________________
૮૩
પ્રાચીન હિંદની ગ્રામ્યરચના ૪૨–પ્રાચીન હિંદની ગ્રામ્યરચના
જાના વખતમાં આપણા દેશમાં ગ્રામ્યજીવન માટે કંટાળો નહોતો. ત્યાંનું શુદ્ધ અને શાંત વાતાવરણ વખણાતું; અને દેશનું દરેક માણસ પિતપોતાની ફરજ સમજી ત્યાંની સુધારણના કાર્યમાં ભાગ લેતું.
ગામડાંની રચના સુંદર હતી. કેટલાંક ગામમાં માત્ર એકજ ધંધાનાં માણસે રહેતાં અને તેમના ધંધા ઉપરથી તે તે ગામનાં નામ પડતાં હતાં. જેમાં સુથારનાં હજારો ઘર તો કેાઈમાં બીજા ધંધાર્થીઓનાં ઘર હતાં. જો કે સામાન્ય રીતે તે સર્વ ગામોમાં સઘળી જાતનાં માણસે રહેતાં હતાં.
ઘર તથા રરતા સ્વરછ અને મેહક હતા. ગામબહાર ઝાડની ઘટામાં પૂજાસ્થાન નક્કી કરીને ત્યાં નવરાશે ખેતરના જાદા જૂદા છોડવાઓના સૌંદર્ય વચ્ચે તેઓ ઘણા આનંદથી ભેગા બેસતા હતા. એક બાજુએ પશુઓ માટે ગોચરની જમીન ખાસ જૂદી રખાતી હતી. લગભગ દરેક ગામની આસપાસ કાચી અથવા પાકી વાડ થતી હતી. આથી એર-લૂંટારાઓનો ભય ઓછો થતો હતો.
ખેતી ઉપરાંત જદી જુદી કારીગરી અને શિલ્પકળા ઉપર માણસે સ્વતંત્રતાથી પિતાને ગુજરાન ચલાવતા હતા. કોઈ ગામમાં વરતી વધશે એમ જણાય કે તરતજ પાસેના જંગલનો થોડા ભાગ સાફ કરીને ત્યાં નવા ગામની વસાહત થતી હતી. આમ બહોળી જમીન મળવાથી ગરીબાઈ જેવું તો જણાતૃજ નહોતું. જો કે વચ્ચે વરચે દુકાળ તથા રોગ વગેરેથી ઘણું દુ:ખ પડતું, પરંતુ એવા વખતે પણ ઉત્સાહી પુરુષોની ઘણી સહાય મળતી હતી.
ગામમાં આનંદ મેળવવા માટે ઉસવાદિની સારી ગોઠવણ થતી. ગામનાં સર્વ માણસો તેમાં ભાગ લેતાં. જે કોઈ ખાસ કારણસિવાય એમાં ભાગ ન લે, તો તેનો બહિષ્કાર કરવામાં આવતો હતો. આવા પ્રસંગે બપોરે કે સાંજે સર્વ ભેગા થતા અને કોઈ વાર્તાઓ કહેતા, કોઈ સાહિત્યચર્ચા કરતા તો કોઈ સંગીત તથા નૃત્ય કરી આનંદ પામતા. ગામના યુવક પિતાનું મંડળ થાપી ધાર્મિક અને પરહિતનાં કામો કરતા હતા. પ્રાત:કાળમાં ઉઠીને તેઓ રસ્તાઓ ઉપરના કુચા, ઈટ, પથ્થર વગેરે હોય તે દૂર કરતા, જે ઝાડ રસ્તા ઉપર હાઈ અડચણ કરતાં હોય તેનો નાશ કરતા, ખાડાટેકરા હોય તે કાઢી નાખી સીધો રસ્તો બનાવતા, નાના વહેળા કે કાતર હોય તેના ઉપર લાકડાના પૂલ બાંધતા, વળી તળાવમાંનો કચરો બહાર કાઢી નાખી પાણી સ્વચ્છ રાખતા અને જેઓ ગરીબ તથા દુઃખી હોય, તેમને દરેક પ્રકારે મદદ કરતા હતા.
પ્રાચીન શિલાલેખે જોતાં જણાય છે કે, ગામમાં જેઓ ઉચ્ચ સેવાભાવથી કામ કરતા, તેમના તરફ ગામલોકો પ્રેમ અને શ્રદ્ધાથી જોતા હતા. સારાં કામને સારો બદલો મળ છે. કેટલીક વખત એ સેવાની યાદમાં તે માણસના નામે નવું ગામ વસાવીને તેનું નામ યાદ રાખતા, ગામની રક્ષામાટે પિતાના પ્રાણ આપનાર વ્યક્તિના કુટુંબનું પોષણ કરતા અને તેની યાદ માટે દેવમંદિરમાં દરેક સાંજે ધૂપ-દીપ કરવાની વ્યવસ્થા કરતા. એ ઉપરાંત ઘણી રીતે તેવા માણસનાં મારક રાખવામાં આવતાં. હજુ પણ આવા વીર પુરુષોના સ્મારકતરીકે પથ્થરના પાળીઆ ઘણાં ગામની ભગળે નજરે પડે છે. લોકવિચારવિરુદ્ધ કામ કરનાર અથવા દેવમંદિરનું અનિષ્ટ થાય તેવું કામ કરનારને ધર્મદ્રોહી ગણી તેની ટીકા થતી; તેમજ તેને ઉત્સવમાં તથા દેવમંદિરમાં જવાની રજા મળતી નહિ.
ગામલોકમાં ધર્મની સારી ભાવના હતી. પ્રતિદિન મંદિરમાં સર્વ ભેગા મળતા અને પૂજનઅર્ચન વગેરે કરતા. દેવમંદિરમાં પાસેજ એક સાર્વજનિક મકાન બાંધવામાં આવતું. તેમાં સાધુ સંન્યાસીઓ આવી ઉતરતા અને ગામલોકો તેમની પાસેથી ઉપદેશ સાંભળતા. ગૌતમબુદ્ધ તથા બીજાઓનાં જીવનચરિત્ર ઉપરથી જણાય છે કે, તેઓએ પોતાના પ્રવાસ દરમિયાન આવાં ઘણું સ્થળમાં ઉપદેશ આપ્યો હતો. કેટલાક ગામલેક પણું દૂર જાત્રા કરવા જતા અને ત્યાં પોતે લીધેલો અનુભવ પાછા આવી સર્વને કહેતા. ગામની શાળાને અભ્યાસ પૂરો કર્યા પછી હોશિયાર બાળકે સારાં સ્થળામાં વધારે અભ્યાસ માટે જતા. તક્ષશિલા, નાલંદ વગેરે વિદ્યાપીઠેમાં આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com