________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો રીતે ઘણું વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા.
ગામના સઘળા માણસોની એક સભા ભરાતી. તેમાં લોકહિતની ચર્ચા થતી હતી. આવી સભામાં ન્યાયનું કામ પણ થતું હતું. ચોર-લૂંટારાથી ગામનું રક્ષણ કરવાના ઉપાયો પણ લેવાતા. ઘણા પ્રાચીન ગ્રંથમાં આવી સભાઓની પ્રશંસા કરેલી છે. દરેક ગામમાં એક માણસ, નીમવામાં આવતે, જે સભાની સહાનુભૂતિથી લોકહિતનાં કામે ઉપર દેખરેખ રાખતો. આવી સભાઓમાં ગરીબ કે ધનવાનનો કાંઈ ભેદ રખાતો ન હતો.
હાલની ગ્રામ્યપંચાયતે કે જીલ્લા બેડેના જેવાં બજે તેથી ચઢે એવાં મંડળો સ્થપાતાં. ગ્રામ્યસભાની બેઠક નકકી કરવી; ધર્મશાળા, દેવમંદિર, સદાવ્રત, બાગ ઇત્યાદિની સ્થાપના કરવી; દરિદ્ર અને અસહાય માણસોને સહાય કરવી અને કૂવા, વાવ વગેરે ખોદાવવાં–એ આવા મંડળનાં મુખ્ય કાર્યા હતાં. આવાં મંડળ પાસે જમીન-સંપત્તિ રહેતી, ગ્રામવાસીઓ પાસેથી અમુક કર લેવામાં આવત; તેમજ અપરાધી પાસેથી દંડ લઈ એ ધી રકમ તે મંડળને સંપાતી અને તે મંડળધારા નક્કી કરેલાં સારાં કામોમાં તે રકમ વપરાતી.
આવાં જૂદા જૂદાં મંડળની દેખરેખ તે તે પ્રદેશની મહ સભાના સભ્યો રાખતા હતા. દેશના વૃદ્ધ અને અનુભવી પુરુષી એવી મહાસભામાં નિમાતા. બીજા મંડળાના કેટલાક પ્રતિનિધિઓ સાથે મળી તેઓ મહાસભાનું કામ કરતા. આ સભામાં જૂદી જૂદી નાની સમિતિઓ નીમાતી અને તેમાં દાન, તળાવ, બાગ, ન્યાય, ખેતી, ધાર્મિક કાર્યો વગેરે સંબંધી ઠરાવો થતા હતા. આવી મહાસભાના સભ્યો ચૂંટી કાઢવા માટે જૂદા જૂદા વિભાગ પાડવામાં આવતા હતા. જે માણસ તે વિભાગનો વતની હોય, વિદ્વાન હોય અને જેણે પોતાની સંપત્તિ માત્ર સાધુવૃત્તિથી જ મેળવી હોય, તેવા માણસને શોધી કાઢવામાં આવતું. આવા ઘણા માણસે હોય તે દરેકના નામે ચિઠ્ઠ: લખીને દેવમંદિરમાં મંડળ સમક્ષ એક બાળક પાસે તેમાંથી એક ઉપડાવતા અને જે પ્રથમ આવે તેને સભ્યતરીકે મોકલતા.
આવી સભાઓ અને મંડળોને પ્રજા તરફથી દ્રવ્યાદિની સારી મદદ મળતી. પિતાને પ્રિય હોય એવાં સારાં કામોમાં ખર્ચવાની શરતે મેટી રકમો લેકે આપતા. મંદિરોમાં બાળકોના ધાર્મિક અભ્યાસમાટે સારી વ્યવસ્થા હતી. આ ઉપરાંત મુસાફર, સાધુ-સંન્યાસી વગેરેના ભજનમાટે, દેવની નિત્યપૂજમાટે તથા ઉત્સવ માટે પણ સારી રકમ ખર્ચાતી. આમ દરેક રીતે લોકો પોતાનું જીવન ઉન્નત કરતા હતા. દેશ દેશના સાધુ-સંન્યાસી દ્વારા તેમજ જાત્રાળુઓ દ્વારા તેઓ આખા હિંદની ખબર જાણતા હતા. ગામનાં બાળકે બહાર વધારે અભ્યાસ કરી આવીને પોતાની વિદ્યાનો લાભ જાઓને આપતા હતા. (“જ્ઞાનપ્રચારના એક અંકમાં લેખક-રા. ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ.)
૪૩–વિદ્યાથીને લાયક ધર્મ
મારા વહાલા વિદ્યાર્થી બંધુઓ! આપણે ભારતભૂમિના ભવિષ્યના દેવતાઓ ! આપણે કેવો અને કયો ધર્મ પાળવો જોઈએ ? શું આપણે શિવધર્મ, જૈનધર્મ, બુદ્ધિધર્મ, મુસલમાની કે ખ્રિસ્તી ધર્મ પાળવો જોઈએ ? ના, ના. તે શબ્દોની સાથે તો ધર્મ શબ્દ શોભતો નથી. તેને તે આપણે પંથે કહી શકીએ. તે પંથે ખરેખર ઉત્તમ અને સુંદર છે, પરંતુ તે આપણને હાલની સ્થિતિમાં સ્વાર્થી બનાવે છે. તમે જોશો કે, એક પંથના બીજા પંથને વખોડતા કે ધિક્કારતા હશે. આપણે એ વિરોધ પેદા કરવાનું નથી. ત્યારે આપણે શું કરવું? હું, ત્યારે આપણે કયો ધર્મ પાળવો ?
આપણે એવો ધર્મ પાળવો જોઈએ કે જે ધર્મથી આપણા હિંદુભાઈઓ, મુસલમાનભાઈ, પારસીભાઈઓ અને ખ્રિસ્તીભાઈઓ આપણને પિતાના ગણે-જૂદા ને ગણે, કેઇનામાં વિરોધ પિતા થાય નહિ; ટુંકામાં સર્વ એમજ સમજે કે –
હિંદુ-મુસલમીન-પારસી સર્વ ધર્મતનું સૌ બાળ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com