અધ્યયન કમ જોવામાં આવશે નહિ; સર્વ વિષયનું પલ્લવગ્રાહી પાંડિત્ય આપણા વિદ્યાલયમાંથી પદવી ધારણ કરીને બહાર આવતા યુવકેમાં પણ દીઠામાં આવે છે, ત્યાં અન્ય પ્રાકૃતોની તો વાત જ શી કરવી ?
શાળાઓમાં જેમ ગણિતની કુંચીઓ, ઇતિહાસાદિના સંક્ષેપ, એવાં કૃત્રિમ સાધનો પ્રયોજાવા માંડયાં છે, તેમ મનુષ્યના જીવનને પરોપયોગી એવા અતિગહન વિષયે પણ સંક્ષેપમાં હસ્તગત કરવાની લોલુપતા સર્વ પાસથી વધેલી દીઠામાં આવે છે. મનુષ્યના વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે કે મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, પણ જાણે દોડતે દોડતેજ જ્ઞાનમાત્રને ઉપાડી લેવાય તો ઠીક, એવી અસાધારણું તૃણું દીઠામાં આવે છે. પુસ્તક હાથમાં લીધું, પ્રથમ પત્ર જોયું, અંયપત્ર જોયું, વચમાં આમતેમ ઉથાપ્યું અને અમુક અભિપ્રાય તે પુસ્તકના વિષયસંબંધે ધારણ કરીને ઉંચું મૂકયું-એજ પ્રચાર પડઘો છે. “વખત નથી” એ તો એક બહુ સામાન્ય અને સાધારણ ફરિયાદ થઈ પડી છે, અને કેટલીક વાર તે ખરી હશે, તથાપિ સેંકડે પંચાણુ જનને સંબંધે તો આળસ, બેપરવા અને પિતાની બુદ્ધિનું અભિમાન સંતાડવાનો એ ખાટો માર્ગ છે.
આટલું છતાં એમ નથી કે, વાચનની રુચિ ઓછી થઈ છે, પ્રથમ કરતાં ઘણી વધી છે. અભણુમાં અભણ માણસના ઘરમાં પણ ચાર પુસ્તકે હશે. ગાંધીની દુકાને હીંગ, મરી ને મરચાંની વાસમાં પણ નાટકનાં ગાયનો પડેલાં હશે. રેલવેમાં મુસાફરી કરતા ઘણા ખરા માણસના હાથમાં પુસ્તક કે “પુસપેપર હશે અને સર્વ કે પોતાની શક્તિ અનુસાર કોઈ ને કાઈ પેપર “છાપું '-રાખતા હશે, અથવા રાખી નહિ શકતા હોય તે વાંચવાની જોગવાઈ કરી લેતા હશે. ઘણાક જનને નિત્ય પેપર’ જોયા વિના અન્ન ભાવતું નથી, એવી પણ સ્થિતિ છે. આટલી બધી વાચનની રુચિ બહુ સંતેષ ઉપજાવનારી છે, પણ એને સાર શું છે? જેમાં કશો ઉપદેશ નહિ એવી અથવા આડકતરી રીતે અવળે ઉપદેશ આપનારી વાત, તેવાંજ નાટકો અને વેપાર, લડાઈ, કેસ ઇત્યાદિની ખબર-અંતરેનાં પિપરો' એ વિના બીજા પ્રકારનું વાચન આ બધી પ્રવૃત્તિમાં દેખાતું નથી, એ બહુ શોચનીય છે.
આપણી શાળાઓ અને પાઠશાળામાં જેમ પરીક્ષા પાસ કરવા માટે જ અધ્યયન ચાલે છે, ગેખીને મોઢે રાખીને, ગમે તે રીતે પરીક્ષામાં ઉત્તર આપવા જેટલી જ તૈયારી કરવામાં અને કરાવવામાં આવે છે, તેમ આપણા વાચનમાં પણ કામ જેટલું, ખપ જેટલું, પૈસે પેદા થાય તેટલું વાંચવા ઉપર વાચકાનું લક્ષ છે. ‘પાસ’ અને ‘નોકરીની ઉતાવળમાં જેમ શિક્ષણને હેતુબાળકના મનનો વિકાસ કરાવી તેને વિચારતાં શીખવવું–તે ઉધે વળે છે, તેમ ‘પૈસા, પૈસા એ ઝંખનામાં વાચનનો વાસ્તવિક હેતુ-પ્રાકત જીવનને ઉન્નતિકારક પ્રવાહમાં ધાઈ છે અને ઉન્નત કરવું તે પણ ઉંધા વળી ગયો છે. વાચન તે જાણે વખત ગાળવાને માટેજ હોય એમ મનાવા લાગ્યું છે, વખત વાચનને માટે છે એમ મનાતું બંધ થયું છે. જેમાં “વખત જવા’ માટે પુસ્તક અને પેપરો સાથે રહે છે. વખત મળશે ત્યારે વિચારવાને માટે રહેતાં નથી. પ્રાચીન સમયમાં કોઈ પણ ગ્રંથને વિચારવો’ એમ કહેવાતું, તેને સ્થાને હવે “વાંચ” એટલું જ કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com